ઉત્તર પ્રદેશના બદાઉનમાં એક શાળાએ બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો કારણ કે બાળકના આધાર કાર્ડમાં નામની જગ્યાએ ‘મધુનું પાંચમું બાળક’ લખેલું હતું. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી.
અધિકારીઓએ જણાવ્યું કે આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે બિલસી તહસીલના રાયપુર ગામનો દિનેશ તેની પુત્રી આરતીને શાળામાં દાખલ કરાવવા પ્રાથમિક શાળામાં પહોંચ્યો, શિક્ષકે તેને શાળામાં દાખલ કરવાની ના પાડી દીધી. શિક્ષકે દિનેશને આધાર કાર્ડ સુધારવાનું કહ્યું.
બદાઉનના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપા રંજને કહ્યું કે બેંકો અને પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે. ઘોર બેદરકારીના કારણે આ ભૂલ થઈ છે. બેંક અને પોસ્ટ ઓફિસના અધિકારીઓને એલર્ટ કરવામાં આવશે અને આવા બેદરકાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.” આધાર કાર્ડની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.