કોરોના રસી લીધા પછી આ લક્ષણો જોવા માટે તો થઈ જજો સાવધાન, તરત હોસ્પિટલ જઈને કરાવો ઈલાજ…

News

ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે અને દરરોજ લાખો લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. આ દરમિયાન સરકારે હેલ્થકેર કર્મચારીઓ અને રસી વપરાશકારો માટે એક એડવાઈઝરી જારી કરી છે. જેમાં લોકોને રસીની આડઅસરો વિશે માહિતી આપવામાં આવી છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ સલાહમાં આવા કેટલાક લક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની અસર જોઈને લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં જવાની સલાહ આપવામાં આવી છે.

યુ.કે. અને અન્ય ઘણા દેશોમાં રક્તસ્રાવ અને લોહીના ગંઠાઇ જવાના કેસો કોવિસિલ રસી લીધા પછી નોંધાયા છે. દરમિયાન, ભારત સરકારે નવી એડવાઈઝરી જારી કરી છે. જેમા ભારત સરકારે લોકોને રસી લીધાના 20 દિવસની અંદર લોહીના ગંઠાવાના લક્ષણો દેખાય છે કે નહી તેની તકેદારી રાખવાનું કહ્યું છે. જો કોઈ ગંભીર લક્ષણો હોય તો તરત રસીકરણ કેન્દ્ર પર જાઓ અને તેની તપાસ કરાવો.

સરકારની સલાહ મુજબ, કોઈ પણ રસી લીધા પછી, જો તમારા શરીરમાં સોજો આવે છે, છાતીમાં દુખાવો થાય છે, ઉલ્ટી કર્યા વિના પેટમાં દુખાવો થાય છે, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ છે. તેથી તેને અવગણશો નહીં. આ ગંભીર લક્ષણો છે અને તે જોવા મળે તો તરત જ રસીકરણ કેન્દ્રની મુલાકાત લેવા કહ્યું છે

સરકારના જણાવ્યા પ્રમાણે, જો તમે ઈંજેક્શન લગાવી રહ્યા હો તે સિવાય જો તમે શરીરના અન્ય ભાગ પર લાલ ફોલ્લીઓ જોવા મળે તો તેની અવગણવાની ભૂલ ન કરો. આ લોહી ગંઠાઈ જવાનાં લક્ષણો હોઈ શકે છે. ઉપરાંત, જો તમને આધાશીશીની તકલીફ નથી, પણ તેમ છતાં પણ માથાનો દુખાવો તીવ્ર રહ્યા કરે છે. તો પણ ડોકટરની સલાહ લેવી હિતાવહ છે.

જો તમે કોરોનાની રસી આપ્યા પછી નબળાઇ અનુભવી રહ્યા હોવ, કોઈ પણ કારણ વિના સતત ઉલ્ટી થતી હોય, આંખોમાં દુખાવો થાય છે અથવા અસ્પષ્ટ દેખાય છે. શરીરના કોઈ અંગે કામ કરવાનું બંધ કરી દીધું છે એવુ લાગતું હોય તો તરત જ ડોક્ટરને જાણ કરો.

રસીની પ્રતિકૂળ અસરો અંગે રાષ્ટ્રીય સમિતિના જણાવ્યા અનુસાર, દેશમાં રસી આપવાથી લોહીના ગંઠાઈ જવાના બહુ ઓછા કેસો સામે આવ્યા છે પણ તકેદારી રાખવી જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોઈ શકે છે. સમિતિના જણાવ્યા અનુસાર, ભારતમાં કોવિસીલ્ડ રસીના દસ લાખ ડોઝમાં લોહી ગંઠાઈ જવાના માત્ર 0.61 ટકા કેસ નોંધાયા છે.

વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે રસી લીધા પછી લોહી ગંઠાઈ જવાનું જોખમ યુરોપિયન વંશના લોકોની તુલનામાં દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયન વંશના લોકોમાં લગભગ 70 ટકા ઓછું છે.

ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ સલાહ વિશેષમાં કોવિશિલ્ડની રસી લેનારા લોકો માટે જારી કરવામાં આવી છે. હકીકતમાં, રાષ્ટ્રીય એઇએફઆઈ સમિતિ કહે છે કે કોવાક્સિન રસી રસીકરણ પછી લોહી ગંઠાઈ જવાનો એક પણ કેસ હજુ સુધી નોંધાયેલો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *