વગર ખર્ચે ઘરે બેઠા શરીરને સાફ કરવાનો 100% અસરકારક ઉપચાર, મોંઘી દવા કરતા પણ વધુ અસરકારક છે આ ઉપચાર…

Life Style

સવારે ઉઠીને પાણીને પીવાની અનેક લોકોને આદત હોય છે. આ દિવસની શરૂઆત કરવાનો સૌથી સારો ઉપાય છે. સામાન્ય રીતે લોકો મધ કે લીંબુ સાથે ગરમ પાણી, ચા, કૉફી કે દૂધ પીવાનું પસંદ કરે છે. જે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે જ. પરંતુ આજે અમે તમને એક એવા પીણા વિશે જણાવવા જઈ રહ્યા છે જે સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જે છે હિમાલયન સૉલ્ટ.

હિમાલયન સૉલ્ટ એક પ્રકારનું નમક જ છે, જે અન્ય નમક કરતા સારું છે. એવું માનવામાં આવે છે કે હિમાલયન સૉલ્ટ તમારા શરીરને સકારાત્મક ઊર્જા આપે છે. કારણ કે તેને પાણીમાં ભેળવીને પીવામાં આવે છે એટલે તેને હિમાલયન સૉલ્ટ વૉટર કહેવામાં આવે છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જો તમે નિયમિત રૂપથી તેને પીવાનું શરૂ કરો તો, તમારા પોષક તત્વોના સ્તરમાં વધારો થશે. જણાવી દઈએ કે 1.5 ગ્રામ પાણીમાં 18 ટકા સોડિયમ હોય છે. આ આર્ટિકલમાં આજે જાણીશું શું છે હિમાલયન સૉલ્ટ વૉટર પીવાના ફાયદા.

હિમાલયન નમકને ધરતી પરનું સૌથી શુદ્ધ નમક માનવામાં આવે છે. ગુલાબી દેખાતું આ નમક હિમાલયની તળેટી અને પાકિસ્તાનના પંજાબ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. તેનું ખનન કરવામાં આવે છે અને બાદમાં હાથથી ધોવામાં આવે છે. જે થોડું થોડું ટેબલ સૉલ્ટ જેવું હોય છે. હિમાલયન નમકમાં આયોડિન પર્યાપ્ત માત્રામાં હોય છે. જો તમારે તેના ગુણોનો અનુભવ કરવો હોય તો, સૌથી સારો વિકલ્પ છે તેને પાણીમાં ભેળવીને પીવાનું શરૂ કરી દો.

શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ એટલે કે એ તરલ પદાર્થ જે સંતુલન જાળવવામાં મદદ કરે છે, તેનું જો અસંતુલન થાય તો માંસપેશીઓમાં ખેંચાણ અને માથાનો દુઃખાવો થાય છે. હિમાલયન નમકમાં રહેલા સોડિયમની સાથે પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વો માંસપેશીઓના સંકોચનનો સામનો કરવામાં મદદ કરે છે. સાથે મેગ્નેશિયમના કારણે માથાના દુખાવામાં રાહત મળે છે.

પાચનમાં સુધારા માટે પણ હિમાલયન નમકનું પાણી લાભકારી છે. આ પાચનમાં મદદ કરતા ઉત્સકોને ઉત્તેજિક કરે છે. સાથે જ પેટમાં હાઈડ્રો ક્લોરિક એસિડના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. જેનાથી ભોજન સરળતાથી પચે છે. આનાથી આપણા શરીરમાં સારું પોષણ અને મિનરલ્સની પૂર્તિનો સારો ઉપાય છે.

સાથે જ શરીરને હાઈડ્રેટ રાખવામાં હિમાલયન સૉલ્ટ વૉટર ખૂબ જ ઉપયોગી છે. જે શરીરમાં ઝેરી પદાર્થોને બહાર કાઢે છે. સાથે સારી ઊંઘમાં મદદ કરે છે. જે લોકોને વજન ઘટાડવું છે એવા લોકો માટે આ પાણી ખૂબ જ મદદ કરે છે.

હિમાલયન સૉલ્ટમાં નેચરલ પેઈન કિલરના ગુણ રહેલાં છે. જેથી ઘણાં લોકો પાણીમાં મીઠું મિક્સ કરીને સ્નાન પણ કરતાં હોય છે. તેનાથી શરીરનો દુખાવો દૂર થાય છે. તમે સપ્તાહમાં 2-3વાર આ ઉપાય કરી શકો છો. તેના માટે તમારે પાણીમાં થોડો હિમાલયન સૉલ્ટ મિક્સ કરીને અડધો કલાક પગ એ પાણીમાં ડુબાડીને રાખવા. આનાથી થાક, તણાવ અને દુખાવામાં તરત રાહત મળે છે.

આ ઉપાય કરવાથી સોલ્ટમાં રહેલાં મિનરલ્સ માંસપેશીઓના દુખાવાને દૂર કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જેનાથી બીપી કંટ્રોલમાં રહે છે. જો તમે ભોજનમાં હિમાલયન સૉલ્ટનો ઉપયોગ કરશો તો કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને હાર્ટના રોગો થતાં નથી. આ ઉપાય કરવાથી બોડીમાં મેલાટોનિન અને સેરોટોનિન હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે અને મગજમાં થતી હેરાનગતિ દૂર થાય છે જેથી તણાવથી છૂટકારો મળે છે.

જો તમે તમારી સ્કિનને સારી કરવા માંગો છો તો હિમાલયન મીઠાવાળા પાણીમાં તમારા પગ ડુબાડીને રાખો. આનાથી પગની ડેડ સ્કિન દૂર થશે અને ફાટેલીં અને ડ્રાય ક્રેક હીલની પ્રોબ્લેમ પણ દૂર થશે અને સ્કિનનું મોઈશ્ચર પણ જળવાશે.

જો તમને શરીર અને ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો આ ઉપાય ખૂબ જ અસરકારક છે. સપ્તાબમાં 2-3વાર આ ઉપાય નિયમિત કરી લેવાથી તમને જાતે જ ફરક દેખાશે. તેનાથી દુખાવામાં રાહત મળશે. સાથે જ હિમાલયન સૉલ્ટમાં રહેલું મેગ્નેશિયમ અને કેલ્શિયમ તમારા હાડકાંની નબળાઈને દૂર કરે છે અને પગમાં આવતા સોજામાં પણ લાભકારી છે.

જો તમને રાતે ઊંઘ ન આવવાની સમસ્યા રહેતી હોય તો આ ઉપાય તમારા માટે બેસ્ટ છે. તમે રાતે સૂતા પહેલાં પણ આ ઉપાય કરી શકો છો. આનાથી તમારું માઈન્ડ રિલેક્સ થશે અને તમને રાતે સારી ઉંઘ આવશે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.