તમારા પેટમાં ભોજન પચે છે કે સડે છે ? કેવી રીતે જાણશો કે ખોરાક પચી રહ્યો છે…

Life Style

શરીરમાં થતી મોટાભાગની તકલીફનું કારણ આપનાં પેટની સમસ્યાને કારણે થાય છે. આપણે પેટમાં ગમે તેવું ખોરાક નાખીએ છીએ તેથી પેટ બગડવાં લાગે છે. જે વ્યક્તિનું પેટ સારુ હોય તે નિરોગી રહે છે તેને કોઇ જ ખતરો નથી રહેતો. સ્વસ્થ રહેવા માટે તેથી જ પાચન તંત્રને વધારે મજબૂત કરવું જરૂરી છે. તમારી પાચનક્રિયા સારી હોય તો તમારું શરીર અને મગજ સ્વસ્થ્ય રહેશે. તેથી તેની અસર તમારી કામ કરવાની શક્તિ પર વધારે પડે છે. તેથી આપણે ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ. તેથી તમારે વધારે પડતું ભોજન ન કરવું, સમય પર ભોજન કરી લેવું અને મોડે સુધી જાગતા રહેવું નહિ. આવું ધ્યાન રાખવાથી પણ તમારી પાચન ક્રિયા સારી રહે છે.

તેથી આપણે તે જાણું જોઈએ કે આપણે જે ભોજન કરીએ છીએ તે આપણા પેટમાં જવાથી તેને કો નુકસાન તો નથી થતુને અથવા તે આપણા પેટને ખરાબ તો નથી કરી રહ્યુંને તે જાણવું જોઈએ. તે તમારા પેટને ખરાબ કરતુ હશે તો તેનાથી પાચન પણ સારી રીતે નહિ થવા દે અને તેનાથી કબજીયાત જેવી તકલીફો થવા લાગે છે. તેના માટે ઘણી સમસ્યાઓ થતી રહેતી હોય છે. કઇ સમસ્યાઓ રહે છે ચાલો તેનાં પર કરીએ એક નજર.

રોજીંદા ભોજનમાં દાળ, ભાત, રોટલી, શાક, દૂધ, દહીં અને ઘણી જાતના ફળને લઈએ છીએ. આ બધી વસ્તુ પેટમાં જાય છે ત્યારે તે પેટમાં આપણા શરીર માટે ઊર્જા ઉત્પન કરે છે. તેથી આપણા શરીરને શક્તિ મળી રહે છે. જ્યારે આપણે ભોજન કરી લઈએ છીએ ત્યારે આપણા પેટને અંદર બે ક્રિયા થવા લાગે છે. પહેલી ક્રિયા એ કે તેને પાચનક્રીયા તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી ભોજન પચે છે અને બીજી ક્રિયા એ કે તેને ફર્મેન્ટેશન કહે છે. તેનો મતલબ એ છે કે પેટમાં રહેલું ભોજન સડી જાય છે.

આપણે જે કઈ પણ ભોજન તરીકે ખાઈએ છીએ તે આપણા શરીરમાં જાય છે અને જમતા સમયે જે પેટમાં અગ્નિ પ્રજવલિત થાય છે તેને આપણે જઠરાગ્ની તરીકે ઓળખીએ છીએ. તે અગ્નિ આપણે ભોજન કરવાનું ચાલુ કરીએ ત્યારથી લઈને ભોજન પતી જાય ત્યાં સુધી ઉત્પન રહે છે. કેટલાક લોકોને ભોજન કરતા સમયે પાણી પીવાની આદત હોય છે અને ઘણા તો તેની સાથે ઠંડુ ફ્રીજનું પાણી પીવે છે. આવું કરવાથી જઠરાગ્નિ ઠરી જાય છે. તેથી પાચન કરવામાં સમસ્યા થવા લાગે છે.

તેથી જ કેહવાય છે કે, જમતા વખતે વચ્ચે પાણી ન પીવું જોઇએ. જમ્યાનાં 15થી 20 મિનિટ બાદ પાણી પીવું જોઇએ જેથી પાચન ક્રિયા સરળ થાય. આયુર્વેદ મુજબ પેટમાં આ અગ્નિ ઉત્પન થશે ત્યારે જ પેટમાં રહેલું ભોજન પચે છે અને તેનો રસ બને છે. ખોરાક પચવાથી આપણા શરીરમાં માંસ, મજ્જા, હાડકા, મળ મૂત્ર અને મેદ બને છે. પરંતુ જો આપણા પેટમાં આ અગ્નિ ઓલવાઈ જશે તો તમારા પેટમાં રહેલો ખોરાક પચી શકે નહીં અને તે સડવા લાગે. તે પેટની અંદર બગડી જાય છે. તેના કારણે આપણા શરીરમાં અનેક બિમારી થઇ શકે છે. જેવી કે યુરિક એસીડ, કોલેસ્ટ્રોલ અને હ્રદય ને લગતી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેનાથી ઘણી ગંભીર બીમારીઓ શરીરમાં પ્રવેશી શકે છે.

આપણે જો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું હોય તો આપણે પહેલા આપણા પેટને સ્વસ્થ્ય રાખવું જોઈએ. તેથે આપણે ભોજન કર્યા બાદ અડધી થી એક કલાક પછી પાણી પીવું જોઈએ અને ભોજન કરતા સમયે આપણે સાથે પાણી ન પીવું. આવું કરવાથી આપણા પેટમાં ઉત્પન થતી અગ્નિ ઓલવાઈ જશે અને ખોરાક પચાવાની જગ્યાએ તે પેટમાં સડવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *