ગુજરાતનું ગૌરવ: અમદાવાદની ધ્વનિ એ આટલી નાની ઉંમરમાં US પાયલોટ બનીને મેળવી મોટી સફળતા…

News

સપનાઓ આસમાનની ઊંચાઈઓ સુધી પહોંચવાના હોય. અને ઈરાદાઓ મક્કમ હોય.તો ભગવાન પણ ત્યાં સુધી પહોંચતા અટકાવી શક્તો નથી.આવી જ સફળતા અમદાવાદની એક માત્ર 20 વર્ષિય દીકરીએ મેળવી છે. જેણે પોતાનું પાયલોટ બનવાનું સપનું તો પૂર્ણ કર્યું જ છે.પરંતુ હવે તે અમેરિકામાં વીમાન ઉડાવશે.

20 વર્ષની ધ્વનિ ઉડાવશે ફ્લાઈટ:
કહેવાય છે ને કે, “સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય” આવી જ સિદ્ધિ અમદાવાદની દીકરી ધ્વની પટેલે હાંસિલ કરી છે. જે માત્ર 20 વર્ષની જ છે. પરંતુ તેની અમેરિકામાં કોમર્શિયલ ફ્લાઈટ માટે પાયલટ તરીકે પસંદગી થઈ છે. અમેરિકામાં નોકરી મેળવવી અને તે પણ એક પાયલટ તરીકે. એટલે કે, લોઢાના ચણા ચાવવા બરાબર છે. પરંતુ ધ્વનીએ તમામ પ્રકારના પડકારો અને ટફ કોમ્પિટિશન વચ્ચે પણ બાજી મારી છે. અને હવે તે અમેરિકામાં હવાઈ ઉડાન ભરશે.

દોઢ વર્ષે ધ્વનિએ ગુમાવી હતી માતા:
ધ્વની અંગે વાત કરવામાં આવે તો તે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે.અને તેના માટે તેના પિતા જ માતા પણ છે. કારણ કે, ધ્વની જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે જ તેની માતાનું મૃત્યું થયું હતું. પરંતુ ધ્વનીની માતાનું સપનું હતું કે, દીકરી મોટી થઈ પાયલટ બને. તેવામાં તેના પિતાએ માતા બનીને ધ્વનીનો ઉછેર તો કર્યો જ. પરંતુ સાથે-સાથે દીકરીને પાયલોટ પણ બનાવી.

મહિલાઓ આગળ આવે તેવો ધ્વનિનો મત:
ધ્વનીએ આજે એ સાબિત કરી બતાવ્યું છે કે, ઈરાદાઓ મક્કમ હોય તો સપનું ચોક્કસ પણે સફળ થઈ શકે છે. આ સાથે તેણે વીટીવી સાથે વાત કરતા તેના જેવી લાખો દીકરીઓને તમામ ક્ષેત્રમાં આગળ વધવા માટે પણ અપીલ કરી છે. ત્યારે વીટીવી ન્યૂઝ પણ આ દીકરીની સફળતાની સરાહના કરે છે.

Leave a Reply

Your email address will not be published.