શું તમે જાણો છો કે આ કોરોના ની વેક્સીન ના બે ડોઝ વચ્ચે ૨૮ દિવસ નુ અંતર શા માટે રાખવામા આવે છે ?

Uncategorized

ભારતમા કોરોના વાઈરસનું રસીકરણ ૧૬ જાન્યુઆરીથી શરુ થઈ ગયુ છે. સરકારી આંકડા પ્રમાણે ૩ કરોડ રસીનો પ્રથમ ડોઝ આપી દેવામા આવ્યો છે. ભારતના રસીકરણના કાર્યક્રમ અનુસાર કોવીશિલ્ડ રસીના બે ડોઝ વચે ૨૮ દિવસનો સમય રાખવામા આવ્યો છે. એટલે કે રસીનો એક ડોઝ લીધા બાદ ૨૮ દિવસ પછી બીજો ડોઝ લેવાનો હોય છે.

ભારતમા વેકસીનના બે ડોઝ વચે ચાર અઠવાડિયાનો સમય રાખવામા આવ્યો છે તો આવું કેમ? આવું એટલા માટે કે વેક્સીન એ એક બચાવ છે. જયારે વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામા આવે છે ત્યારે શરીરને એન્ટીબોડી બનાવવામા કેટલોક સમય લાગે છે.પ્રથમ ડોઝ બાદ ધીરે-ધીરે એન્ટીબોડી બને છે. તે શરીરનો પ્રારંભિક ઈમ્યુન રિસ્પોનસ હોય છે.

બીજા ડોઝ મા એટલે કે વાઈરસ સાથે બીજી વખત સંપર્ક મા આવતા આપણી રોગપ્રતિકારક શક્તિ ઝડપથી પ્રતિક્રિયા આપે છે. એ વખતે કેટલીક આડઅસર પણ જોવા મળે છે. જે શરીરમા પ્રવેશેલી રસી બરોબર કામ કરી રહી છે, એ વાત તરફ નિર્દેશ કરે છે. કેટલાક દેશોમા બે ડોઝ વચેનો સમયગાળો ૨ થી ૩ મહિનાનો પણ રાખવામા આવ્યો છે.

અમેરિકાના સેન્ટ્રલ એન્ડ પ્રિવેન્સ ડીપાર્ટમેન્ટ કોવીશિલ્ડ વેક્સીન વચ્ચેનો સમય ગાળો દોઢ મહિનાનો રાખવાની ભલામણ કરી હતી. રસીના બે ડોઝ વચ્ચેના ગળાને શા માટે વધારવો કે ઘટાડવો જોઈએ એ માટે વિશ્વના અને દેશોમા ચર્ચા થઈ રહી છે. બ્રિટીશ મેડીકલ એસોસિયનનુ કહેવું છે કે વેકસીનના બે ડોઝ વચ્ચે ૧૨ અઠવાડિયાનો ગાળો ન રાખતા ૬ અઠવાડિયાનો કરી દેવો જઈએ. નોધનીય છે કે ભારતમા તો કોવીશિલ્ડ ના બે ડોઝ વચે ચાર અઠવાડિયાનો ગાળો રાખવા આવ્યો છે.

કોરોના વાઇરસની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના વાઇરસનો ચેપ લાગી શકે? જવાબ છે હા .રસીનો પ્રથમ ડોઝ લીધા પછી પણ કોરોના થઈ શકે છે એટલે વ્યક્તિએ એટલી જ સાવધાની વર્તવી જોઈએ જેટલી રસી લીધા પહેલા વર્તી હતી. એ જ રીતે બીજા ડોઝ બાદ પણ વાઇરસનો ચેપ લાગી શકે છે. જો કે આ વખતે વાઇરસની અસર હોય એવુ માનવામા આવે છે. વળી બીજા ડોઝની જરૂર એટલે પણ છે કે મોટાભાગની વેક્સીન ત્યારે જ સારી રીતે કામ કરે છે જયારે તેનો બીજો ડોઝ પણ આપવામા આવ્યો હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *