કોણ હતો તૈમૂર અને શા માટે કરીનાના દીકરાના નામને લઈને લોકોમાં આક્રોશ છે, જાણો તૈમૂરના આતંકની કહાની..

સેફઅલી ખાન અને કરીના કપૂરે તેના બાળકનુ નામ તૈમૂર રાખ્યું હોવા થી સોશ્યલ મીડિયા પર મોટી ચર્ચા નો વિષય બની ગયો છે. ઘણા લોકોએ આ નામ રાખવાનુ કારણ અંગત ગણાવયુ હતુ. ઘણાબધા લોકોએ આ નામ સામે વાંધો ઉઠાવ્યો હતો કે આવા ક્રૂર મગજવાળા વ્યક્તિ નુ નામ બાળકને આપવામા આવ્યું એ ખોટું છે. સેફઅલી ખાન અને કરીના કપૂરને તૈમૂર નામ કેમ પસંદ આવ્યું?

ખરેખર તૈમૂરે ભારત મા શું કર્યું હતું? :- ઈતિહાસકારો માને છે કે મોગલના ખાન”તૈમૂર લંગડે” નુ એક જ સવ્પ્ન હતું કે તેમના પૂર્વજ ચંગેજ ખાન ની જેમ સમગ્ર યુરોપ અને એશિયા ને પોતાનું ગુલામ બનાવુ. ચંગેજ ખાન પુરા વિશ્વ ને એકજ સામ્રાજ્ય થી જોડવા માંગતો હતો અને તૈમૂરને લોકો પર પોતાનો હક્ક જમાવવો હતો. સાથે સાથે તૈમૂરના સૈનિક ને લુંટ કરવાનો મોકો મળે તો એવો મોકો મુકતા ન હતા.

ચંગેજ અને તૈમૂર વચે ઘણો ફર્ક હતો. ચંગેજના નિયમ અનુસાર સિપાહિઓ ને ખુલેઆમ લુટ-પાટ કરવાની મનાય હતી અને તૈમૂરની માટે લુટ અને લોકો ને ખુલેઆમ કત્લ કરવું એ રમત વાત હતી. તે ઉપરાંત તૈમૂર આપણા માટે પોતાનુ જીવનચરિત્ર છોડી ને ગયો હતો તે પરથી જાણવા મળે છે કે તૈમૂર ભારતમા ત્રણ મહિના સુધી હતો ત્યારે આ ત્રણ મહિના મા તેણે શું કર્યું હતું.

વિશ્વ પર વિજય મેળવવા ના ઈરાદા થી તૈમૂર ૧૩૯૮ મા પોતાની ધોડાસવાર સેના સાથે અફઘાનિસ્તાન પહોચી ગયો હતો. જયારે પાછા ફરવાનો સમય આવ્યો ત્યારે તેણે પોતાના સુરવીરો ની સલાહ લીધી અને હિન્દુસ્તાન તરફ આગળ વધ્યો. આ દિવસોમા હિન્દુસ્તાન એ એક અમીર દેશ હતો. હિન્દુસ્તાનની રાજધાની દિલ્હી હતી તેણે વિચાર્યું કે જો દિલ્હી પર એક સફળ હુમલો કરી શકીએ તો આપણને ઘણો ફાયદો થશે.

તૈમૂરે જણવ્યું કે બસ થોડા દિવસોની જ વાત છે જો વધારે પડતી મુશ્કેલી પડશે તો પાછા આવી જઈશું. તૈમૂરની સેના સિંધુ નદી પાર કરીને હિન્દુસ્તાનમા ઘુસી ગયા. રસ્તામા તેની સેના એ અસપંદી નામના ગામમા રોકાણી ત્યાં તૈમૂરે લોકો પર પોતાનો આતંક ફેલાવા માટે બધાને લુટી લીધા અને હિંદુ ધર્મવાળા લોકોને મારી નાખવાનો આદેશ આપ્યો. આ ગામની પાસે જ તુગલકપુર ગામ મા અગ્નિ ની પૂજા કરનાર પારસી લોકો ની સંખ્યા વધારે હતી. તૈમૂર કહેતો હતો કે આ લોકો નો ધર્મ ખોટો હતો એટલે બધાલોકો ના ઘર ને સળગાવી દીધા હતા અને બીજા ને બંદી બનાવ્યા હતા તેને મારી નાખ્યા હતા.

ત્યાર બાદ તૈમૂર ની સેના પાનીપત તરફ રવાના થઈ. પંજાબના સમાના ,અસ્પંદી અને હરિયાણા ના કૈથલ મા થયેલા હુમલા થી ડરી ને લોકો પાનીપત છોડી ને દિલ્હી તરફ ભાગવા લાગ્યા અને પાનીપત પહોચી ને તૈમૂરે અખા નગરને લુટી લેવા નો આદેશ આપ્યો હતો. પાનીપત માંથી મોટા પ્રમાણ મા અનાજ મળી આવ્યું તે પોતાની સાથે દિલ્હી તરફ લઈ ગયો. રસ્તામા લોનીનાગઢ રજપૂતો એ તૈમૂરે ને રોકવાની કોશિશ કરી પણ તેમાં રજપૂતો નિષ્ફળ થયા. અત્યાર સુધી તૈમૂર પાસે એક લાખ હિંદુલોકો કેદ હતા. દિલ્હી પર આક્રમણ કરતા પહેલા હિંદુ બંદીને મારવાનો આદેશ આપી દીધો અને કહયું કે આ નિર્દોષ લોકોને મારીનો શકતા હોય તેને પણ મારી નાખવામા આવશે.

બીજા જ દિવસે દિલ્હી પર હુમલો કરી દીધો અને નઝુરુદીન મહમૂદ ને સરળતાથી હરાવી દીધો. મહમૂદ મોતના ડરથી દિલ્હી છોડી ને જંગલ મા સંતાય ગયો .દિલ્હીમા વિજયઉત્સવ મનાવતી વખતે મોગલોએ ત્યાની કેટલીક સ્ત્રી સાથે આપતિજનક વર્તન કર્યું. જેને લીધે ત્યાંના લોકોએ તૈમૂરનો વિરોધ કર્યો આ વાતનો ગુસ્સો આવતા તૈમૂરે દિલ્હીમા વસતા તમામ હિંદુ ધર્મના લોકોને ગોતી-ગોતી ને મારવાનો આદેશ આપી દીધો. ચાર દિવસમાં આખું શહેર લોહીથી રંગાય ગયું. ત્યારબાદ તૈમૂર દિલ્હી છોડી ને ઉઝબેકિસ્તાન ની તરફ રવાના થયો. રસ્તામા મેરઠ ના રાજા ઇલ્યાસને હરાવીને તૈમૂરે મેરઠ મા લગભગ ૩૦હજાર હિંદુ લોકો ને મારી નાખ્યા. આટલુ કરવામા તૈમૂરને માત્ર ત્રણ મહિના લાગ્યા અને તે દિલ્હી મા માત્ર ૧૫ દિવસ જ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live