જો પુરુષની કમર 40 ઇંચ અને સ્ત્રીની કમર 35 ઇંચ થી વધુ છે તો આ જરૂર વાંચી લેજો….

Life Style

આજના આ આર્ટિકલમાં ડો. નિલેશ પટેલ આપણને જણાવશે શરીરમાં સંગ્રહ થયેલ ફેટ કે ચરબીના કેટલા પ્રકાર છે, આપણા શરીર પર તેની શું અસર થાય છે. ખુબજ સરસ માહિતી છે, જરૂર વાંચજો અને ગમે તો શેયર જરૂર કરજો.

એક છે ચામડીની નીચે એકઠી થયેલ subcutaneous fat કે જેને આપણે ચિમટો ભરીને ચેક કરી શકીએ કે જેનો અંદાજ લઈ શકીએ છીએ. બીજી છે પેટના અંગ કે ઓર્ગન જેવા કે લિવર અને આંતરડાની આસપાસ એકઠી થયેલ વિસરલ ફેટ કે જેનો આપણને બહારથી અંદાજ ના આવે. જે ફ્કત સિટી સ્કેન કે MRI મા જ દેખાય કે સમજાય.

વિસરલ ફેટ એ ફકત શક્તિનો સંગ્રહ કે ગોડાઉન તરીકે જ કામ નથી કરતું પણ સાથે સાથે એક અંત: સ્ત્રવી ગ્રંથિની જેમ કામ કરે છે. તેમાંથી અમુક બાયોકેમિકલ્સ ઝરે છે કે બહાર નીકળે છે.

1). જે ઇન્સ્યુલીન નું રેસિસ્તનસ વધારે અથવા બીજા શબ્દોમાં ઇન્સ્યુલિનની સંવેદના ઘટાડે. Retinol Binding Protein 4 = RBP 4

2). અને બીજા અમુક બાયો કેમિકલ્સ… જેવા કે inflammatory marker વધારે અને એટલે સોજા વધારે

આ બંને કારણોસર મેટાબોલિક સિન્ડ્રોમ, ડાયાબિટીસ ટાઇપ 2 એથરોસ્કલેરોસિસ થાય, જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ LDL વધે અને સારું એવું HDL કોલેસ્ટ્રોલ ઘટે, હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક ની સંભાવના વધે, અમુક પ્રકારના કેન્સર ની શક્યતા વધે.

એટલે વિસરલ ફેટ કે પેટની અંદરની બાજુએ રહેલ ફેટ કે ચરબી એ ચામડીની નીચે રહેલ ચરબી કરતા ઘણી બધી વધુ નુકશાન કારક છે અથવા તો એજ પ્રકારની ફેટ નુકશાનકારક છે. વિસરલ ફેટ જ એક્ટિવ ફેટ છે અને એ અમુક હદ પછી લગભગ લગભગ ટોટલ ફેટ ના 10% જેટલી હોય છે અને subcutaneous fat અથવા ચામડીની નીચેની ફેટ 90 % જેટલી હોય છે…પણ આં એક રફ અંદાજ છે.

વિસરલ ફેટ જ સૌથી વધુ એક્ટિવ હોય છે એટલે સૌથી પહેલા એ ફેટ જ દૂર થાય છે અને કસરત અને ઓછા કાર્બોહાઈડ્રેટ વાળા ખોરાકને રિસ્પોન્સ આપે છે.

એટલે કસરત શરુ કરો અને સાથે લો કાર્બોહાઈડ્રેટ અને ફાયબર વાળો કંટ્રોલ શરૂ કરો…એટલે વજન ના પણ ઘટે કે કપડાં ઢીલા ના પણ થાય તો પણ સ્વાસ્થ્યને ફાયદો શરૂ થઈ ગયો છે અને વિસરલ ફેટ ઘટવા માંડી છે તે બરાબર સમજી લેવું કેમ કે વિસરલ ફેટ નો ઘટાડો બહારથી દેખાતો નથી અને કસરત ચાલુ જ રાખવી…અને આં ખાસ મગજમાં ઉતારવા જેવું છે.

કસરતથી વિસરલ ફેટ…ચામડીની નીચેની ફેટ કરતા લગભગ બમણી ઝડપે ઘટે છે. વિસરલ ફેટ વધુ છે કે નહિ અને આરોગ્યને નુકશાન કારક થવા માંડી છે કે નહિ તેનો અંદાજ…. કમરના ઘેરાવા કે subcutaneous fat ઉપરથી આવી શકે છે.

જો પુરુષની કમર 100cm અથવા 40 ઇંચ અને સ્ત્રીની કમર 90cm અથવા 35 ઇંચ થી વધુ છે તો xyz માણસમાં વિસરલ ફેટ… આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ રિસ્ક ઉપર છે. લાઇપો સકશન ઓપરેશન, જે એક પ્રકારનું પેટની ચરબી ઓછી કરવાનું અને સારા દેખાવાનું ઓપરેશન છે તે…વિસરલ ફેટ ઓછી કરતું નથી એટલે સ્વાસ્થ્યની ઉપરનું જોખમ ઘટતું નથી.

પેટની ચરબી ઘટે તે માટે ઘણા પ્રકારના આધુનિક મશીન જેવા કે આધુનિક અલ્ટ્રાસાઉન્ડ મશીન કે ક્રાયો કે થર્મો સક્સન મશીન કે ટમી ટક મશીન… પણ ફકત ચામડીની નીચેની જ ફેટ દૂર કરે છે અને વિસરલ ફેટ દૂર કરી શકતું નથી… ચાર્જ ચૂકવ્યા પછી પણ આરોગ્ય કે સ્વાસ્થ્ય ઉપરનું જોખમ તો એટલું ને એટલું જ રહે છે.

ચરબી દૂર કરતી દવાઓ પણ મોટે ભાગે…આં ચામડીની નીચે રહેલ ફેટને જ દૂર કરે છે અને વિસરલ ફેટ ઉપર અસરકર્તા નથી એટલે તેમાં પણ સ્વાસ્થ્યની ઉપર લટકતું જોખમ એમનું એમ જ રહે છે.

વિસરલ ફેટ દૂર કરવા માટે નિયમિત કસરત જ એક મુખ્ય ઉપાય છે અને સાથો સાથ…ખોરાકમાં કાર્બોહાઈડ્રેટ ઓછા કરવા અને ફાઇબર વધારવા…એ સલાહભર્યું છે.

સૌજન્ય:- ડો.નિલેશ પટેલ

Leave a Reply

Your email address will not be published.