તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ‘નટ્ટુ કાકા’ પાસે નથી કોઈ કામ, મહામારીના કારણે એક મહિનાથી બેઠા છે ઘરે…

Bollywood

દેશભરમાં કોરોના વાયરસની સ્થિતિ જોઈને દરેક જણ દુ:ખી છે. આ દિવસોમાં દેશની પરિસ્થિતિ એકદમ બગડેલી છે. દરેક રાજ્યની હોસ્પિટલોમાં પથારી અને ઓક્સિજનની અછત છે. અને લોકડાઉનને કારણે કેટલાય કામો બંધ થઇ ગયા છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોથી લઈને ફિલ્મી સ્ટાર્સ સુધી કોઈ પાસે રોજગાર નથી. કોરોનાને કારણે, જેઓ નાની નાની ભૂમિકાઓ ભજવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમની પાસે પણ હાલમાં કોઈ કામ નથી. આવી જ હાલત ઘનશ્યામ નાયકની પણ છે, જે ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં નટ્ટુ કાકાની ભૂમિકા નિભાવે છે.

કોરોનાની બીજી લહેરમાં દરરોજ લાખો લોકોને ચેપ લાગી રહ્યો છે. લોકડાઉનને કારણે લોકોને ઘરની અંદર જ રહેવું પડે છે. શૂટિંગ બંધ થવાને કારણે શોમાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવીને ખ્યાતિ મેળવનાર અભિનેતા ઘનશ્યામ નાયક પણ તેમના ઘરે છે. આવી સ્થિતિમાં, તેમની પાસે રોજગારનું કોઈ સાધન નથી અને એક મહિનાથી વધુ સમયથી, તેઓ ઘરે બેઠા છે.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસને કારણે શોનું શૂટિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. હાલના તબક્કે તેમને ખબર નથી કે તે ક્યારે શૂટિંગ ચાલુ થશે અને ક્યારે તેમને શોના શૂટિંગ માટે બોલાવવામાં આવશે. તેણે વધુમાં ખુલાસો કર્યો કે તેણે શો માટે છેલ્લી વખત માર્ચમાં એક એપિસોડ શૂટ કર્યો હતો. ત્યારથી હું ઘરે જ છું. નિર્માતાઓએ હજી સુધી શૂટિંગની જગ્યા બદલવાનું પણ વિચાર્યું નથી.

તેમણે એમ પણ કહ્યું હતું કે તેની ઉંમરને કારણે, તેના પરિવારજનો તેમના માટે ચિંતિત છે. તેથી તેઓ તેમને ઘરની બહાર જવાની મનાઈ ફરમાવી છે. પરંતુ તે શૂટિંગ માટે સેટ પર જવા માંગે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગયા મહિને શોના નિર્માતા અસિત કુમાર મોદી અને શોમાં ગોલીની ભૂમિકા ભજવતા કુશ શાહ સહીત ઘણા કલાકારોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જોકે તેઓને પહેલા કરતા હવે સારું છે. પરંતુ મુંબઇમાં શૂટિંગ બંધ થતાં કોઈ પણ શૂટિંગ માટે સેટ પર પાછા આવી શક્યું નથી.

આપણે જાણીએ કે આ શોએ દર્શકો દ્વારા ઘણી ટીઆરપી મેળવે છે. શો તેની અલગ અને મનોરંજક કન્ટેનને કારણે હંમેશા સ્પોટલાઇટમાં રહે છે. શો જોવા માટે દર્શકો એક પણ એપિસોડ ચૂકતા નથી. કારણ કે આ શોના દરેક કલાકારોએ પોતાની એક અલગ છાપ દર્શકો પર છોડી છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.