શરીર પર ગાયનું છાણ લગાડવાથી મળશે કોરોનાથી સુરક્ષા ? જાણો ડોક્ટરોએ શું કહ્યું…

News

શું શરીર પર છાણ લગાડવાથી કોરોના સામે રક્ષણ મળે છે? ડોક્ટરોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. ગુજરાતમાં ડોકટરોએ કહેવાતા ગાયના છાણની સારવાર સામે ચેતવણી આપી છે કે, શરીર પર ગાયના છાણની પેસ્ટ લગાવવાથી કોરોના વાયરસ સામે રક્ષણ નહીં મળે, પરંતુ મ્યુકોમીકોસીસ સહિત અન્ય પ્રકારના ચેપ પણ થઈ શકે છે. હકીકતમાં, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ (એસજીવીપી) સંચાલિત ગૌશાળામાં લોકોનું એક જૂથ અહીં સારવાર માટે જઇ રહ્યું છે અને તેઓ માને છે કે આનાથી કોવિડ -19 સામે તેમની રોગ પ્રતિકારક શક્તિ વધશે.

એસજીવીપી અધિકારીએ જણાવ્યું કે આ ગૌશાળામાં 200 થી વધુ ગાયો છે. તેમણે કહ્યું કે છેલ્લા એક મહિનાથી દર રવિવારે 15 જેટલા લોકો શરીર પર ગોબર અને ગૌમૂત્ર લગાવવા આવે છે. બાદમાં તેને ગાયના દૂધથી ધોવામાં આવે છે. તેમણે કહ્યું કે આ સારવાર લેનારાઓમાં કેટલાક ઉચ્ચ કર્મચારીઓ અને કેમિસ્ટ્સમાં કામ કરતા લોકો પણ છે. ડોકટરો, જોકે, તેને અસરકારક માનતા નથી.

ભારતીય જન આરોગ્ય સંસ્થા, ગાંધીનગરના નિયામક ડો.દિલીપ માવલંકરે કહ્યું, ‘મને ખબર નથી કે આ સારવાર લોકોને ખરેખર મદદ કરશે કે નહીં? આજ સુધીના આવા સંશોધન મારા ધ્યાનમાં આવ્યા નથી કે જેનાથી એવા સંકેત મળે કે શરીર પર ગાયના છાણનો ઉપયોગ કરવાથી કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ વધશે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) ની મહિલા શાખાના પ્રમુખ અને શહેરના વરિષ્ઠ તબીબ ડો.મોના દેસાઈએ આ સારવારને ‘દંભી અને અપ્રમાણિક’ ગણાવી હતી. તેમણે કહ્યું, “ગાયનું છાણ ઉપયોગી સાબિત થવાની બદલે મ્યુકોમીકોસીસ સહિત અન્ય ચેપ થઈ શકે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *