ટિપ્સ: બજારમાં કેરી લેવા જાવ ત્યારે કેવી રીતે સારી અને મીઠી કેરી ખરીદશો ?

Life Style

ઉનાળાની રૃતુ શરૂ થતાં જ વિવિધ રસીલા ફળ બજારમાં આવવાનું શરૂ થઇ જાય છે. આ મોસમમાં ફળોનો રાજા કેરી પણ આવે છે. હા, કેરીની અનેક જાત ઉનાળાથી લઈને વરસાદની સીઝન સુધી બજારમાં મળી રહે છે. લોકો પણ માર્ચ મહિનાથી કેરીની રાહ જોવાની શરૂઆત કરે છે. પરંતુ એપ્રિલ સુધીમાં, બજારમાં કેરીના ઢગલા દેખાવાનું શરૂ થઇ જાય છે.

જોકે સીઝનની શરૂઆતમાં કેરી ખરીદતી વખતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. ઘણી વખત બહારથી તાજી અને સારી લાગે તે કેરી અંદરથી ખરાબ અને સ્વાદહીન નીકળી આવે છે. આનું મુખ્ય કારણ એ છે કે વેપારીઓ સીઝનની શરૂવાતમાં સારો ભાવ મેળવવા ગયા વર્ષેની કેરીનું વેચાણ શરૂ કરે છે, જે કોલ્ડ સ્ટોરમાં રાખવામાં આવેલી હોય છે. આવી સ્થિતિમાં, કોલ્ડ સ્ટોરમાં રાખવામાં આવેલી કેરીનો સ્વાદ કે આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી હોતી.

જ્યારે તમે કેરી ખરીદવા જાઓ છો ત્યારે ફક્ત પાકેલા, મીઠી અને સારી કેરીઓ જ ખરીદો. આવી કેરીઓને ઓળખવા માટે કેટલીક ટીપ્સ આપી છે, જે આજે તમને જણાવીશું.

કેરીનો રંગ જુઓ

બજારમાં કેરીની અનેક જાતો મળી રહે છે. વિવિધ પ્રાંતમાંથી આવતી કેરીઓનો કદ, પ્રકારો, રંગ અને સ્વાદ બધા જુદા જુદા હોય છે. જો તમને એવો ભ્રમ હોય કે લીલી કેરી કાચી છે અને પીળી કેરી પાકી છે, તો તમને કહી દઈએ કે એવું કંઈ નથી. તમને બજારમાં પીળી, લાલ અને લીલી એમ ત્રણ પ્રકારની કેરી જોવા મળશે. કેરીની વિવિધતા તેના સ્વાદ અને રંગ પર આધારીત છે.

હવે જો દશેરા કેરીની વાત કરીએ તો, આ કેરી બહારની બાજુથી લીલા રંગની અને અંદરથી નારંગી જેવો રંગ ધરાવે છે. તે કેરીની બધી જાતોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સૌથી મીઠી કેરી હોય છે. પરંતુ બીજી જાતોની કેરીનો સ્વાદ પણ ખૂબ જ સારો હોય છે. તેથી જ્યારે તમે કેરી ખરીદો ત્યારે તેની કેરીની છાલ પર તેના રંગ કરતા વધારે ધ્યાન આપો. જો તમે કુદરતી રીતે પાકેલી કેરી લો છો તો તેની છાલ પર એક પણ ડાઘ નહીં હોય અને કાર્બન કે અન્ય રાસાયણિક પ્રદ્ધતિ દ્વારા પાકેલી કેરીઓ પર તમને કાળા ડાઘ જોવા મળશે.

કેરીને સુંઘીને અને દબાવી જુઓ

કેરી લેતા પહેલા તેને સુંઘીને અને દબાવી જુઓ. કેરીની દાંડીને સુંઘી જુઓ, જો ત્યાંથી કેરીની સુગંધ આવે છે, તો સમજો કે તમે કુદરતી રીતે પાકેલી કેરી ખરીદી રહ્યા છો. જો તમને કેરીમાંથી આલ્કોહોલ કે કેમિકલની સુગંધ આવે છે, તો આવી કેરીઓ ભૂલથી પણ ન ખરીદો. તમને જણાવી દઈએ કે આવી કેરી ખાવાથી તમે બીમાર થઈ શકો છો, સાથે જ આવી કેરી સ્વાદિષ્ટ કે મીઠી પણ હોતી નથી.

આ સાથે જ કેરીને દબાવીને પણ જુઓ. ઘણી વખત પાકી દેખાતી કેરી અંદરથી કાચી નીકળી જાય છે. ખૂબ કડક હોય તેવી કેરી ખરીદો નહીં કારણ કે તે અંદર કાચી હોઈ શકે છે. પરંતુ વધુ પડતી પોચી કેરી પણ ન ખરીદો કારણ કે તે અંદરથી સડેલી હોય શકે છે.

કેરી જાણશો કે કેરી મીઠી હશે કે નહીં?

કેરી મીઠી હશે કે નહિ તે તમે તેની સુગંધથી માપી શકો છો અને તમે જાણી શકો છો કે કેરી મીઠી હશે કે નહીં. જો કેરીમાંથી કોઈ સુગંધ નથી આવતી તો આવી કેરી ખરીદશો નહીં કારણ કે તે અંદરથી ખાટી અને સ્વાદહીન નીકળી શકે છે.

આવી કેરી ન ખરીદો

કેરી ઉપર જણાવેલ તમામ પેરામીટર પર ખરી ઉતરી રહી હોય, પરંતુ જો તેમાં કોઈ છિદ્ર હોય અથવા જો તે ક્યાંયથી ફાટેલી કે કાપેલી હોય તો આવી કેરી ખરીદશો નહીં. આવી કેરીમાં જંતુઓ પડી ગયેલા હોય છે. જો કે આવી કેરી તમને વરસાદની રૃતુમાં વધુ જોવા મળે છે અને સૌથી વધુ જીવજંતુઓ વરસાદ થયા પછી દશેરી કેરીમાં હોય છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.