મંગાવ્યું સફરજન અને આવ્યો IPHONE, પછી જે થયું એ જાણીને તમે પણ દંગ થઇ જશો…

News

હાલમાં આખી દુનિયામાં કોરોનાનો હાહાકાર છે ત્યારે લોકો ઓનલાઈન ઘણી વસ્તુઓ મગાવતા હોય છે અને ઘણી વાર એવું પણ થાય છે કે જે વસ્તુ મંગાવી હોય તો તેની જગ્યાએ ભૂલથી કે જાણી જોઈને બીજી કોઈ વસ્તુ આવી જાય છે. પરંતુ, એવું ક્યારેય નથી બન્યું કે તમે ઓછી કિંમતની વસ્તુ મંગાવી હોય અને તેના બદલે જો તમને કોઈ કિંમતી વસ્તુ મળી જાય તો તમને કેવું લાગશે.

કંઇક આવું જ થયું યુકેની એક વ્યક્તિની સાથે, આપણે ત્યાં જેમ ડીમાર્ટ તેમ ત્યાંની એક દુકાનમાંથી ઘર વખરીનો સામાન અને સફરજન મગાવ્યા હતા, પણ જ્યારે એ વસ્તુની ડિલિવરી આવી અને એ થેલીને ખોલી તો તેમાં સફરજનની જગ્યાએ આઈફોન હતો. આ જોઈને તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ ગયો.

જાણવા મળતા અહેવાલ મુજબ 50 વર્ષીય નિક જેમ્સે ટેસ્કો નામના સ્ટોર્સથી ઘર માટે કેટલીક વસ્તુઓ ઓર્ડર કર્યો હતો. ટેસ્કો સુપરમાર્કેટની પ્રખ્યાત ચેન છે. જે યુકે માં ઘણા સ્ટોર્સ ચલાવે છે, જેમ્સની કરિયાણાની લિસ્ટમાં સફરજન પણ હતા. અને તેણે બીજી બધી વસ્તુઓ સાથે સફરજનનો પણ ઓર્ડર આપ્યો હતો પણ જ્યારે જેમ્સે પોતાના સામાનની બેગ ખોલી ત્યારે તેમાં સફરજનની જગ્યાએ એપલનો આઈફોન જોઈને તે પણ નવાઈ પામી ગયો હતો.

જેમ્સ આઈફોન જોઈને વિચારમાં પડી ગયો કે આવું કેવી રીતે થઈ શકે છે. ત્યારબાદ તેને વસ્તુઓનું ફરીથી લિસ્ટ ચેક કર્યું અને પોતાનું બીલ પણ ચેક કર્યું કે ક્યાંક તેના એકાઉન્ટમાંથી આઈફોનના પૈસા તો કપાયા નથી ને. પરંતુ તેના એકાઉન્ટમાંથી સફરજનના પૈસા જ કપાયા હતા.

બાદમાં જેમ્સને ખબર પડી કે આવું ભૂલથી નથી થયું, પરંતુ સ્ટોરે હકીકતમાં ગ્રાહકોના ચહેરા પર ખુશી લાવવા માટે આવી સરપ્રાઈઝ આપી છે. એટલે કે સ્ટોર ગ્રાહકોને જાણ કર્યા વગર આવી ગિફ્ટ મોકલી આપે છે. ટેસ્કોનો પ્રયાસ રહે છે કે તેના કસ્ટમર્સ હંમેશાં સ્ટોરથી ખુશ રહે અને આ વખતે ટેસ્કોની આ સરપ્રાઈઝ જેમ્સને આપવામાં આવી હતી.

આવી ગીફ્ટ આપણા ભારતના સ્ટોર્સ વાળાએ પણ આપવી જોઈએ, તમારું શું કહેવું છે આ વિશે એ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.