ઉનાળાની ઋતુમાં, જો તમે ખાવા-પીવાની વસ્તુઓને બરાબર નહી સાચવો તો તે ખૂબ જલ્દીથી બગડવાનું શરૂ કરે છે. ડેરીની વસ્તુઓ અથવા દૂધની બનાવટ વાળી વસ્તુઓ યોગ્ય રીતે સંગ્રહિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને આ ઉનાળાની સિઝનમાં દૂધ, પનીર, ઘી અને દહીં એવી કેટલીક ડેરી વસ્તુઓ છે જે ઉનાળાની ઋતુમાં જો યોગ્ય રીતે સંગ્રહિત ન કરવામાં આવે તો તેનો સ્વાદ બગડે છે.
આમાંથી, દહીં એક એવી વસ્તુ છે જે સૌથી ખરાબ રીતે બને છે અને ખાટુ થઈ જાય છે. યોગ્ય રીતે સાચવા છતા દહીં ખાટા થઈ જાય તો તેની પાછળ અન્ય કારણો હોઈ શકે છે.
ચાલો આજે અમે તમને જણાવીએ કે ઉનાળાની ઋતુમાં તમે કેવી રીતે દહીંને ખાટુ થતા બચાવી શકો છો.
જો તમે દહીં બજારમાંથી લીધું છે, તો તે પણ બીજા દિવસે ખાટુ નહીં થાય તેની કોઈ ગેરેંટી નથી. જો તમે ઘરે દહીં બનાવવા માટે મૂકી રહ્યા છો, તો તમારે તેને યોગ્ય રીતે સેટ કરવું જોઈએ.
પ્રથમ વસ્તુ જે તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે તે છે કે તમે દહીં સેટ કરવા માટે સંપૂર્ણ ક્રીમ દૂધનો ઉપયોગ કરો છો અને તમે જે દહીનો મેળવણ માટે ઉપયોગ કરવા જઈ રહ્યા છો તે ખાટુ ન હોવું જોઈએ.
બીજી મહત્વની બાબત એ છે કે તમારે માટી અથવા સિરામિક વાસણમાં દહીં બનાવવા માટે નાખવું જોઈએ. ઉનાળાની ઋતુમાં માટીના વાસણમાં રાખેલું દહીંને તે ઠંડુ રાખે છે અને ખાટુ પણ નહીં થાય. દહીં સેટ કરવા માટે, દૂધને સારી રીતે ઉકાળો.
તે પછી અડધી ચમચી દહીંનું મેળવણ નાંખો અને તેને બરાબર મિક્સ કરો. માટીના વાસણમાં પહેલા તમે ચારેબાજુ દહીંનું મેળવણ નાંખીને ફેરવી લો અને તેમાં ગરમ દૂધ નાખો. દૂધ નાંખ્યા પછી, માટીના વાસણને હલાવ્યા વગર પ્લેટથી ઢાંકી દો.
સામાન્ય રીતે મહિલાઓ સવારે દહીં બનાવવા માટેની પ્રક્રિયા કરે છે અને તે જ દહીં સાંજે પીરસે છે. જો કે, આ પદ્ધતિ યોગ્ય નથી. આને કારણે, દહીં બરાબર બનવું શક્ય નથી. વળી, દહી પાણી છોડે છે. દહીં તૈયાર કરવાનો ઉત્તમ સમય સાંજના 5 થી 6 ની વચ્ચેનો છે. ઉનાળાની ઋતુમાં દહીં ઝડપથી થીજી જાય છે.
જો તમે સાંજે 6 વાગ્યે દહીં સેટ કરવાની પ્રક્રિયા કરો છો, તો પછી રાત્રે 10 થી 11 ની વચ્ચે તમારૂ દહીં જામી ગયું હશે. પરંતુ તરત જ તેનો ઉપયોગ કરશો નહીં. આ જામેલા દહીંનો ઉપયોગ કર્યા વિના તેને ફ્રિજમાં રાખો. સવારે તમને ખૂબ જાડું અને લચકેદાર દહીં ખાવા મળશે.
દહીં સાચવવા માટેની શ્રેષ્ઠ જગ્યા એ ફ્રિજ છે. પરંતુ, ફ્રિજમાં પણ, તમારે હંમેશાં પાછળની બાજુ દહીં રાખવું જોઈએ જેથી તે પુષ્કળ ઠંડક મેળવી શકે. વળી, હંમેશા દહીંને પ્લેટથી ઢાંકી રાખો. કારણ કે દહીં ખૂબ જ ઝડપથી અન્ય ખાદ્ય ચીજોની સુગંધ ગ્રહણ કરે છે.
તેનાથી દહીં જલ્દી ખાટા થવાનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં, ફ્રિજ ગેટની પાસે ક્યારેય દહીં ન રાખશો. જો તમે આવુ કરો છો તો તેને ઓછુ કુલિંગ મળશે અને દહી પણ ખાટુ થઈ જાય છે.
દહીં ખાટુ ન થાય તે માટે તમે આ 3 સરળ ટીપ્સ અજમાવી શકો છો. રસોઈની આવી ટિપ્સ મેળવા અને શીખવા માટે વાંચતા રહો આપણી પોસ્ટ અને જોડાયેલા રહો આપણા પેજ સાથે.