જો આવા લક્ષણો દેખાય તો પણ કોરોના ટેસ્ટ કરાવજો, પાછળથી પસ્તાવું ન હોય તો જરૂર વાંચો..

News

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. દરરોજ લાખોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યાં છે. મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાની નવી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. એક વ્યક્તિ અનેક લોકોને સંક્રમિત કરી રહી છે. તો વાયરસના નવા મ્યૂટેનને કારણે લક્ષણોમાં પણ ફેરફાર થયો છે. પહેલા તાવ, માથુ, શરદી જેવા લક્ષણો જણાતા હતા. પરંતુ હવે તેમાં અનેક નવા લક્ષણોનો પણ ઉમેરો થયો છે. જો તમને પણ આવા કોઈ લક્ષણ જણાય તો તત્કાલ કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.

આંખો લાલ થવી:- ચીનમાં થયેલા તાજેતરના અભ્યાસ પ્રમાણે નવા સ્ટ્રેનના કેટલાક ખાસ લક્ષણો છે. ઈન્ફેક્શનના નવા સ્ટ્રેનમાંમાં માણસની આંખો હળવી લાલ કે ગુલાબી થઈ શકે છે. આંખોમાં લાલાશ ઉપરાંત સોજો અને આંખોમાંથી પાણી નીકળવાની પણ ફરિયાદ રહે છે.

કાન સંબંધી સમસ્યા:- ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીના અહેવાલ પ્રમાણે કોવિડ-19નો નવો સ્ટ્રેન કાન સાથે સંકળાયેલી મુશ્કેલીઓને ટ્રિગર કરી શકે છે. અભ્યાસમાં આશરે 56 ટકા લોકોમાં આ મુશ્કેલી જોવા મળી છે.

પેટ સાથે સંકળાયેલી સમસ્યા:- સંશોધકોએ નવા સ્ટ્રેનમાં ગૈસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ સાથે સંકળાયેલી ફરિયાદનો પણ ઉલ્લેખ કર્યો છે. પહેલા દર્દીઓને માત્ર અપર રેસ્પિરેટરી સિસ્ટમમાં ફરિયાદ રહેતી હતી પરંતુ હવે પેટ સાથે જોડાયેલી મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે. નવા સ્ટ્રેનમાં લોકો ડાયેરિયા, ઉલ્ટી, પેટમાં ગરબડ અને પાચનસંબંધી મુશ્કેલી અનુભવી રહ્યા છે.

બ્રેન ફોગ:- કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરની સમસ્યા પણ જણાઈ રહી છે. લાંબા સમય સુધી કોરોનાથી બીમાર રહેનારા લોકોમાં બ્રેન ફોગ કે મેન્ટલ કન્ફ્યુઝનની સમસ્યા જોવા મળે છે. તેની અસર ઉંઘ અને મેમરી લોસ પર પણ પડી રહી છે.

હાર્ટ બીટ:- જો હૃદયની અસામાન્ય ગતિ અનુભવાઈ રહી હોય તો તે કોરોનાના નવા સ્ટ્રેનની અસર હોઈ શકે છે. એક અહેવાલ પ્રમાણે 78 ટકા લોકોએ કાર્ડિઆક સાથે સંકળાયેલી મુશ્કેલીની વાત કરી હતી. જ્યારે 60 ટકા લોકોએ મેયોકાર્ડિઅલ ઈન્ફ્લેમેશનની ફરિયાદ કરી હતી.

તે સિવાય માથામાં દુખાવો, સૂકી ખાંસી, તાવ, ગળામાં દુખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, લોસ ઓફ ટેસ્ટ-સ્મેલ, આંગળીઓમાં સોજા, બેચેની જેવા લક્ષણો કોરોનાનો સંકેત આપે છે.

Leave a Reply

Your email address will not be published.