શા માટે ગાડીઓમાં ઓઇલ બદલવું જોઈએ ? ઓઇલ બદલાવથી થાય છે ગાડી અને પૈસાનો ફાયદો..

Life Style

જો તમારી પાસે કોઈ પણ બાઈક કે કારહોય તો તમે તેમાં સમયસર એન્જિન ઓઈલ બદલાવો છો? જો જવાબ હા તો એ સારી વાત છે અને જવાબ ના હોય તો પછી તમારે આ બેદરકારી છોડી દેવી જોઈએ. ગાડીમાં એન્જિન ઓઈલ બદલવામાં મોડું કરવાથી મોટું નુકસાન થાય છે. તેનાથી ગાડીને તો નુકસાન છે જ અને સાથે સાથે એ આપણા ખિસ્સા પર પણ તેની અસર થશે.

તમારી ગાડીમાં એન્જિન ઓઈલનું સૌથી મહત્વપૂર્ણ કામ એન્જિનના દરેક ભાગને લુબ્રિકેશન એટલે ઘર્ષણ વિનાનું બનાવવાનું છે. તે એન્જિનના પાર્ટસને સુરક્ષિત રાખે છે અને એકબીજા સાથે ઘસાતા બચાવે છે. જો સમયસર ઓઈલ ચેન્જ ન કરાવો તો તેમાં ઘર્ષણ ઓછું કરનારા તત્વ ઓછા થઈ જાય છે અને તેની એન્જિન પર ઘણી ખરાબ અસર થાય છે.

ગાડીમાં જ્યારે એન્જિન ઓઈલ ઓછું થઈ જાય છે ત્યારે એન્જિનના અંદરના ભાગને લુબ્રિકેશન મળતું નથી. તેના કારણે અંદરના ભાગ એકબીજા સાથે સંપર્કમાં આવે છે અને ઘર્ષણના કારણે મોટો અવાજ આવવાનો શરૂ થઈ જાય છે. જો ઓઈલનું લેવલ ઓછું થાય તો એન્જિનમાં ઓઈલ પ્રેશરના કારણથી બેરિંગ વગેરેમાં અવાજ આવવા લાગે છે. સાથે જ ઓઈલ જૂનું થતાં મોટરમાંથી અવાજ આવવાનો શરૂ થઈ જાય છે.

એન્જિન તમારી ગાડીનો સૌથી મહત્વનો ભાગ હોય છે. એવામાં સમયસર ઓઈલ ચેન્જ ન કરાવવું તેની લાઈફને ઓછી કરે છે. તમારી ગાડીના એન્જિનના ભાગ લુબ્રિકેશનના અભાવે ઘસાવા લાગે છે અને અંતમાં કામ કરવાનું બંધ કરી દે છે. વાહન સારી રીતે ત્યાં સુધી જ કામ કરશે, જ્યાં સુધી તેની સંપૂર્ણ રીતે દેખરેખ થશે.

જો તમારી ગાડીના એન્જિનમાં હંમેશા યોગ્ય માત્રામાં તેલ નહીં હોય તો તે એન્જિન પર તણાવ ઉભો કરશે. પરિણામ સ્વરૂપે એન્જિનનું ઓવરહીટિંગ થઈ શકે છે. તેલ તે સમયે ઘર્ષણને ઓછું કરવામાં મદદ કરે છે. જ્યારે કૂલન્ટ વાહનના તાપમાનને નિયંત્રિત કરે છે. એટલું જ નહીં એન્જિન ઓઈલનું સમયસર ચેન્જ ન થવું પોલ્યુશનને પણ વધારે છે. કેમ કે તેનાથી ગાડી હવામાં ધુમાડો પણ વધારે છોડે છે.

જો તમે ગાડી કે કારમાં યોગ્ય રીતે એન્જિન ઓઈલને મેન્ટેન કરતાં નથી તો સમજી લો કે તમારું ખિસ્સું ગરમ થવાનું છે. અનેક લોકોને લાગે છે કે વારંવાર ઓઈલ ચેન્જ કરવાના ખર્ચનું કામ હોઈ શકે છે. પરંતુ ધ્યાન રહો. તેનાથી તમારું એન્જિન ખરાબ થઈ શકે છે અને તેના પછી તમે એન્જિનને રિપેરિંગ કરાવશો તો તેનો ખર્ચ ઓઈલ કરતાં ઘણો વધારે આવી શકે છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.