તમારા ઘરમાં કોઈને કોરોના થયો હોય તો કઈ રીતે કરશો સારવાર

Life Style

કોરોના મહામારીએ આખી દુનિયામાં કાળનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. દરેક દેશમાં આ મહામારી તબાહી મચાવી રહી છે. ભારત આખી દુનિયામાં કોરોના પ્રભાવિત દેશોમાં બ્રાઝિલને પછાડીને નંબર બે પર પહોંચી ગયો છે. રોજ આવતા આંકડા ડરાવી રહ્યા છે અને હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે. પોણા બે કરોડથી વધારે લોકો દરરોજ આખી દુનિયામાં કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. તેમાંથી મોટી સંખ્યા એવા લોકોની છે, જે કોરોના પોઝિટિવ તો છે પરંતુ તેમનામાં કોઈ ગંભીર લક્ષણ નથી દેખાતા. આવા લોકોને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરવામાં આવી રહ્યા છે.

ઘરે ક્વોરન્ટાઈન થવું એટલે આખા પરિવારની ચિંતામાં વધારો થવો. જોકે દર્દીને અલગ રૂમમાં રાખવામાં આવે છે. પરંતુ તેની સાથે જ દર્દીની યોગ્ય દેખરેખ અને ખાવા-પીવાની સારી વ્યવસ્થાની જરૂર પડે છે. તેની જવાબદારી પરિવારે જ નિભાવવાની હોય છે. એવામાં અમે તમને જણાવીશું કે કઈ રીતે તમે કોઈપણ કોરોના દર્દીની સંભાળ તમારી જાતને બચાવીને ઘરે રાખી શકો છો.

ઘરમાં કોઈને કોરોનાથી સંક્રમણ થયું છે તો ગભરાશો નહીં. માસ્કનો ઉપયોગ તમે પહેલાંથી કરી રહ્યા છે. એવામાં ઘરમાં બધા લોકો ડબલ માસ્ક અથવા એન-95 માસ્કનો ઉપયોગ કરો. અને દર્દીને અલગ રૂમમાં રાખો. હવે પરિવારના કોઈ એક વ્યક્તિને ભોજન સહિત બીજી વસ્તુ પહોંચાડવાની જવાબદારી સોંપો. તેમને પણ અલગ રૂમમાં રાખો અને તેમના માટે ફેસ શીલ્ડની વ્યવસ્થા કરો.

જેટલી વાર કોરોના દર્દીના સંપર્કમાં જાઓ તેટલી વાર પોતાને સારી રીતે સેનિટાઈઝરથી સાફ કરો. એટલે સ્ટ્રોંગ સેનિટાઈઝરનો ઉપયોગ કરો. નહાવાના પાણીમાં પણ લિક્વિડ સેનિટાઈઝર મિક્સ કરો.

નજીકના મેડિકલ સ્ટોરમાંથી Povidone Iodine લઈ આવો. દિવસમાં બે વખત ગરમ પાણીમાં Povidone Iodine મિક્સ કરીને કોગળા કરો. તેનાથી કોરોનાના શરૂઆતના ઈન્ફેક્શનથી બચી શકાય છે.

ઘરમાં બધા લોકો શૂ કવરનો ઉપયોગ કરો. ખુલ્લા પગે ચાલશો નહીં. સમયાંતરે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો. સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો અને ખાવામાં લિક્વિડનું પ્રમાણ વધારો. તેની સાથે જ ડોક્ટરની સલાહ પર તમે વિટામિન બૂસ્ટર કે વિટામિન સી યુક્ત ફળોનો ઉપયોગ કરી શકો છો.

પરિવારમાં જેટલા લોકો છે તેમાંથી જે લોકો કોરોનાની રસી માટે યોગ્ય છે તેમને રસી મૂકાવો. ધ્યાન રાખો કે કોરોનાની રસી મૂક્યા પછી થોડો તાવ, ઉધરસ જેવી સમસ્યાઓ આવી શકે છે. પરંતુ તેનાથી ડરશો નહીં. કોઈપણ પ્રકારની સમસ્યા થાય તો કોવિડ હેલ્પલાઈનની મદદ લો. સંક્રમિત થવાની આશંકા હોય તો આખા પરિવારનો કોરોના ટેસ્ટ કરાવો.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *