આજે આ જગ્યાએ આવશે વિનાશક વાવાઝોડું? કેટલી છે તેની રફતાર અને ક્યાં-ક્યાં થશે વરસાદ…

News

વિશનાક વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતના દરિયાકાંઠે વિનાશક વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. વાતાવરણમાં ફેરફારને કારણે ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. તૌક્તે વાવાઝોડું 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

ક્યાં અને ક્યારે ટકરાશે વાવાઝોડું:- વિનાશક વાવાઝોડું વેરાવળથી હવે માત્ર 350 કિમી દૂર રહી ગયું છે. આ વિનાશક વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર સજ્જ થઈ ગઈ છે. ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સ્થિતિના સંચાલન માટે કામે લાગી ગયા છે. દરેક જિલ્લા કલેક્ટરોને પણ અલર્ટ રહેવા તાકિદ કરી દેવામાં આવી છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવાઈ છે. એટલું નહીં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કંટ્રોલરૂમથી સતત વાવાઝોડાની અપડેટ લઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધરાત સુધીમાં તે પોરબંદર અને મહુવાના દરિયાકાંઠે ત્રાટકશે.

ગુજરાતના બંદરો પર લાગ્યું 4 નંબરનું સિગ્નલઃ- તૌકતે વાવાઝોડું હવે 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને પગલે દરિયાકાંઠાના વિસ્તારોને ખાસ અલર્ટ કરી દેવામાં આવ્યાં છે. કેટલાંક સ્થળો પર નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાઈ રહ્યું છે. ગુજરાતના બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો વાવાઝોડાના કારણે 150થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે

બચવા કામગીરીની વ્યવસ્થા કરાઈઃ- ગુજરાતના દરિયાકાંઠે 44 NDRF અને 10 SDRFની ટીમ કાર્યરત રહેશે તો નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, BSFની ટીમને પણ તૈનાત કરાઈ છે. રાજ્ય સરકારે વાવાઝોડાને પગલે એક પણ વ્યક્તિના જીવ ન જાય તેની તકેદારી રાખી યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી છે.

દર્દીઓને હાલાકી ન થાય તેવી વ્યવસ્થા કરાઈઃ- ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાય ત્યારે વીજ પુરવઠાને અસર થવાની શક્યતા છે. રાજ્ય સરકારે 1500 જેટલી કોરોના હોસ્પિટલોને વીજ પુરવઠો ન ખોરવાય તે માટે જનરેટર રાખવા સૂચના આપી છે. તો 100 થી વધુ ICU ઓન વહીલ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન પુરવઠો પણ બે દિવસથી વધુ ચાલે તેટલો સ્ટોર કરવા આદેશ આપ્યા છે. જેથી વાવાઝોડાથી કોરોના દર્દીઓની સારવારમાં કોઈ વિક્ષેપ ન થાય.

Leave a Reply

Your email address will not be published.