દુધી એટલી ગુણકારી છે જે શરીરને બીમારીથી બચાવીને રાખે છે. દુધીમાં 12% પાણી અને ફાઈબર વધારે પ્રમાણમા હોય છે. દુધીનુ શાક બનાવીને બધા જ ખાતાહોય છે પણ જો તમે રોજ સવારે ખાલી પેટ દુધીનુ જ્યુસ બનાવીને પીશો તો બીમાર પડવાની શક્યતા ખુબજ ઓછી રહે છે. દુધીનુ જ્યુસ બનાવીને જરૂરથી ચાખી લેવું. જો જ્યુસનો સ્વાદ કડવો હશે તો પેટ મા ગેસ અને અપચો થવાની સંભાવના રહે છે.

દુધીનુ જ્યુસ બનવવાની રીત :-
૧) દુધી :- ૨૫૦-૩૦૦ ગ્રામ
૨) ફુદીનો :- ૫-૬ પાન
૩) ધાણજીરું :- ૧ ચમચી
૪) મરી :- ૧ ચપટી
૫) મીઠું :- સ્વાદ અનુસાર
દુધીની છાલ ઉતારીને ધોઈને પાણીમાં ટુકડા કરવા પછી કટકા કરેલી દુધી અને ફુદીનો નાખીને વાટી નાખવું અને પછી તેમાં ધાણાજીરું મરી અને સ્વાદ અનુસાર મીઠું નાખી ને સારી રીતે હલાવું આ રીતે જ્યુસ તૈયાર કરો.

દુધીનુ જ્યુસ પીવાના ફાયદા :-
૧) બ્લડ પ્રેશરને કંટ્રોલમા રાખે :- બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તેવા લોકોને દુધીનુ જ્યુસ પીવાથી ઘણી બધી રાહત મળે છે. દુધીમા પોટેશિયમ વધારે પડતું હોવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ મા રહે છે.
૨) શરીરની ગરમી દુર કરે છે :- શરીરની ગરમી વધતા માથું દુખવું અને અપચાની સમસ્યા ઉભી થાય છે. આનાથી રાહત મેળવા માટે દુધી નુ જ્યુસ પીવાનુ રાખવું.આનાથી પાચન ક્રિયા મજબુત બને છે.
૩) વજનમા ઘટાડો :- વધારે પડતા મોટા શરીરવાળા લોકો વજન ઘટાડવા માટે શું નથી કરતા? તે કલાકો સુધી જીમ મા પરસેવો પાડે છે અને ડાયટિંગ કરે છે.જેનાથી શરીર કમજોર પડવા લાગે છે. વજન ઘટાડવા માટે નો સૌથી સરળ રસ્તો એક જ ઉપાય છે દુધીનુ જ્યુસ ખાલી પેટે પીવાથી તમારી ભૂખને કન્ટ્રોલમાં રાખે છે અને નબળાઈ પણ આવતી નથી.

૪) કબજિયાતમા રાહત :- દુધીની અંદર વધારે પ્રમાણમા ફાઈબર હોવાથી પાચન ક્રિયા મજબુત બને છે. દુધીના જ્યુસને પીવાથી એસીડીટી અને કબજિયાત મા રાહત મળે છે.
૫) લીવર પરના સોજાને દુર કરે છે :- ઘણીવાર તીખું-તળેલું ખાવાથી અને દારૂ પીવાથી લીવર પર સોજો આવી જાય છે. આ સમસ્યા માથી રાહત મેળવા માટે દુધી અને આદુનુ જ્યુસ બનાવી ને પીવાથી તરત જ રાહત અનુભવાય છે.