ડાયાબીટીસના દર્દી માટે વરદાનરૂપ છે આ ફળ, તેને ખાવાથી થશે 10 ફાયદા.

Health

ઉનાળો હોય કે શિયાળો જામફળ બધી ઋતુમા મળી રહે છે. જામફળની તાસીર ઠંડી હોય છે. જે પેટના ઘણા રોગોને દૂર કરવામાં રામબાણ સાબિત થાય છે. જામફળ ખાવાથી કબજિયાત થતો નથી. પરંતુ તેમાં રહેલા પોષક તત્વો ડાયાબીટીસ અને મેદસ્વીપણા જેવા ગંભીર રોગોથી બચવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ જામફળ ફાયદા કે જે સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે.

100 ગ્રામ જામફળમાં પુષ્કળ પ્રમાણમા ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. દરરોજ જામફળનું સેવન કરવાથી વિટામિન 152 મિલિગ્રામ, 7 ગ્રામ ફાયબર, 33 ગ્રામ કેલ્શિયમ અને આયર્ન શરીરને મળી રહે છે. આ સિવાય જામફળના પાંદડામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઇન્ફ્લામેટરી જેવા ગુણ હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે.

(૧) ડાયાબીટીસ :- જામફળ એ બ્લડ શુગર ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ડાયાબીટીસના દર્દી છો તો છાલ વિનાના જામફળનું સેવન કરો કારણ કે તેમાં હાજર રહેલ એન્ટિ-હાયપરલિપિડેમિક ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે.

(૨) વજનનુ નિયંત્રણ :- મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન રહે છે. આવામા બધા ફળો ખાવાએ ફાયદાકારક સાબિત થાય છે. જો જામફળની વાત કરવામા આવેતો જામફળમા ફાયબરની માત્રા વધુ હોય છે જે વજનને નિયંત્રણમાં રાખે છે. એટલું જ નહીં બધા ફળ કરતા જામફળમા ઓછી કેલરી હોય છે.

(૩) કેન્સરથી રક્ષણ :- જામફળમાં રહેલ એન્ટીઓક્ષીડન્ટ લાઇકોપીન અને વિટામિન સી કેન્સરનું કારણ બને તેવા કણો સામે લડે છે. આ ફળનું સેવન કરવાથી સ્તન કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સર સામે રક્ષણ મળે છે. અભ્યાસની મદદથી જાણવા મળ્યું છે કે જામફળના પાનમાંથી મળતો અર્ક કેન્સર જેવા જીવલેણ રોગોથી બચવામાં મદદ કરે છે.

(૪) નબળી પાચનશક્તિ :- જામફળમાં ફાઈબર હોય છે જે અપચો, ગેસ અને પેટની સમસ્યાથી રાહત આપે છે. જામફળમાં રહેલ એન્ટિમાઇક્રોબીયલ ગુણ આંતરડાના રોગો સામે લડવામાં અને રોકવામાં મદદ કરે છે. આ સિવાય તે પાચનશક્તિને પણ મજબુત બનાવે છે.

(૫) આંખને લગતી બીમારીથી બચાવે છે :- લાંબા સમય સુધી ટીવી, કમ્પ્યુટર, મોબાઈલ અને પૌષ્ટિક આહારના અભાવને કારણે નાની ઉંમરે આંખો નબળી થવા લાગે છે. આવી સ્થિતિમાં જામફળ ખાવાએ ફાયદાકારક સાબિત થાય છે. જામફળમા વિટામિન-સી ના લીધે આંખની જોવાની ક્ષમતા મજબુત બને છે.

(૬) મોઢામા પડતા ચાંદા :- જો તમને મોઢામા ચાંદા પડતા હોય તો હવે જામફળના પાનને અજમાવો. જામફળના નરમ પાન ધોઈ લો અને તેને યોગ્ય રીતે ચાવવા જેનાથી 1 થી 2 દિવસમાં મોઢામા પડેલ ચાંદાથી રાહત મળશે.

(૭) કરચલીઓથી છૂટકારો મેળવો :- જો તમે પણ વધતી ઉમરને કારણે મોઢા ઉપર પડતી કરચલીઓને દૂર રાખવા માંગો છો તો જામફળના પાનનો ઉકાળો પીવો અને આ ઉકાળો કરચલીઓને પણ ઘટાડશે અને ત્વચાને કડક બનાવશે. જો તમે ઉકાળો પીવા માંગતા ન હોવતો તમે રૂ ની મદદથી મોઢા ઉપર લગાવીને અડધા કલાક સુધી તમારા ચહેરા પર રાખી શકો છો. ત્યાર બાદ ઠંડા પાણીથી મોઢાને સાફ કરી નાખવુ.

(૮) ખીલથી રાહત :- જામફળના પાનમાં એન્ટી સેપ્ટિક ગુણ હોય છે જે બેક્ટેરિયાથી થતાં ખીલ અને કાળા ડાઘા દૂર કરવામાં મદદ કરે છે. જામફળના પાંદડાને સારી રીતે ખાંડીને પેસ્ટ ત્યાર કરો આ પેસ્ટને ખીલ અને કળાડાઘા ઉપર લગાવો. આ પછી ચહેરોને પાણીથી સાફ કરી નાખો.આનો સતત ઉપયોગ કરવાથી તમને થોડા દિવસોમાં ઘણો તફાવત જોવા મળશે.

(૯) બ્લેકહેડ્સથી છૂટકારો મેળવો :- બ્લેકહેડ્સ દૂર કરવા માટે જામફળનાં પાનને પીસીને પાણીમાં મિક્ષ કરી ચહેરા પર લગાવો. તેના પાંદડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ છે જે ખીલ તેમજ બ્લેકહેડ્સને દૂર કરવામાં મદદ કરે છે.

(૧૦) વાળ માટે ફાયદાકારક :- જામફળના પાન વાળ માટે ખુબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના પાનને પાણીમાં ઉકાળો. પાણીને ઠંડુ કરો અને વાળ અને વાળના મૂળમાં સારી રીતે લગાવો. થોડા સમય પછી વાળ ધોઈ લો. આનાથી વાળ મુલાયમ, કાળા અને મજબૂત બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *