પાકિસ્તાનમાં ગુજરાતી ડોક્ટર સાથે બનેલી સત્ય ઘટના, આ વાંચીને તમારા રુંવાડા ઉભા થઇ જશે…

Story

ભિલોડાની મતદાર યાદીમાં પરદેશી તરીખે નોંધાયેલા લોકોની યાદી હું જોઈ રહ્યો હતો, આવી યાદી ધારીમાં પણ મેં જોઈ હતી સામાન્ય રીતે ચૂંટણીઓ દરમયાન જે તે વિભાગના ચૂંટણી અધિકારીઓ આ યાદી જોઈ લેતા હોઈ છે, ભિલોડાની યાદીમાં ડોકટર છગનલાલ ખત્રીનું નામ હતું.

સાબરકાંઠા ભિલોડામાં ડોકટર છગનલાલ ખત્રી રહેતા હતા, તે મૂળ પાકિસ્તાન થી નિર્વાસિત તરીકે આવેલા અને ભારત માં તેમને આશરો મળેલો, મારી મુલાકાત તેમની સાથે 1991 માં થયેલી . કામનો સંદ્રભ એ હતો કે તેવો ભારતીય નાગરિક થવાનો પ્રયત્ન કરતા હતા. તેમની મૂળ અરજી સ્થાનિક તંત્ર દ્વારા પ્રોસેસ થઈને ભારત સરકારના વિદેશ વિભાગ પાસે પેન્ડિંગ હતી

તેમને મને કરેલી વાત કઈક આવી હતી, થારપરકાર ના રણમાં તેમનું પિતૃક ગામ આવેલું છે, ગામનું નામ મીઠી, મીઠીમાં તેમનો જન્મ ગોવિંદલાલ ના પાંચમા પુત્ર તરીકે થયો, સિંધ ના હિંદુઓ પાકિસ્તાન માં સારું નામના રાખી ના શકે, છગન કે કચરો શું રાખવું?? કોઈ એ ગોબર પણ સૂચવ્યું, છેલે ઓળી જોળી પીપલ પાન ફૈબા એ રાખ્યું છગન નામ, છગન નામ કૈક ઠીકઠાક પણ હતું. છગનભાઇ ફૈબાનું નામ હતું લાલી, લાલી ગોવીન્દલાલા ખત્રી, છગનભાઇ ભણવામાં કાબેલ, પાકિસ્તાન ની મેડીકાલ કોલેજ માં MINORITY ની બેઠક ઉપર પ્રવેશ મળી ગયો, પાકિસ્તાન માં પણ ડોકટર ભણી ને બહાર આવે એટલે એમ.બી.બી.એસ કહેવાય.

છગનલાલ ચા ના શોખીન, સૌરાષ્ટ્ર માં હોય તેવી હોટલો પાકિસ્તાન માં પણ ખરી, હોટલ ઉપર ઉર્દુ માં બોર્ડ માર્યું હોય, અહી હિંદુ માટે ચાના કપ જુદા રાખવા માં આવે છે, છગનલાલ દાકતરી નું ભણતા હોવા છતાં કોઈ મુસ્લિમ મઝુર આવે તો બાકડા ઉપર થી ઉઠી ને બેસવા જગ્યા આપવી પડે, આપડે ત્યાં પણ અસ્પૃશ્યતા ની સ્થિતિમાં આવા બોર્ડ અને બાકડા હતા જે કાનૂન થી દૂર કરવા પડેલા, કાનૂનથી કેટકેટલા સુધારા થઇ શકે ?

આટલા તિરસ્કૃત વ્યહવાર વચ્ચે રહી ને છગનલાલ દાકતરી નો અભ્યાસ કરતા એક સામન્ય વ્યક્તિ અને હોશિયાર વિદ્યાર્થી તરીકે તે મોટા થઇ રહ્યા હતા, હવે આવીએ અપડે લાલીની વાત ઉપર લાલી ની વાત જુદી હતી, અત્યત દેખાવડી દીકરી, છગન લાલ કરતા દસ વરસ મોટા, પાકિસ્તાન માં ઘરની બહાર મહિલાથી નીકળી શકાય નહિ, અભ્યાસ કરવો જોખમી, જેથી લાલીએ ઘર ના કામ અને ભરત ગુથણ માં મન પરોવ્યું, આમ છતાં વખત વધે તો છગનલાલ ના પુસ્તકો વાચે.

છગન લાલ કોલેજ માં ભણે લાલી ઘરે ભણે, આ રીતે લાલીને કેટલીય પ્રાથમિક સમજ આવી ગયી શરીર વિષે, શરીર ની સારવાર વિષે, છગનલાલ ડાક્ટરનું ભણતા હતા, લાલી ફૈબા મેડિકલ પુસ્તકો વાંચી અને છગનલાલને પૂછી પૂછી… છગનલાલ દાક્તર બને તે પહેલા લાલી ફઈ સુયાણી બની ગયા, ગમે તેવી અઘરી ડિલિવરી તે કરાવી સકતા બ્રીચ ડિલિવરી પણ તે કરાવતા, મીઠી ગામ માં સર્જરીની કાતરથી નવજાત બાળકની નાળ કાપી, માને બાળક સોંપતા લાલી ફઈ કોઈ ફરીસ્તાથી કમ ના હતા.

એક બાજુ છગન લાલ દાકતર બની ગયા, બીજી બાજુ લાલી અનુભવ થી સુયાણી બની ગયી, પાકિસ્તાનના નાના ગામમાં ઉપેક્ષા, અપમાન, અવહેલના રોજીદા બની ગયા હતા… કાફીર નામની નાની ગાલ તો તે રોજ સાંભળતા, તેમને હંમેશા પ્રશ્ન થતો ? કઈ સમજણ ના આધારે આવું વર્તન થતું હશે આવું ? ગોવિંદલાલ ના સંતાનોને સમજાતું ના હતું કે પાકિસ્તાન ઈસમીક રિપ્લિક ઓફ પાકિસ્તાન છે, હિંદુઓને પીડિત કરવા તેની સમજનજ નહિ ફિતરત પણ છે, દિવસે દિવસે પરિસ્થિતિ બગડતી જતી હતી, જૂની પેઠી ના કેટલક સારા માણસો પણ હવે અંતર રાખી ને વાત કરતા થઈ ગયા, તે વખતે ગામ માં જુવાન મુસ્લિમો ના ઘણા કેમ્પ થતા, જગત ને જીતવા નીકળ્યા હોઈ તેમ નારા બાજી થતી, નાના ગામ ના માસુમ હિંદુ કુટુંબો ફફડતા… શું થશે ?? ત્યાંના મુસ્લિમ સમાજમાં “હજે અકબરી “..એક ધાર્મિક રસમ હતી, થર પાર્કરમાં એવું મનાતું કે કોઈ હિંદુ છોકરી ને CONVERT કરવાથી હજે અકબરી નું પુણ્ય મળે, એક માટેનું પુણ્ય બીજા માટે પીડા કેમ બનતું હશે ?

પ્રસુતાની પીડા અને પીડાનો ઉપાય આપડા આ લાલી દાયણ બરાબર જાણી ગયા હતા, એટલેજ તો છગન લાલ મુસ્લિમ ઘરો માં ડીલીવરી કરવા જાય ત્યરે દાયણ તરીકે લાલી ગોવિંદલાલ ખત્રી તેમની સાથે હોય, ૧૯૬૫ નું યુદ્ધ પૂરું થવામાં હતું… અયુબ ખાન મગરીબની નમાઝ લાલકિલા ઉપર પઢવા માંગતા હતા પણ અંતે હાર માની, બરાબર આ સમય ગાળામાં ડોકટર છગન લાલાને બાજુ ના પરગણા માંથી મોહમુદ કુરેશી નામના મોલવીની ત્રીજી બીબી ના પાચમા સંતાન ની સુવાવડ કરાવવા નોતરું આવ્યું …

મોલાના મોમદ ધરમ અને જમીનદારી ના જોરે એ વિસ્તાર નો પીર બની ગયેલો, સરહદ ના ગામો માં એની હવેલીને લોકો પીરનો કિલ્લો કહે, દાક્તર પોતાની દાકતરી ની બેગ અને તેમના મદદનીશ લાલી દાયણ સાથે પીર ના કિલા માં પ્રવેશ્યા, અંદર ઉભેલા બેરખના ચોકીદારે છગનલાલને રોક્યા.. છગન તું મોડો પડ્યો છે …..બેગમ કો બચ્ચા હો ગયા.

દાક્તર સાહેબ માટે તુંકારો નવો ના હતો પણ પછી જે ચોકીદારે કહ્યું તે સહન કરવું શક્ય ના હતું, ચોકીદારે લાલીનો હાથ પકડીને કહ્યું બીબી ની સેવા માટે લાલી એ રોકાવું પડશે, તમે પરત જઈ શકો છો, જવાનો બંદોબસ્ત કરાયેલો છે. છગનલાલ ને બહાર રોકી દેવાયા અને લાલી ને ઝડપથી તે કઈ સમજે તે પહેલા હવેલીની અંદર ખેચી લેવાય.

છગનલાલે બસ તે દિવસે લાલી ને છેલ્લે જોઈ, બેબશ છગનલાલ સમગ્ર મામલો સમજી ગયા, તમામ તાકાત લગાવી તેને અંદર જઇને ને લાલી ને પાછી મેળવવાની કોશિશ કરી, પ્રતિકાર ને કારણે તેમનો હાથ અને દાકતરી ની બેગ તૂટી ગયા, તેમને ઢસડી ને બહાર લાવવામાં આવ્યા, બહાર એક ઉટ સવારી માટે તેયાર હતું … સરહદી વિસ્તારોમાં યુદ્ધ તો બંધ થઇ ગયું હતું છતાં પણ છૂટક છૂટક ગોળીબાર ચાલુ હતો, લાલીને પીરના કિલ્લામાં ખેંચી લેવાઈ, જયારે માર મારી ર્ડો છગનલાલને કણસતી હાલતમાં ઉટ ઉપર બાંધી થર પાર્કર ના રણ માં મરવા માટે જીવતા છોડી દેવાયા, ઉટ ને રણ માં ગતિ પકડાવવા એક જત સવાર લગો લગ દોડતો હતો, સરહદ ઉપર પણ પાન ના ટોપલા ની તસ્કરી કરતુ ઉટ ક્યાં જવાનું છે તે જાણતું હતું પણ આજે રણ માં જુદી સ્થિતિ હતી.

બંને સેના વચ્ચે થતા છૂટક છૂટક ફાઈરિંગ ના કારણે ભડકેલું ઉટ દિશાશૂન્ય બન્યું હતું, જત સવાર નો સાથ છૂટતા ગોળીબાર વિરુધ ની દિશા માં ઉટ દોડવા લાગ્યું, ઉપર બંધાયેલા છગન લાલ તૂટેલા હાથ સાથે પાન ના ટોપલા ની જેમ ઉંટની પીઠ ઉપર ઝૂલી રહ્યા હતા, ધીમે ધીમે હોશ ગુમાવી રહેલા ડોકટરે થરપારકર ના રણને જોવા નજર ઊંચી કરી, ઊંટ ઉપર ઊંધા લબડતા ડોક્ટર છગનલાલને છેલે થરપારકર ના રણ માં ઉભેલું એક ઝાડવું અને ઝાડવા ઉપર માનતા ની બંધાયેલી ચુંદડી દેખાણી.

તપેલા રણ વચ્ચે બાવળના છાંયે ઉભેલી દેરડી અને બાવળ ઉપર ફરકતી ચૂંદડી છગનલાલની આંખની કીકી ના પડદા ઉપર તરડાઈ તરડાઈ ઊંટની હાલ સાથે પછડાતી હતી. બાલ ઉપર બાંધેલી ચૂંદડી ઘડીક ઊંચી જાય, ઘડીક નીચી જાય, ચૂંદડીનો રંગ લીલો હતો, છગનલાલની આંખમાં ઉપસી આવેલા લોહીના ટશિયા લાલ હતા… પીરના કિલ્લામાં ખેંચાઈ લેવાયેલી છગનલાલની ફઈ લાલી એ પહેરેલી હતી ચુંદડી લીલા રંગની હતી, ઊંટ પૂરવેગથી લબડતા છગનલને હિંદભૂમિ તરફ લઇ જય રહ્યું હતું.

છગનલાલ લીલી ચુંદડીથી દૂર, વતને અઝીઝ થરપારકર થી દૂર, સગી જનેતા જેવી ફઈ લાલીથી દૂર દૂર જય રહ્યા હતા, ઊંટ દોડતું હતું, ઊંટ ઉપર બંધાયેલો ડોક્ટર છગનલાલ માર ની વેદના ને કારણે ધીમે ધીમે બેશુદ્ધિ થઇ ગયા. ઊંટને અને ભુજ વચ્ચે 120 કિલો મીટરનું અંતર ક્યારે પૂરું થશે ? ભુજ ના રણ માં ભારતની સરહદ આવેલું એક નાનું ગામ, ગામની અંદર સોઢાના ખોરડાં, ખોરડાં માં મંદિર, માનો તો મંદિર અને મઠ માનો મઠ એવી જગ્યાએ હનુમાનજીના દિવા આગળ એક બાઈ લાલીને યાદ કરતી હતી બાઇનું નામ હતું સોનબાઇ

સોનબાઇ લાલીના ના ગામ ના હતા, તેવો અહીં પરણીને ને આવેલા।… આજે યુદ્ધ પૂરું થયું તે જાણીને તેમને ખુશી હતી, ભવિષ્યમાં તેવો ઊંટ ઉપર બંધાઈને ભારતની સરહદ તરફ આવતા ર્ડો છગનલાલને મદદ કરવાના હતા.

અમારું થરપારકર ચાર ભાગમાં વહેચાયેલું છે, છગનલાલ ખત્રીએ પોતાની વાત આગળ ચલાવી… છગનલાલને તો બધા ઓળખી ગયાને ?

આપડા ભિલોડાના ડોક્ટર જેમની પાસે એમ બી બી એસ ની ડિગ્રી હોવા છતાં પ્રેક્ટિસ કરી શકતાના હતા કારણકે તે પાકિસ્તાન માં ભણ્યા હતા, આ છગનલાલ બોલતા હતા હું સાંભળતો હતો, સિંધમાં 29 જિલ્લા છે એમાં એક અમારું થરપારકર . અમારા ખત્રીનું કામ કપડાં ઉપર ભાત ભાતની છાપ પાડીને વેચવાનું, મીઠી અમારું મુખ્ય ગામ ત્યાં હજુ પણ ખત્રીઓની દુકાનો છે, જોકે હિન્દૂ ખત્રી ઓછા થઇ ગયા છે ….. ખુબ ઓછા… ડો ખત્રીએ લામ્બો નિસાસો નાખ્યો.

આ સોનબાઇ કોણ ? મેં પૂછ્યું

છગનલાલ ખત્રીએ પોતાની વાત આગળ ચલાવી, અમારા મીઠીની જ દીકરી મારી ફઈ લાલીના બેનપણી, 1965 પહેલા ભારત પાકિસ્તાન ની બોર્ડર મુશ્કેલ ના હતી, બોર્ડરની બંને બાજુ લગ્નો થતા તે આ સોનબાઈને કચ્છ માં પરણાવેલ, સોનબાઇ ના સરનામાની વિગત મારી પાસે હતી, જે મને ખુબ કામ લાગેલી લાગેલી.

મેં પૂછ્યું ક્યારે તમે બોર્ડર ક્રોસ કરી ગયા તે હકીકત યાદ છે કઈ ?

હા, દિવસ મને બરાબર યાદ છે 23 સપ્ટેમ્બર 1965, યુદ્ધને પૂરું થાયે માત્ર એક દિવસ જ થયો હતો, બોર્ડર તંગ હતી ઊંટ ભાગતું હતું હું બેભાન થઇ ગયો હતો, બેભાન અવસ્થા માં પણ મને એવું લાગતું હતું કે હું ઊંધો લબડું છું અને મારુ માથું વારંવાર જમીન ની રેતીને સ્પર્શ કરે છે, મારુ ઊંટ ભારતીય લશકરની એક ટ્રુપ ના હાથ માં આવ્યું, જે ગ્રુપ ના વડા કેપ્ટિન શર્મા હતા, મિલિટરીની બેઇઝ હોસ્પિટલ માં મને સારવાર મળી, સ્વસ્થ થતા મને પહેલા મારી ચિંતા થઇ ક્યાં જઈશ ?

મને કચ્છ માં રહેતા સોનબાઇ યાદ આવ્યા, મને ખબર હતી કે સોનબાઇ મને રાખશે, ચિંતા એ વાતની હતી કે “લાલી શું કરે છે ” એમ સોનબાઇ પૂછશે તો શું કહીશ

મેં ર્ડો ખત્રીને પૂછ્યું ઊંટનું શું થયું ?

