આ છે દેશી ગાયના છાણમાંથી બનેલું ઘર, ખર્ચો સિમેન્ટના ઘર કરતા 7 ગણા ઓછો, આ ઘરમાં AC ની જરૂર જ નથી પડતી..

Life Style

જો તમે એવું મકાન બનાવવાનું વિચારી રહ્યા છો જેમાં તમને એર કંડિશનની જરૂર ન હોય, તો તમારે હરિયાણાના ડો. શિવદર્શન મલિકને મળવું જ જોઇએ. તેમણે દેશી ગાયનો ઉપયોગ કરીને ગાયના છાણમાંથી બનાવેલું ‘વૈદિક પ્લાસ્ટર’ બનાવ્યું છે જે ગામડાના ઘર જેવી ફિંલીગ્સ આપે છે અને આ ઘરમાં ૧૨ મહિના એવુ વાતાવરણ રહે છે કે ઉનાળામાં એસી કે શિયાળામાં હિટરની જરૂર નથી.

દિલ્હીના દ્વારકા નજીકના ચાવલાના રહેવાસી દયા કિશન શોકિને દોઢ વર્ષ પહેલાં પોતાનું ઘર ગાયના છાણમાંથી બનાવેલા પ્લાસ્ટરથી બનાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે આપણે આવા ઘરમાં ઉનાળામાં એસી લગાવવાની જરૂર પડતી નથી. જો બહારનું તાપમાન 40 ડિગ્રી હોય, તો ઘરની અંદર તે 28-31 ડિગ્રીની અંદર રહે છે. આ વૈદિક પ્લાસ્ટરની કિંમત દસ રૂપિયા ચોરસ ફીટ છે, જે સિમેન્ટની કિંમત કરતા છ થી સાત ગણી ઓછી છે.

તેઓ આગળ જણાવે છે કે, “આ ઘરના ફાયદા ગણીના શકાય એટલા થશે. આવા મકાનમાં બનેલા ફ્લોર પર ઉનાળામાં ખુલ્લા પગે ચાલવાથી પગને ઠંડક મળે છે અને આપણા શરીર પ્રમાણે તાપમાન મળે છે. અને વીજળી પણ બચાવી શકાય છે, શહેરોમાં પણ, આ ગાયના છાણમાંથી બનેલું વૈદિક પ્લાસ્ટર વડે ગામ જેવા, કાચા માટીના મકાનો દેખાય એવા બનાવવાનું શક્ય છે. “

ભારતમાં 300 થી વધુ લોકો કિશન શોકિન જેવી દેશી ગાયના વૈદિક પ્લાસ્ટરથી ઘરો બનાવી રહ્યા છે. પહેલાના સમયમાં આપણા વડીલો માટીના બનાવેલા ઘરોમાં રહેતા હતા અને એ માટીમાંથી બનેલા ઘરો પર હવામાનમાં થયેલા ફેરફારની અસર ખુબજ ઓછી પડતી હતી, કારણ કે અગાઉ માટી દ્વારા બાંધવામાં આવેલા ઘરોમાં ગરમીને રોકવાની ક્ષમતા હતી. આ માટીના મકાનો શિયાળા અને ઉનાળાથી પણ સુરક્ષિત હતા, પરંતુ સમયના પરિવર્તન સાથે આ માટીના મકાનો પણ હવે વ્યવહારુ નથી. આ બધી બાબતોને ધ્યાનમાં લીધા પછી, પાકા ઘરો કેવી રીતે બનાવવા કે જેમાં ગરમીને રોકવાની ક્ષમતા હોય ?

આ માટે, દિલ્હીથી લગભગ 70 કિલોમીટર દૂર રોહતકમાં રહેતા ડો. શિવદર્શન મલિકે ખૂબ સંશોધન બાદ દેશી ગાયનું ‘વૈદિક પ્લાસ્ટર’ બનાવ્યું, જે ખુબજ સસ્તું હોવા ઉપરાત ઉનાળામાં ઘરને ઠંડુ અને શિયાળામાં ગરમ રાખે છે. ડો.શિવદર્શન મલિકે રસાયણશાસ્ત્રમાંથી પીએચડી કર્યા પછી આઈઆઈટી દિલ્હી, વર્લ્ડ બેંક જેવી ઘણી મોટી સંસ્થાઓમાં સલાહકાર તરીકે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે. આ સમય દરમિયાન, તેમણે વિવિધ સ્થળોની મુલાકાત લીધી અને કાચા અને પાકા મકાનો વચ્ચેનો તફાવત અનુભવ્યો અને ત્યારે જ તેમણે જરૂરિયાત અનુભવી અને આ ઘર બનાવવાનું નક્કી કર્યું.

વર્ષ 2005 થી વૈદિક પ્લાસ્ટર શરૂ કરનાર શિવદર્શન મલિક કહે છે કે “આપણે પ્રકૃતિની સાથે રહીને પ્રકૃતિને બચાવવી પડશે, અમારા ઘરોમાંથી છાણનું વૈદિક પ્લાસ્ટર કરાવ્યા પછી પરીવારના સભ્યોમાં બીમાર થવાના કિસ્સાઓ અને રોગો ઘટવા લાગ્યા હતા. દેશી ગાયના છાણમાં સહુથી વધારે માત્રામાં પ્રોટીન હોવાથી તે ઘરની હવા શુદ્ધ રાખવાનું કામ કરે છે, તેથી વૈદિક પ્લાસ્ટરમાં ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. ”

ડો. મલિકે કહ્યું, “આપણા દેશમાં દરરોજ લગભગ 30 લાખ ટન છાણ નીકળે છે. જેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી અને મોટે ભાગે છાણ વેડફાય છે. દેશી ગાયના ગોબરને જિપ્સમ, ગુવારગમ, માટી, લીંબુ પાવડર વગેરે ભેળવીને વૈદિક પ્લાસ્ટર બનાવવામાં આવે છે, જે અગ્નિશામક અને ગરમી પ્રતિરોધક છે. તેની મદદથી આવા સસ્તા અને પર્યાવરણને અનુકુળ મકાનો બનાવી શકાય છે, જેની ઓનલાઇન માંગ પણ વધી રહી છે. હિમાચલથી કર્ણાટક, ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધી આ વૈદિક પ્લાસ્ટરથી અત્યાર સુધીમાં 300 થી વધુ મકાનો બનાવવામાં આવ્યાં છે. ”

આ પ્લાસ્ટરથી બનેલા ઘરમાં ભેજ લાગવાની સમસ્યા કાયમ માટે દુર થઈ જાય છે અને ઘર પણ પ્રદૂષણથી મુક્ત રહે છે. આ પ્લાસ્ટરનો ઉપયોગ ઇંટ, પથ્થરની કોઈપણ દિવાલ અને ઘરની અંદરની તરફ અને બહારની તરફ પણ થઈ શકે છે. એક ચોરસફૂટની કિંમત આશરે 20 થી 22 રૂપિયા છે. ડો.શિવદર્શન કહે છે, “આ પ્લાસ્ટરથી બનેલા મકાનો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. હાનિકારક જંતુઓ અને બેક્ટેરિયા પણ ઘરમાંથી નીકળી જાય છે. સારા સ્વાસ્થ્યની સાથે સકારાત્મક ઉર્જા અને એનર્જી પણ મળે છે. આ પ્લાસ્ટરથી બનેલા ઘરો સાઉન્ડપ્રૂફ અને ફાયરપ્રૂફ હોય છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *