દવા લેવાની ખોટી રીત તમને પાડી શકે છે વધુ બીમાર, રાખજો આટલું ધ્યાન

Life Style

બીમારીનો સામનો કરવા માટે અને તેમાંથી સાજા થવા માટે દવાઓ લેવી જરૂરી છે. સમય પર દવા લેવાથી જલ્દી બીમારીમાંથી છૂટકારો મળી શકે છે. પરંતુ દવા લેવાની ખોટી રીત તમને વધુ બીમાર પણ પાડી શકે છે. તમે ફિલ્મોમાં અનેકવાર જોયું હશે કે એક્ટર્સ જ્યુસ, દૂધ કે ચા સાથે દવા લે છે. આવું જોયા બાદ અનેક લોકો પણ જ્યુસ કે દૂધ સાથે દવા લેવા માંડ્યા છે. અનેક લોકો આજે પણ પાણી સાથે દવાઓ લે છે. સવાલ એ છે કે દવા આખરે કઈ રીતે લેવી જોઈએ. રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, જે લોકો જ્યુસ કે દૂધ સાથે દવાઓ લે છે તેમને ખતરો હોય શકે છે. ચાલો જાણીએ આ ભૂલ કેવી રીતે તમારા સ્વાસ્થ્ય પર દુષ્પ્રભાવ પાડી શકે છે…

જો તમે પણ જ્યુસ કે દૂધ સાથે દવાઓ લો છો તો તમારે આ આર્ટિકલ ખાસ વાંચવાનો છે. કારણ કે આ આદત તમારા માટે ખતરાની ઘંટડી સમાન હોય શકે છે. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને કરાવેલા એક રિસર્ચમાં આ વાત સાબિત થઈ ચુકી છે કે, ચા કે જ્યુસ સાથે દવાનુ સેવન જીવલેણ છે. આવું ક્યારેય ન કરવું જોઈએ. તેનાથી દવાઓ ફાયદાની જગ્યાએ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે.

સૌથી પહેલા વાત કરીએ ચાની તો, ચા અને દવા એકસાથે લેવાથી દવાની અસર જ નથી થતી. ચામાં ટેનિન હોય છે. એવામાં જ્યારે દવા તેની સાથે લેવામાં આવે તો તેમાં કેમિકલ રિએક્શન થાય છે. ચા કે કૉફી સાથે લેવામાં આવેલી દવાની અસર ખતમ થઈ જાય છે કે, તે બેઅસર થઈ જાય છે.

જ્યારે દવાઓને જ્યૂસ સાથે લેવામાં આવે છે ત્યારે રિકવરીની પ્રક્રિયા ધીમી પડી જાય છે. ખાસ કરીને જો તમે ખાટા ફળોના રસ સાથે દવા લેશો તો, તે દવાની અસરને ઓછી કરી દે છે. સાથે જ જો બંને એક સાથે લેવામાં આવે તો શરીર જ્યૂસને શોષી શકતું નથી.

જો તમે એન્ટીબાયોટિક દવાઓ લો છો તો દૂધ ન પીઓ. દવાની સાથે દૂધ લેવાથી દવાઓ શરીરમાં યોગ્ય રીતે ઘોળાઈ નથી શકતી. સાથે તેની સાઈડ ઈફેક્ટ પણ જોવા મળે છે. સાથે જ અસ્થમાની દવાની સાથે કૉફીના સેવનથી બચવું જોઈએ.

દવાને લેવાની યોગ્ય રીત છે હુંફાળા પાણી સાથે લેવી. એન્ટીબાયોટિક સિવાયની દવા તમે દૂધ સાથે લઈ શકો છો. ભોજનના એક કલાક પહેલા કે અક કલાક પછી પાણી સાથે દવા લેવાથી તે યોગ્ય રીતે અસર કરશે.

Leave a Reply

Your email address will not be published.