ડાઈ કે કેમિકલ વગર વાળને કરો કાળા, આ ઉપચારથી વાળ ખરતા અને સફેદ થતા બંધ થઇ જશે..

Life Style

આજ કાલ ભાગદૌડ ભરેલા જીવનમાં સામાન્ય રીતે મોટાભાગના લોકોના વાળ નાની ઉંમરમાં જ સફેદ થઈ જતા હોય છે. તેનું કારણ વધુ પડતી ચિંતા અને તેના કારણે શરીરના હોર્મોન્સમાં થતા ફેરફારના કારણે માથાના વાળ સફેદ થઈ જાય છે. તેને કાળા કરવા માટે આ ઉપાય અજમાવા જેવો છે.

મોટાભાગના લોકો માટે સફેદ વાળ એક સમસ્યા છે. ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન હોય છે, પરંતુ આ સમસ્યા ઉંમર સાથે વધતી રહે છે. ઘણાં લોકો વાળને કાળા કરવા માટે માર્કેટમાં મળતી ડાઈનો ઉપયોગ કરે છે. જોકે, માર્કેટમાં મળતી આ પ્રકારની ડાઈમાં કેમિકલનું મિશ્રણ કરવામાં આવે છે. તેના કારણે લાંબે ગાળે વાળની સાથે સાથે આંખોને પણ નુકસાન થાય છે.

બીજી તરફ કેટલાંક લોકો સફેદવાળને છુપાવવા માટે તેના પર મહેંદી પણ લગાવે છે. વાળમાં રંગ લગાવાથી રંગમાં હાજર રસાયણો વાળને બગાડે છે. લોકો આ ડરથી વાળ કાળા રાખવા માટે કુદરતી રીતો શોધી રહ્યા હોય છે. સૌંદર્ય નિષ્ણાતોનું કહેવું છે, તમે રંગ વિના સફેદ વાળ કાળા કરી શકતા નથી.

પરંતુ વાળને કાળા કરવા અને સફેદ થતા અટકાવવા માટે વાળમાં 100 ટકા કુદરતી રંગોનો ઉપયોગ કરી શકાય છે. ફટકડીથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે, તેમાં કોઈ શંકા નથી, જોકે, ફટકડી વાળ કાળા કરી શકે છે. તેની વૈજ્ઞાનિક સાબિતી ક્યાંય મળતી નથી. પણ લોકો આ ઉપાય પણ અજમાવતા હોય છે.

વાળને ​​ફટકડીથી થતાં ફાયદા:- ફટકડીમાં હીલિંગ ગુણધર્મો હોય છે. આયુર્વેદમાં પણ તેને મહત્વ આપવામાં આવ્યું છે. ફટકડીમાં એવા તત્વો રહેલા હોય છે જે વાળને લાભ કરે છે. આ માટે, રાત્રે એક ડોલમાં ફટકડીનો બદામ જેટલો નાનો ટૂકડો નાંખીને રાખો. બીજા દિવસે સવારે એ પાણીથી વાળ ધોઈ નાંખો. એ

વું કહેવામાં આવે છે કે ફટકડીથી વાળ ધોવાથી વાળ ખરતા નથી. ફટકડીના પાણીથી વાળ ધોવાથી માથાની ચામડીમાં ડાગ પડતા નથી. જો તમારા વાળમાં ખોડો છે, તો ફટકડીથી વાળ ધોવાથી રાહત મળે છે.

શું ફટકડી વાળ કાળા કરી શકે છે?:- આમલા, બ્રાહ્મી, લીમડાના કળી પાંદડા, નાળિયેર તેલ, વગેરે એવા કેટલાક પદાર્થો છે જે વાળને ઉંમર પહેલાં જ સફેદ થતા રોકે છે. શક્ય છે કે ફટકડી વાળને સફેદ થવાથી પણ રોકે છે. પરંતુ તે સફેદ વાળ કાળા કરી શકતું નથી. જો કે, એવું પણ માનવામાં આવે છે કે, ગુલાબજળ અને ફટકડી ભેળવીને લગાવવાથી સફેદ વાળનો રંગ કાળો થઈ જાય છે. પરંતુ તેની ક્યાંય પુષ્ટિ મળી નથી.

ડુંગળીની પેસ્ટ બનાવીને તેમાં કોકોનેટ ઓઈલનો ઉપયોગ કરો:- ડુંગળીની પેસ્ટમાં કોકોનેટ ઓઈલ અને મીઠો લીમડો, મેથીના દાણા વગેરે નાંખીને તે ઓઈલનો નિયમિત પ્રયોગ કરવાથી વાળ કાળા થઈ શકે છે.

વાળને સફેદ થતાં કેવી રીતે અટકાવવા?:- તમારા વાળમાં થોડું ગરમ ​​કરી નાળિયેરનું તેલ લગાવો. પછી એક રૂમાલ ગરમ પાણીમાં બોળી લો અને તેને માથા પર બાંધી લો. 5 મિનિટ સુધી બાંધ્યા પછી, આ પ્રક્રિયા 3 થી 4 વખત કરો. તેનાથી વાળમાં ફાયદો થાય છે.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે કોઈ પણ ઉપાય અજમાવતા પહેલા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.