ભારતની આ જગ્યાએ 150 વર્ષ સુધી જીવે છે લોકો, 90 વર્ષની મહિલા દેખાય છે 25 વર્ષની…

Life Style

વધતી ઉંમરની અસર લોકોના ચહેરા પર અને શરીર પર સ્પષ્ટપણે જણાઈ આવે છે. લોકોની ફિટનેશ જોઈને પણ તેમની ઉંમરનો અંદાજે તરત લગાવી શકાય છે. કેટલાંક લોકો તો સામે ચાલીને એવું કબુલી લે છે કે ભાઈ હવે તો ઉંમર થઈ ગઈ. લોકો પોતાને વડીલ સમજવા લાગે છે. પણ શું તમે જાણો છોકે, દુનિયામાં એક જગ્યા એવી પણ છે જ્યાં લોકો જલદી ઘરડા થતાં જ નથી.

ત્યાં લોકો વર્ષો સુધી જવાન અને તંદુરસ્ત જ રહે છે. અમે વાત કરી રહ્યાં છીએ કશ્મીર ઘાટીની એક પ્રજાતિની. આ પ્રજાતિની સરેરાશ ઉંમર 120 વર્ષની આસપાસ જોવા મળે છે. તેઓ લાંબા સમય સુધી તંદુરસ્ત અને જવાન રહે છે.

120 વર્ષો સુધી આ લોકો કેવી રીતે રહે છે જવાન? આ લોકો કઈ રીતે હંમેશા ખુશ અને તંદુરસ્ત રહે છે તેની પાછળનું શું છે રહસ્ય તે પણ જાણવા જેવું છે.

કેટલાંય પ્રકારના લોકોએ આ ઘાટીની આ અલગ પ્રજાતિના લોકો સાથે સમય વિતાવ્યો. દરેક લોકો તેમના વખાણ કરે છે અને તેમની સમજદારીને દાદ આપે છે.

તેમની લાંબી ઉંમરનું કારણ તેમની તંદુરસ્તી ભરી જીવનશૈલી છે. અહીં રહેતા લોકો એ જ ખાવાનું ખાય છે જે તેઓ પોતે ઉઘાડે છે. હુંઆ જનજાતિના લોકો ખુબાની અને તડકામાં ઉગાડેલાં અખરોટ ખુબ જ ખાય છે. અનાજમાં તેઓ બાજરી અને કુટુ થાય છે. એ લોકો દિવસમાં માત્ર બે જ વાર ખાવાનું ખાય છે. તેમનો જમવાનો સમય પણ ફિક્સ હોય છે.

એક બીજા વૈજ્ઞાનિકે જણાવ્યુંકે, અહીંના લોકો ગ્લેશિયરનું પાણી પીવા અને નહવા માટે ઉપયોગમાં લે છે.

વૈજ્ઞાનિક ડો. રોબર્ટ મૈક્કૈરિસન ઘણાં વર્ષો સુધી આ લોકો સાથે રહ્યાં. તેમણે જણાવ્યુંકે, અહીં આ પ્રજાતિના લોકો ભાગ્યે જ કોઈવાર બીમાર પડે છે. અહીંના લોકો કોઈપણ બીમારીથી ગ્રસ્ત નથી. અહીંના લોકો હંમેશા તંદુરસ્ત રહે છે.

અમે વાત કરી રહ્યાં છીએ પાક અધિકૃત કશ્મીર એટલેકે, POK માં આવેલાં ગિલગિલ બાલ્ટિસ્તાનના પહાડોની વચ્ચે આવેલાં નાનકડા ગામમાં વસતી હુંઆ જનજાતિના લોકોની. અહીંના લોકોની સરેરાશ ઉંમર 110 થી 120 વર્ષ સુધીની હોય છે. એટલું જ નહીં અહીં કેટલાંક લોકો તો 150 વર્ષ સુધી પણ જીવે છે. અહીં રહેતા લોકો 70 વર્ષની ઉંમરમાં પણ 20 વર્ષના યુવાન જેવા દેખાય છે.

એટલું જ નહીં અહીં પુરુષો 90 વર્ષની ઉંમરમાં પણ પિતા બની શકે છે. જ્યારે સ્ત્રી પણ એની આસપાસની ઉંમર સુધી માતૃત્વનું સુખ મેળવી શકે છે. આ વાત નિષ્ણાત તબીબો માટે પણ સંશોધનનો વિષય બની ગઈ છે. આ રહસ્ય જવાબ વૈજ્ઞાનિકોને પણ હજુ સુધી મળ્યો નથી.

આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.

જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *