ગણેશ ચતુર્થી 2020: જાણો શુભ મુહ્રત, પૂજાનો શુભ સમય સહિતની દરેક માહિતી..

ભાદો મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી પર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવે છે. લોકો ગણેશ ઉત્સવની ઉજવણી આનંદથી કરે છે. પૌરાણિક કથા અનુસાર, ગણપતિ બાપ્પાનો જન્મ આ દિવસે થયો હતો. આ દિવસે લોકો ગણપતિજીને તેમના ઘરે ઢોલ નગારા ની સાથે ધામ ધૂમ થઈ લઈ ને આવે છે . આ તહેવાર ગણેશ ચતુર્થીથી લઈને અગિયાર દિવસ સુધી ચાલે છે. દસ દિવસ સુધી બપ્પાની ધાર્મિક વિધિથી પૂજા કરવામાં આવે છે, અગિયારમા દિવસે ગણેશજીને “ગણપતિ બાપ્પા મોરીયા” ના નાદ સાથે ધૂમધામથી વિસર્જન કરવામાં આવે છે .

ગણેશને જ્ઞાનના દેવ માનવામાં આવે છે. તેને વિઘ્નહર્તા પણ કહેવામાં આવે છે. જે લોકો ગણેશને ચતુર્થી પર તેમના ઘરે લાવે છે અને આખા ગણેશ ઉત્સવના દિવસો દરમિયાન સાચા દિલથી અને ભક્તિથી બાપ્પાની પૂજા કરે છે, બપ્પા તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. દરેક કાર્યમાં આવતી અવરોધોને દૂર કરે છે, અને બુદ્ધિને આશીર્વાદ આપે છે. હવે આપણે જાણીએ, શુભ સમય અને અન્ય માહિતી ..

આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર 22 ઓગસ્ટ શનિવારે ઉજવાશે. આ તહેવાર દસ દિવસ ચાલશે. બાપ્પાનું વિસર્જન અગિયારમા દિવસે એટલે કે 1 સપ્ટેમ્બર અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવશે. લોકો તેમની ક્ષમતા અનુસાર 5, 7 અથવા તો 9 દિવસમાં પણ બાપ્પાનું વિસર્જન કરે છે. ગણેશ ચતુર્થી ની શરૂઆત ૨૧ ઓગસ્ટની રાત્રે ૧૧.૦૨ વાગ્યે પ્રારંભ થશે . 22 ઓગસ્ટે સાંજે 7:57 વાગ્યા સુધી ચતુર્થી ની તિથી રહશે . જોકે સવારનો સમય પૂજા માટે યોગ્ય છે, પરંતુ એવું કહેવામાં આવે છે કે બપ્પાનો જન્મ બપોરે થયો હતો, તેથી ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા દિવસ માં કરવામાં આવે છે. આ વખતે પૂજા કરવાનો સમય 22 ઓગસ્ટે સવારે 10:46 મિનિટથી લઇ ને બપોરે 1:42 મિનિટ સુધી રહેશે.

જોકે ગણેશ ઉત્સવ આખા દેશમાં ઉજવવામાં આવે છે, પરંતુ આ ઉત્સવ મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રમાં ખૂબ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. કથા અનુસાર, છત્રપતિ શિવાજીએ ત્યાર બાદ લોકમાન્ય તિલકે લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે આ ઉત્સવની શરૂઆત કરી હતી. તેથી, મહારાષ્ટ્રમાં આ ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. મુંબઈમાં જગ્યાએ જગ્યાએ ભવ્ય પંડાલો ગોઠવાય છે. અહીંના ‘લાલબાગ ચા રાજા’ આખી દુનિયામાં પ્રખ્યાત છે. આ પંડાલ 1934 થી સ્થાપિત થયેલ છે. ગણેશજીને બધા દેવતાઓમાં પ્રથમ અને મુખ્ય માનવામાં આવે છે. દરેક કાર્યની શરૂઆત પહેલા બાપ્પાની પૂજા કરવામાં આવે છે, જેથી તમામ કાર્યો કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live