આયુર્વેદની આ ઔષધિઓ કરી શકે છે કોરોના નો ઈલાજ, જાણો કેવી રીતે કરશો ઉપયોગ

Health

એક વર્ષ બાદ પણ ફરી એકવાર કોરોનાને કારણે ડરનો માહોલ ઉભો થયો છે. ફરી એકવાર કફર્યૂ અને લોકડાઉન જેવા શબ્દો ભયભીત કરી રહ્યાં છે. આ સ્થિતિ સામે લડવા માટે તમારે તમારી ઈમ્યૂનીટી વધારવાની જરૂર છે. આયુર્વેદમાં ઘણી એવી ઔષધિઓ છે જેનો ઉપયોગ કરીને તમે કોરોના જેવી મહામારી સામે લડી શકો છો. કોરોનાના લક્ષણો દેખાય તો આ ઔષધિઓનો ઉપયોગ કરીને તમે તેની સામે રક્ષણ મેળવી શકો છો.

કોરોનાના નવા સ્ટ્રેને દુનિયાભરને ફરી એકવાર ચિંતામાં મુકી દીધી છે. કોરોના સામે લડવા માટે હવે તમારે તમારી ખાણી-પીણીમાં એવી વસ્તુઓનો ઉમેરો કરવો જોઈએ જેનાથી તમારામાં રહેલી રોગપ્રતિકારક શક્તિ એટલેકે, ઈમ્યૂનીટીમાં વધારો થાય. કારણકે, જો તમારી ઈમ્યૂનીટી સિસ્ટમ સારી હશે તો આ કોરોના પણ તમારું કંઈ નહીં બદગાડી શકે. કોરોનાનો આ વાયરસ એવા લોકોને જ વધારે નુકસાન પહોંચાડે છે જે શરીરે નબળા હોય, કોઈ રોગ કે બીમારીથી પીડાતા હોય, જેમની ઈમ્યૂનીટી ખુબ જ ઓછી હોય.

સામાન્ય રીતે કોરોનામાં શરદી, ખાંસી, કફ, તાવ, માથું દુઃખવું, ઝાડા થવા અને શરીરમાં દુખાવા થવા જેવી સમસ્યા ઉભી થતી હોય છે. આ પરિસ્થિતિ સામે લડવા માટે તમારે આયુર્વેદમાં સુચવેલાં કેટલાં ઉપચાર કરવાની જરૂર છે.

સામાન્ય રીતે આપણાં ખેતરોની આસ-પાસ એક કાંટાળું ખાસ ઉગતું હોય છે. તેના ફૂલોની ચારેય તરફ લાંબા કાંટા હોય છે. જેને ઉંટકટેરા કહેવાય છે. જેવું વનસ્પતિક નામ ઈકીનોપ્સ ઈકિનેટસ છે. જેના મૂળની છાલનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે.

પુર્નનવાનના મૂળને દૂધમાં ઉકાળીને પીવાથી તાવમાં તુરંત આરામ મળે છે. લીવરની સમસ્યાઓમાં પણ આ ઔષધિ અકસીર માનવામાં આવે છે. પુર્નનવાને સામાન્ય રીતે યુવાન રહેવાની જડીબુટ્ટી કહેવામાં આવે છે. વનસ્પતિ વિજ્ઞાનમાં તેને બોરહાવિયા ડિફ્યૂસા કહેવામાં આવે છે. તેના તાજા મૂળિયાના રસનું દૂધ સાથે બે ચમચી જેટલું સેવન ત્રણ મહિના સુધી કરવામાં આવે તો તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર થશે.

પાણી અને નમી વાળી જગ્યાઓ પર ઉગતા ઘાસને દ્રોણ પુષ્પી કહેવામાં આવે છે. જેને વનસ્પતિ વિજ્ઞાનની ભાષામાં લ્યૂકાસ એસ્પેરા કહેવામાં આવે છે. તેના પત્તાને પીસીને તેનો રસ પીવાથી ખાંસીની સમસ્યા દૂર થાય છે. માથાનો દુખાવો પણ આ જોકે, અકસીર ઈલાજથી દૂર થાય છે. કોરોનાના લક્ષણોમાં આ ઔષધિથી આરામ મળે છે.

દુબ ઘાસ એક એવા પ્રકારનું ઘાસ છે જેનો પુજા-પાઠમાં ઉપયોગ કરવામાં આવે છે. જોકે, આ ઘાસ આરોગ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. તેને સાયનાડોન ડેક્ટીલોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘાસમાં વીટામીન એ અને વીટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

સામાન્ય લાગતું આ ઘાસ જેને અતિબલા કહેવામાં આવે છે. જે ખુબ જ અસાધારણ છે. તેની છાલ, તેના પત્તા, તેના ફૂલ અને તેનું મૂળ બધું જ ગુણકારી છે. એનું વનસ્પતિક નામ એબ્યુટિલોન ઈંડીકમ કહેવામાં આવે છે. મોટોભાગે આ પ્રકારનું ઘાસ દક્ષિણ આફ્રિકામાં વધારે જોવા મળે છે. તેના ઉપયોગથી તાવ દુર થઈ શકે છે. આ ઔષધિના ઉપયોગથી શરીર ઉર્જાવાન બની જાય છે.

આપણાં શાસ્ત્રોમાં પણ તુલસીને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. તુલસીની આપણાં ત્યાં પૂજા કરવામાં આવે છે. તુલસીના પત્તાનું સેવન કરવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. એજ કારણ છેકે, ભગવાનની પ્રસાદીમાં પણ તુલસીના પત્તાનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીના પત્તાની કાચા ચાવીને ખાવાથી પણ અનેક બીમારીઓ સામે રક્ષણ મળી રહે છે. ચા માં પણ તમે તુલસીના પત્તા નાંખીને તુલસી વાળી ચા પી શકો છે. આનાથી તમારા શરીરમાં ગજબની એનર્જી આવી જશે અને અનેક તકલીફો દૂર થશે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *