ઘણા ગ્રંથોમાં શનિદેવ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ મળી આવે છે. તેમાંથી એક વાર્તા રાજા દશરથ સાથે પણ સંબંધિત છે, જ્યારે તે શનિદેવ સામે લડવા તૈયાર થયા હતા. રાજા દશરથ અને શનિદેવની યુદ્ધની આ વાર્તા પદ્મ પુરાણમાં આવેલી છે.

શા માટે રાજા દશરથ શનિદેવ સાથે લડવા માંગતા હતા …
- પદ્મ પુરાણ અનુસાર, જ્યારે અયોધ્યાના રાજા દશરથ હતા, ત્યારે જ્યોતિષીઓએ તેમને કહ્યું હતું કે શનિદેવ કૃતિકા નક્ષત્રના અંતમાં પહોંચી ગયા છે અને તેઓ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરીને આગળ વધશે.
- સાથે સાથે જ્યોતિષોએ રાજા દશરથને એમ પણ કહ્યું કે આને કારણે, વિશ્વમાં 12 વર્ષ સુધી ભયંકર દુષ્કાળ પડશે. બધા લોકો પાણી અને ખોરાક માટે પણ તડપશે. જ્યોતિષીઓની આ વાત સાંભળ્યા પછી રાજા દશરથે ઘણું વિચાર્યું અને તેઓ તેના દિવ્યાસ્ત્ર લઈને નક્ષત્રમાં શનિદેવ સાથે લડવા માટે ગયા.

- રાજા દશરથની આવી હિંમત જોઈને શનિદેવ ઘણા પ્રસન્ન થયા અને તેમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે રાજા દશરથે તેમને કહ્યું કે જ્યાં સુધી સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી છે ત્યાં સુધી તમારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવો નહીં.
- શનિદેવે રાજા દશરથને આ વરદાન આપી દીધું. સાથે સાથે રાજા દશરથે એમ પણ કહ્યું હતું કે તમે આજથી કોઈ દેવ, દાનવ, મનુષ્ય, પ્રાણી, પક્ષી વગેરે જેવા કોઈ પણ પ્રાણીને ત્રાસ આપશો નહીં.

- ત્યારે શનિદેવે કહ્યું કે જે કોઈ પણ દેવ, દાનવ, મનુષ્ય, પ્રાણી, પક્ષી વગેરે જેવા કોઈ પણ પ્રાણી મારી વિધિ-વિધાન સાથે પૂજા કરશે. હું તેને ક્યારેય મુશ્કેલી નહીં આપીશ અને હંમેશા તેનું રક્ષણ પણ કરીશ. આ રીતે, રાજા દશરથ શનિદેવ પાસેથી વરદાન લીધા પછી પૃથ્વી પર પાછા ફર્યા.