સમય ઓછો અને રકમ મોટી છે પણ આપણા ગુજરાતીઓના હદય તેના કરતા પણ મોટા છે પણ….

News

માત્ર 4 માસના બાળકને 20 દિવસમાં આખું ગુજરાત ઓળખતું થઈ ગયું એ સોશ્યલ મીડિયા અને ડિઝિટલ ટેકનોલોજીનું હકારાત્મક પાસું છે. કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડાતા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે સરકારી કરવેરા બાદ કરતાં 16 કરોડ જેવી માતબર રકમની જરૂરી છે. એક મધ્યમવર્ગીય પરિવાર માંડમાંડ પોતાની જરૂરિયાતો પૂરી શકતા હોય એવી સ્થિતિમાં આટલી મોટી રકમ તો ક્યાંથી ખર્ચી શકે ?

કોઈપણ માતા-પિતા એના સંતાનનો જીવ બચાવવા આકાશ-પાતાળ એક કરે એ સ્વાભાવિક છે. ધૈર્યરાજસિંહના પિતા રાજદીપસિંહે સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા જાહેર જનતા પાસેથી ફંડ મેળવવાનું નક્કી કર્યું. 16 કરોડ જેવી રકમ એકઠી કરવી કોઈ સામાન્ય બાબત નથી.

જ્યારે ‘ઇમ્પેક્ટ ગુરુ’ દ્વારા ઓનલાઈન ફંડ એકત્રિત કરવાનું શરૂ કર્યું ત્યારે ઘણા લોકોને લાગ્યું હશે કે આવી રીતે તે કંઈ રકમ ભેગી થતી હશે ? બે-પાંચ લાખ ભેગા કરવા હોય તો હજુ સમજ્યા પણ 16 કરોડ આમ કેમ ભેગા થાય ?

ભગવાન અને જનતા પર વિશ્વાસ રાખીને ધૈર્યરાજસિંહને નવજીવન આપવા માટે શરૂ થયેલી આ મુવમેન્ટને આજે 19 દિવસ થયા. આ નાના બાળક પર લોકોએ પ્રેમનો એવો વરસાદ વરસાવ્યો છે કે કોઈ કલ્પના પણ ન કરી શકે.

19 દિવસના ટૂંકા સમયમાં 7 કરોડ 90 લાખથી વધુ રકમ લોકોએ ઓનલાઈન જમા કરાવી દીધી છે. 10 રૂપિયાથી શરૂ કરીને લાખો રૂપિયા સુધીની મદદ સૌ પોતપોતાની શક્તિ પ્રમાણે કરી રહ્યા છે.

ગુજરાતના જુદા જુદા શહેરોમાં અને જાહેર રસ્તાઓ પર સુખી-સંપન્ન પરિવારના યુવાનો કોઈ જાતનો સંકોચ કે શરમ રાખ્યા વગર ધૈર્યરાજસિંહ માટે મદદ માંગી રહ્યા છે. લોકો પણ હસતા હસતા મદદ કરી રહ્યા છે અને સાથે સાથે બાળકના નિરામય દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના પણ કરી રહ્યા છે.

જેમની કોઈ ઓળખાણ ન હોય એવી અજાણી વ્યક્તિ માટે પણ લોકો હેત વરસાવે, મદદ કરે, મદદ માંગે, પ્રાર્થના કરે એ જોઈને, સાંભળીને, વાંચીને હૃદયને ટાઢક પહોંચે છે. ધૈર્યરાજસિંહની સારવાર માટે જરૂરી રકમ ગરવા ગુજરાતીઓ બહુ ઝડપથી પૂરી કરી દેશે એવો પૂર્ણ વિશ્વાસ છે.

જો તમે પણ મદદ કરવા માંગો છો તો નિચે લિંક આપેલી છે તેના પર કલિક કરીને તમે ફુલ નહી તો ફુલની પાંખડી જેટલી રકમ પણ આપી શકો છો અને આ આર્ટિકલને બને એટલા લોકો સુધી પહોંચાડો, જેથી લોકો દ્વારા સમયસર દાન મળી રહે અને આપણે ધૈર્યરાજસિંહને નવું જીવન આપી શકીએ.

મદદ કરવા માટેની લિંક:- https://www.impactguru.com/fundraiser/help-dhairyarajsinh-rajdipsinh-rathod?fbclid=IwAR3E85y0S6s-hvNdn25yR9a9CfyYrDq-hHs7cbzq-qbhQLVabCaOHlJj7mw

ઉપર આપેલી લિંક પર કલિક કરીને તમે તમારી ઇચ્છા શક્તિ પ્રમાણે જે રકમ આપવી હોય તે આપી શકો છો. અને આ આર્ટિકલ વધારે લોકો સુધી પહોંચે એ માટે શેર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published.