KGF Chapter 2: શું છે કોલાર ગોલ્ડ ફિલ્ડ્સનો ઇતિહાસ જ્યાંથી 121 વર્ષમાં 900 ટન સોનું નીકળ્યું…., જાણો તેની સાચી કહાની…

News

દર્શકોમાં પ્રચલિત આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો થઈ ગયો. એના વીડિયોને બે દિવસમાં જ 6.2 કરોડ લોકો યૂટ્યૂબ પર જોઈ ચૂક્યા છે.

આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ થવાની છે. તેથી સોશિયલ મીડિયા સહિત દરેક જગ્યાએ આ ફિલ્મની જોરશોરથી ચર્ચાઓ થઈ રહી છે. આ ફિલ્મમાં સંજય દત્ત, રવિના ટંડન અને પ્રકાશ રાજ સહિત મુખ્ય ભૂમિકા ભજવી રહેલા કન્નડ સુપર સ્ટાર યશ મુખ જેવા મોટા અભિનેતા પણ છે.

કન્નડ સુપરસ્ટાર યશ હાલ અપકમિંગ ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનો પહેલો ભાગ ખૂબ સફળ રહ્યો હતો અને હવે ફેન્સ આતુરતાથી સીક્વલની રાહ જોઈ રહ્યા છે. ડાયરેક્ટર પ્રશાંત નીલની ‘KGF ચેપ્ટર 2’નું ટ્રેલર 27 માર્ચે રિલીઝ થવાનું છે. જ્યારે ફિલ્મ 14 એપ્રિલે થિયેટરમાં રિલીઝ થવાની છે.

‘KGF ચેપ્ટર 2’ની રિલીઝ પહેલા તમને કોલાર ગોલ્ડ ફિલ્ડની અસલી કહાણી જણાવીશું. આ ખાણને સોનું ગળી જનારી ખાણ પણ કહેવાય છે. રોકી એટલે કે યશની ‘KGF’ના ખાણના ઈતિહાસથી માંડીને એવા 10 રોચક તથ્યો વિશે જણાવીશું જેનાથી તમે કદાચ જ પરિચિત હશો. તમે ‘KGF ચેપ્ટર 1’ જોઈ હશે તેમ છતાં અહીં જણાવેલી વાતો નહીં ખબર હોય!

શું છે KGFનો અર્થ?

સૌથી પહેલા તો KGFનો અર્થ જાણી લો. તેનો અર્થ થાય છે કોલાર ગોલ્ડ ફીલ્ડ. કેજીએફ કર્ણાટક રાજ્યના કોલાર જિલ્લામાં આવેલું એક ખનન ક્ષેત્ર છે. બ્રિટિશ કાળમાં સોનાનું ઉત્પાદન કરતી જગ્યા તરીકે પ્રખ્યાત હતી.

કોલાર વિશ્વની બીજી સૌથી ઊંડી ખાણ છે અને 121 વર્ષ સુધી અહીંથી સોનું ખોદવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કોલારમાંથી અત્યાર સુધીમાં 900 ટનથી વધુ સોનું ખોદવામાં આવ્યું છે.

બેંગાલુરુથી 100 કિલોમીટર દૂર આવેલું કોલાર સોનાના ઉત્પાદન માટે જાણીતું છે. 1905માં વિશ્વભરમાં સૌથી વધુ સોનું ઉત્પાદિત કરવા મામલે ભારત છઠ્ઠા સ્થાને હતું. બ્રિટિશરો આ સ્થળને મિનિ ઈંગ્લેન્ડ કહેતા હતા. જાપાન બાદ કેજીએફ એશિયાનું બીજું એવું સ્થળ છે જ્યાં વીજળીની શરૂઆત થઈ હતી.

નરેન્દ્ર મોદી સરકાર આ ખાણને ફરી ચાલુ કરવાની તૈયારી રહી છે. કહેવાય છે કે, આજે પણ કોલારમાં ખૂબ મોટા જથ્થામાં સોનું છે. કેજીએફના ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડમાં હજારો લોકો કામ કરતાં હતા. 2001માં આ સરકારી કંપનીએ ખોદકામ બંધ કર્યું હતું કારણકે સોનું ઓછું મળતું અને ખોદકામનો ખર્ચ વધારે થતો હતો. કેજીએફથી 131 કિલોમીટર દૂર શિવનસમુદ્રમાં એશિયાનું પહેલું હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ગુપ્ત, ચોલ વંશ અને ટીપુ સુલતાનથી માંડીને અંગ્રેજો સહિત સૌએ ઘણાં વર્ષો સુધી કોલારના સોનાને બેફામ રીતે લૂંટ્યું હતું. 1903માં બ્રિટિશ સરકારે કેજીએફ અને તેની આસપાસના ગામમાં પાણી પૂરું પાડવા બેટમંગલામાં એક સરોવળ બંધાવ્યું હતું. આ કૃત્રિમ સરોવર ધીરે ધીરે પિકનિક માટેનું સ્થળ બની ગયું.

Leave a Reply

Your email address will not be published.