ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. આ મસાલામાં આંબા અને લીલી હળદર, લીલી તુવેરના દાણા નાખી વાટવામા આવે છે. જેથી કઢીનો સ્વાદ ખૂબ સરસ લાગે છે. ૪ વ્યક્તિની કઢી બનાવવી હોય તો ૧ થી ૧+૧/૨ ચમચી મસાલો, ૧ થી ૧+૧/૨ કપ દહીંનો ઉપયોગ કરીને બનાવી શકાય છે. આ મસાલો બનાવી ૨ થી ૩ મહિના સુધી ફ્રીઝમાં રાખી શકો છો.
સામગ્રી:- 50 ગ્રામ આંબા હળદર, 20 ગ્રામ લીલી હળદર, 70 ગ્રામ આદુ, 1 નાની વાટકી લીલી તુવેરના દાણા, 1 મોટી વાટકી મીઠા લીમડાનાં પાન, 1 વાટકી કાપેલા લીલાં મરચાં, 4-5 કળી લસણ, 3 ચમચી જીરૂ, 1 ચમચી મેથી દાણા, 1/4 ચમચી રાઈ, 2 આખી ઈલાયચી (નાખવી હોય તો)
રીત:- સૌપ્રથમ બંને હળદર, આદું છોલી ધોઈ કટકા કરી લો. અને કોટન કપડાં પર પાથરી કોરા કરી લો. સાથે બાકીની સામગ્રી ભેગી કરી લો. હવે મિક્સર જારમાં સૌપ્રથમ જીરું, મેથી,રાઈ અને ઈલાયચી ક્રશડ કરી લો.
હવે જારમાં બાકીની બધી સામગ્રી ઉમેરી ધીમે પાવર આપી ક્રશડ કરી લો. તૈયાર છે કઢી મસાલો. મસાલો કન્ટેનરમાં ભરી ફ્રીઝરમા મૂકી દો. જ્યારે કઢી બનાવવી હોય ત્યારે જરૂર મુજબ દહીં, ચણાનો લોટ, ખાંડ, મીઠું અને મસાલો ઉમેરી કઢી બનાવી લો.
રેસિપી સૌજન્ય:- ઉર્મી દેસાઈ