બકરીના પેટથી જન્મ્યો માણસ, આખુ શરીર માણસ જેવું, જન્મ થતા બાળક જેમ રડ્યું…

News

આપણી આસપાસ અનેક એવી અજીબો-ગરીબ ઘટનાઓ બનતી રહે છે. જેના વિશે જાણીને આપણે આશ્રર્યચકિત થઇ જઈ છીએ, આવી જ કહી શકાય એવી ઘટના આપણા ગુજરાતના તાપી જીલ્લામાં આવેલા સેલટીપાડા ગામે બની હતી અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં કુતુહુલ સર્જાયું છે.

સોનગઢ તાલુકાના તાપી નદી કિનારે આવેલ સેલટીપાડા ગામે એક બકરીની ડિલીવરીએ કુતુહલ સર્જયું છે. બકરીએ વૃદ્ધ જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો છે. જેને જોવા માટે હાલ લોકોની ભીડ ઉમટી પડી છે. બકરીના બચ્ચાને જોઈને તમે પણ આશ્ચર્ય પામીને કહેશો કે, આ બકરીએ કોઈ વૃદ્ધને જન્મ આપ્યો છે.

ગુજરાતના તાપી જીલ્લામાં આવેલા સેલટીપાડા ગામના ખેડૂત અજિતભાઈ વસાવાના ઘરે વિચિત્ર આકાર ધરાવતા બચ્ચાંને તેમની બકરીએ જન્મ આપ્યો છે. બકરીના બચ્ચાનું કપાળ, આંખ, મોઢું, અને દાઢી જેવા ભાગો માણસ જેવા જ હોવાનું જોવા મળ્યું હતું. એટલુ જ નહિ, આ જન્મેલા બકરીના બચ્ચાને પૂંછડી પણ ન હતી.

જોકે, વિધીની વક્રતા એવી હતી કે, આ બચ્ચુ માત્ર 10 મિનીટ જ જીવિત રહ્યું હતું. તેમજ આ બકરીનું બચ્ચુ નાનુ બાળક રડે તેમ પણ રડ્યુ હતું. બકરીના માલિક અજીતભાઈ વસાવાએ કહ્યું કે, આ બચ્ચાને ચાર પગ અને કાન જ બકરી જેવા હતા, બાકીનું આખુ શરીર માનવ શરીર જેવું હતું. જે જોઈને અમે પણ ચોંકી ગયા હતા.

જોકે, સ્થાનિક લોકોએ ઘરમાં કોઈ પૂર્વજ જન્મ્યા હશે એવી માન્યતા સાથે બકરીના બચ્ચાની પૂજા વિધિ કરી હતી. તેનું મરણ થયા પછી તેને દફન કરી દીધુ હતું.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.