અરે હા, હું સ્વસ્થ થયો પછી મને કેપ્ટીન શર્મા એ હું અહીં કેવી રીતે આવી ગયો તે સમગ્ર હકીકત જણાવેલી, ભારતની ટ્રુપ ના હાથ ઊંટ ક્યાં અને કેવી રીતે આવ્યું તે પણ કહ્યું, ઊંટ જીવતું પકડાયેલું, મારી ઉપર થવા પાત્ર કાર્યવાહી કરીને મને સિવિલ ઓથોરિટીને સોંપતા પહેલા શર્મા સાહેબે મને મિલિટરી પશુ બેડા માં લઇ ગયેલા, મને જે ઊંટ ઉપર બાંધીને છોડી દેવામાં આવેલો તે ઊંટ પણ બતાવેલું, ઊંટના ડોક ઉપર અરબી માં લખેલું હતું “રફીક ”

રફીક એટલે મિત્ર થાઈ તેતો તમે જાણતા હશો કા ? ડો ખત્રીએ મને પૂછ્યું

શું જવાબ આપું હું ? હું ત્યાં ના હતો હું ભિલોડાની ઓફિસમાં ના હતો ….. મારુ મન પીર મોહમ્મદ ના કિલ્લા માં પહોંચી ગયું હતું, કિલ્લાની ચારે ફરતા મને ઊંટો દેખાય, હું રફીક નામના ઊંટને શોધતો હતો, હું લાલીને શોધતો હતો… થરપારકરના રણ માં કોઈ વરસાદ ના છાંટાને શોધે તેમ લાલી મને મળી નહિ, મારી કલ્પનાઓ પણ લાલીનું શું થયું હશે તેનો ઉત્તર ના આપી શકી, ફરી મારે આંખો ઉઘાડી ભિલોડાના ર્ડો છગન લાલ ખત્રી તરફ જોવું પડ્યું

છગનલાલની આંખો માં આંસુ હતા, લાલી કિલ્લાની અંદર ખેંચી લેવાઈ તેજ દિવસે લાલી ફઈ મરી ગયેલી, આપઘાત કરીને તેને પોતાના જમણા હાથની નસ સર્જરીની કાતરથી કાપી નાખેલી, એજ કાતર જેનાથી નવજાત બાળકની નાળ તે કાપતી, તેનો મૃતદેહ નું પોસ્ટમોર્ટમ મારાજ બેચ મેટ ડૉ વાડેરાએ કરેલું હતું, વાડેરા અગર વડેરા એટલે સિંધી ભાષામાં ગામનું મોટું ખોરડું અને તેમાં રહેતો મોટો માણસ થાઈ, હવે કેટલાક વાડેરા મૂયસલમાં અને કેટલાક વડેરા ક્રિસ્ટીઅન થઇ ગયા છે

પાકિસ્તાન માં હિંદુઓ માટે હિન્દૂ ધર્મસાથે રહેવું એટલે સતત યાતનામાં રહેવું (એક આડ વાત… પ્રિયંકા ગાંધીજી ના પતિદેવ પણ સિંધના વડેરા છે જેવો ક્રિસ્ટીઅન થયા પછી વાડ્રા તરીખે ઓળખાઈ છે ) ખેર છગનલાલ આગળ વાત કરતા પહેલા એક વધુ ડૂસકું ભરી ગયા, 1969 માં મને સમગ્ર બાબતની ખબર પડી.. રડતા રડતાંજ ડૉ ખત્રી એ કહ્યું।……. આજે મને હું મેડિકલ કોલેજ માં ભણતો ત્યારે સુવાવડ શીખી રહેલી મારી ફઈ લાલી એ પૂછ્યું હતું તે પ્રશ્ન હવે યાદ આવે છે, લાલીએ મને પૂછ્યું હતું કે આપઘાત કરવાનો સહેલો રસ્તો કયો ? ત્યારે મને ખબર ના હતી કે દાક્તરે પણ કેટલાક સવાલ ના જવાબ આપવાના હોતા નથી.

છગન લાલ હવે ક્યાં રહે છે તે ખબર નથી, તેમને કદાચ ભારતીય નાગરિગતા મળી ગઈ છે તેવું મેં સાંભળેલું, સીટીઝન એક્ટના નવા સુધારાથી હઝારો લાલી માં ભારતી ના શરણમાં પછી આવી શકશે.

Leave a Reply

Your email address will not be published.