રોઝ સાબુદાણા ફાલુદો અને કેસર સાબુદાણા ફાલુદો ઘરે બનાવો એકદમ સરળતાથી..

Recipe

આ ફરાળી ફાલુદો છે. તમે કોઈ વાર કે ઉપવાસ કરતા હોવ તો પણ આ ફાલુદાની મજા માણી શકો છો. અને ઘરે બનાવેલો હોવાથી આપણે સારી વસ્તુઓ વાપરી શકીએ છીએ.

સામગ્રી:- 2 ચમચા સાબુદાણા, ૨ કપ દૂધ, 2 ચમચા તકમરીયા, બે ચમચી સાકર, 1 ચમચો રોઝ સીરપ, ૧ ચમચો કેસર ઈલાયચી સીરપ, ચમચા whipped cream અથવા આઈસક્રીમ, ગાર્નિશ માટે કાજુ

રીત:- ગેસ ચાલુ કરીને એક તપેલીમાં એક કપ પાણી મૂકીને સાબુદાણાની ચડવા દેવા સાબુદાણા ચડી જાય એટલે તેમાં દૂધ એડ કરી દેવુ. અને જાડું થાય એટલે ગેસ બંધ કરી દો.

સાબુદાણાથી દૂધ ઠંડુ થવાથી ઘટ્ટ થઈ જશે, તકમરીયા ને બે કલાક પહેલા પાણીમાં પલાળી દેવા અને જરા સાકર એડ કરી દેવી.

હવે બે ગ્લાસ તૈયાર કરવા, એક ગ્લાસમાં નીચે પહેલા રોઝ સીરપ એડ કરવું અને બીજા ગ્લાસમાં પહેલા કેસર સીરપ એડ કરવું પછી બંને ગ્લાસમાં ત્રણથી ચાર ચમચી દૂધવાલા તકમરીયા એડ કરવા.

તેના ઉપર બંનેમાં બબ્બે ચમચા તકમરીયા એડ કરવા અને તેના ઉપર બંનેમાં whipped cream બબ્બે ચમચી એડ કરવું.

ગ્લાસને ફુલ ભરી દેવો અને એકદમ ઉપર જરા તકમરીયા મૂકી તેમા તેજ કલરનું syrup મૂકીને ઉપર કાજુ થી ગાર્નીશ કરવું. આપણો સુપર ડુપર ફાલુદો તૈયાર છે ready to serve થવા માટે.

રેસીપી સૌજન્ય:- જ્યોતિ શાહ

Leave a Reply

Your email address will not be published.