દિવસમાં બે વાર અદ્રશ્ય થઇ જાય છે આ મંદિર, આજે પણ તે તેના આ કામ માટે માંગે છે માફી

તમે ઘણા એ પ્રાચીન અને ચમત્કારિક મંદિરો વિશે સાંભળ્યું જ હશે, પરંતુ આ મંદિર ભીજા તમામ મંદિરો કરતા વધારે અલગ છે. ભારતમાં એવા ઘણા પ્રાચીન મંદિરો આવેલા છે જે તેમની અલગ અલગ વિશેષતાઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને તેથી જ આપણા દેશ માં ભગવાન પ્રત્યેની આસ્થા પણ વધારે પ્રમાણમાં રહેલી છે. આપણા દેશમાં જ્યારે દેવી દેવતાઓની વાત કરવામાં આવે છે, ત્યારે આપણે સૌવ પ્રથમ ભગવાન શિવનું નામ લઈએ છીએ. ભગવાન શિવના ભારતમાં ઘણા બધા મંદિરો આવેલા છે. તેનામાં કેટલાક મંદિરોના તો તમે ચમત્કારો જોયા અને સાંભળ્યા હશે. પરંતુ અત્યારે અમે તમને ભગવાન શિવના જે મંદિર વિષે જણાવવા જઈ રહ્યા છીએ. તે મંદિર દિવસમાં બે વખત સમુદ્રમાં ડૂબી જાય છે અને ભગવાન શિવના ભક્તોને દર્શન આપવા પાછુ ઉપર પણ આવે છે.

કૈમ્બે નામના સમુદ્ર કિનારે આવેલું ભગવાન શિવનું આ ખુબજ અનોખુ છે. આ ચમત્કારિક મંદિર દિવસમાં સવારે અને સાંજે એમ બે વાર દરિયામાં ડૂબી જાય છે અને પછી ભગવાન શિવના ભક્તોને દર્શન આપવા માટે પાછું બહાર આવે છે. ગુજરાતનું આ ચમત્કારી મંદિર સ્તંભેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર સાથે સંકળાયેલા ઘણા ચમત્કારો એવા પણ છે જેં વિષે તમે જનતા નહી હોવ…

શિવપુરાણ અનુસાર તારકસુરા નામના રાક્ષસે તપશ્ચર્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. આ અસુરની તપસ્યાથી પ્રસન્ન થયેલા ભગવાન શિવએ તેમને ઇચ્છિત આશીર્વાદ(વરદાન) આપ્યો. અને આ વરદાન અનુસાર શિવના પુત્ર સિવાય કોઈ પણ પ્રાણી આ રાક્ષસનો વધ કરી શકતો ન હતો. તે અસુરને મારવા માટે શિવનો પુત્ર પણ છ દિવસનો જ હોવો જોઈએ.

આ વરદાન ને પ્રાપ્ત કર્યા પછી આ અસુરે ત્રણેય લોકમાં ભારે વિનાશ સર્જ્યો, જેના કારણે તમામ દેવો અને ઋષિઓ ભગવાન શિવ પાસે આવ્યા અને તે અસુરને મારી નાખવા માટે ની પ્રાર્થના કરી. અને ત્યારે શિવજીના પુત્ર કર્તિકેયએ તેના જન્મના છઠ્ઠા દિવસે આ અસુર તાડકાસુરનો વધ કર્યો

તે અસુરાના મૃત્યુ પછી, કાર્તિકેયને ખબર પડી કે તે એક શિવભક્ત હતો, જેના કારણે કાર્તિકેયને ઘણી શરમ અનુભવાઈ. આ કાર્ય માટે ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને એક ઉપાય બતાવતા કહ્યું કે તે આ જગ્યાએ એક શિવલિંગની સ્થાપના કરે અને દરરોજ માફી માંગે. અને ત્યારથીજ આ મંદિર દરરોજ દરિયામાં ડૂબી જાય છે અને ફરી પાછું બહાર આવીને તેના તે આ કાર્ય માટે માફી માંગે છે.

આ રીતે, આ શિવલિંગ અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે અને ત્યારથી જ આ મંદિર ને સ્તંભેશ્વર મહાદેવ નાં મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહી સ્થાપિત શિવલિંગ 4 ફૂટ ઉંચી અને 2 ફૂટ વ્યાસ વાળી છે. આ પ્રાચીન મંદિરની પાછળ આવેલો અરબી સમુદ્ર તેના સુંદર દેખાવ ના કારણે ત્યાં આવતા તમામ પ્રવાસીઓના મનને ઘણો આકર્ષે છે.

અહી મહાશિવરાત્રી અને દરેક અમાવસના દિવસે એક મોટો મેળો ભરાતો હોય છે. અહી પ્રદોષ વ્રત, પૂર્ણ માસી(પૂનમ) અને એકાદશીની રાત્રીના ચારે પહોરમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. ‘સમુદ્ર’ દ્વારા સ્તંભેશ્વર મહાદેવના આ જલાભિષેકનો અદભૂત નજારો જોવા માટે દૂર-દૂરથી ભક્તો અહીં આવતા હોય છે.

ભગવાન શિવના આ મુખ્ય મંદિરની બાજુમાં એક બીજું મંદિર અને નાનું આશ્રમ બનાવવામાં આવ્યું છે, જે સમુદ્ર સપાટીથી 500 મીટરની ઉંચાઇએ આવેલું છે. આ મંદિરની મુલાકાત માટે એક દિવસ અને રાત નો સમય આપણે જરૂર કાઢવો જોઈએ. જેથી આપણે અહીં બનતા તમામ ચમત્કારિક દ્રશ્ય જોઇ શકીએ. સામાન્ય રીતે, ભરતીની અસર સવારે ઓછી હોય છે, તેથી તે સમયે મંદિરની અંદર રહેલી શિવલિંગ ને જોવા માટેનો શ્રેષ્ઠ સમય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live