માતા કોરોના પોઝિટિવ હોવા છતાં, તેના ત્રણ મહિનાના બાળકને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું ન હતું, જ્યારે એ માતા કોરોના પોઝિટીવ હોવા છતાં તેના ત્રણ મહિનાના બાળકને દરરોજ સ્તનપાન કરાવતી હતી. આજે સંક્રમણના 10 દિવસ પછી, માતા સંપૂર્ણપણે સ્વસ્થ અને તેનો રિપોર્ટ નેગેટીવ છે અને બાળક પણ એકદમ સ્વસ્થ છે. જો કે આ મહિલાના ઘરવાળા બાળકને સ્તનપાન ન કરાવાની સલાહ આપતા રહ્યા, પરંતુ માતાએ તેની વાત ન માની અને ત્રણ માસ્ક લગાવીને બાળકને સ્તનપાન કરાવવાનું ચાલુ રાખ્યું હતું.
યુ.પીના ગોરખપુરમાં જેલ બાયપાસ રોડ પર સરસ્વતીપુરમમાં રહેતી શિક્ષિકા મધુલિકા તિવારીને 1 મેના રોજ કોરોનાનો ચેપ લાગ્યો હતો. જ્યારે ચેપ લાગ્યો, ત્યારે તેમણે પરિવારના બાકીના સભ્યોને પોતાની નજીક આવવા ન દીધા અને પોતાને અલગ કરી દીધી હતી. તેનું ત્રણ મહિનાનું બાળક તેની સાથે હતું, ડોક્ટરની સલાહથી તેણે જરૂરી દવાઓ લેવાનું શરૂ કર્યું.
દરમિયાન, પરિવારના સભ્યોએ કહ્યું કે તેમને બાળક તેની પાસે ન રાખવું જોઈએ અને પરીવારને આપવું જોઈએ, તે એ બાળકને ખવડાવશે અને માતાને સારું ન થાય ત્યાં સુધી સાચવશે. જો બાળક માતા સાથે રહે છે, તો તેને પણ ચેપ લાગવાનું જોખમ થઈ શકે છે. પણ આ માતાએ તેના હૃદયની વાત સાંભળી, કુટુંબના સભ્યોની નહીં. માતા પોતાના બાળકને પોતાની સાથે રાખે છે અને જ્યારે તે બાળકને સ્તનપાન કરાવતી હોય ત્યારે તે ત્રણ માસ્ક લગાવતી હતી જેથી ચેપ લાગવાની સંભાવના ઘટી જાય. અને બન્યું પણ એવું જ, 9 મેના રોજ માતાએ ડબલ રીપોર્ટ કરાવ્યા અને રીપોર્ટમાં તે નેગેટીવ અને સ્વસ્થ હોવાનું બહાર આવ્યું અને બાળક પણ સંપૂર્ણ સ્વસ્થ છે.
મધુલિકા પરિવારના દરેક જણ સુરક્ષિત રહે તે માટે દિવસભર માસ્ક પહેરીને રાખતી હતી. તે રાત્રે સૂતી વખતે જ માસ્ક કાઢતી હતી. પુત્રને હાથમાં લેતા પહેલા તેના હાથને સેનેટાઈઝ કરીને સ્વચ્છ કર્યા પછી તે સાબુથી પણ ધોતી હતી. બાળકને સ્તનપાન કરાવ્યા પછી પણ હાથ સ્વચ્છ કરવા માટે આ પ્રક્રિયા ફરી વખત કરતી હતી.
મધુલિકાએ કહ્યું કે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે એ વાતની તેને બિલકુલ ચિંતા ન હતી. તેનું બાળક વિશે સૌથી વધુ ચિંતા હતી. બાળક માત્ર 3 મહિનાનું છે. લોકોએ ઘણી વાર કહ્યું કે મારે તેને મારાથી દૂર રાખવું જોઈએ. પરંતુ હું જાણતી હતી કે જો તેણે સ્તનપાન ન કરાવ્યું તો તેની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જશે અને તેને પણ કોરોનાના સંક્રમણનો ભોગ બની શકે છે.