ગ્રીષ્માના હ’ત્યા કેસમાં ફેનીલ ના વકીલ ઝમીર શેખે કરી એવી દલીલો કે સાંભળી ને…

News

પાસોદરામાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણી સામેની ટ્રાયલમાં સોમવાર અને મંગળવાર ના રોજ બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખે દલીલ કરી હતી. જેમાં સ્થળ પર પંચનામું ન કરાયુ હોવાનુ અને તપાસ અધિકારી બે જગ્યાએ એક સાથે કેવી રીતે દેખાય, ઉપરાંત તપાસના બીજા અનેક પોઇન્ટ તરફ કોર્ટનું ધ્યાન દોર્યું હતુ. સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી દલીલ સાંજે 5 સુધી ચાલુ રહી હતી

સોમવાર ની દલીલ:
‘ગ્રીષ્માનો મોબાઈલ ફોન કોણે ગાયબ કર્યો’ જે પંચનામુ થયુ ત્યારે મોબાઇલ સ્થળ પરથી મળ્યો નથી. ફોન પાછળથી તેના સંબંધી રજૂ કરે છે. ડેડબોડી પાસેથી ફોન ગાયબ કોણે કર્યો. એફએસએલમાં આ ફોન પછી ખુલ્યો જ નથી. આરોપીનો ફોન કેમ કબજે લેવાયો નહી. તેને હોસ્પિટલ લઇ જવાયા બાદ પુરાવો ઊભું કરવા રેકોર્ડિંગ ઊભુ કરાયું છે.

પ્રોસિક્યુશનના દરેક તબક્કામાં વિરોધાભાસ:
બચાવ પક્ષની દલીલ હતી કે પ્રોસિક્યુશનના દરેક તબકકામાં વિરોધાભાસ છે. 13 તારીખે જે રિકન્સ્ટ્રક્સન થયુ તેમાં તપાસ કરનાર અધિકારીની બે જગ્યાએ બતાવે છે. એક સમયે બે જગ્યા કેવી રીતે કોઇ હાજર રહે.

એક ચપ્પુ ડેડબોડી પાસે, બીજું ઘર પાસે મળ્યું:
એક્ઝિક્યુટિવિ મેજિસ્ટ્રેટ સામે ધ્રુવ વેકરિયા કહે છે કે ગલીના નાકે પહેલાં સુભાષ ભાઈ જે કાકા છે તેને ચપ્પુ મારવામાં આવ્યુ, ચપ્પુ પકડી લેવાયો ત્યારે બીજુ ચપ્પુ કાઢવામાં આવ્યુ. એટલે એક ચપ્પુ સોસાયટી નાકે હોવું જોઇઅ. હવે ચપ્પુની જે રિકવરી છે તે ડેડ બોડી પાસે અને બીજો ચપ્પુ ઘર પાસે મળ્યુ. જે વિરોધાભાસ ઉભું કરે છે. સોસાસટીના નાકેથી ઘર 200 મિટર દુર છે.

મંગળવાર ની દલીલ:
મંગળવારે પણ બચાવ પક્ષના વકીલ ઝમીર શેખે દલીલ કરતાં કહ્યું કે ખરેખર કોનું પીએમ કરાયું છે તે બાબત શંકા પ્રેરેે છે. રેકર્ડ મુજબ તો 6 વાગ્યા બોડી પીએમ રૂમ પર પહોંચી ગઈ એવું બતાવવામાં આવે છે જ્યારે 108વાળો જુબાનીમાં કહે છે કે પોણા સાત સુધી બોડી પીએમ રૂમ પર પહોંચી ન હતી. તો જેનું પીએમ થયુ એ કોણ હતું.

બચાવ પક્ષની વધુમાં દલીલ એ હતી કે સરકાર પક્ષ શું સંતાડવા માગે છે શા માટે 6 જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરીને તપાસ પુરી કરી દેવાઇ. ફેનિલ જ્યારે સોસાસટીમાં પહોંચ્યો ત્યારે તેને પથ્થર મારવામાં આવ્યા એટલે તેણે ઢાળ તરીકે ગ્રીષ્માને પકડી લીધી હતી. જે થયું તે ઉશ્કેરણીમાં થયું

‘પ્રોસિક્યુશનના વિટનેસ જૂઠ્ઠું બોલે છે’
એડવોકેટ ઝમીર શેખની દલીલ હતી કે પ્રોસિક્યુશનના વિટનેસ જુઠ્ઠુ બોલે છે. ગ્રીષ્મા અને ફેનિલ વચ્ચે મિત્રતા હતી તે અંગે કાકા એમ કહે છે કે તેમને જાણ ન હતી. જ્યારે અન્ય વિટનેસ કહે છે કે બધા મળીને ફેનિલના ઘરે સમજાવવા ગયા હતા કે તેનો પીછો ન કરે. કાકા બધુ જાણતા જ હતા

Leave a Reply

Your email address will not be published.