એક સમય એવો હતો કે જ્યારે અમિતાભ બચ્ચનનો પરિવાર ગાંધી પરિવારની ખૂબ નજીક હતો. આ બંને પરિવારના સભ્યો વચ્ચે ગાઢ મિત્રતા હતી. ઈન્દિરા ગાંધી અને અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચન મિત્રો હતા. તેજી હંમેશાં તેમના પરિવાર સાથે ઈંદિરા ગાંધીના ઘરે દિલ્હી આવતા. અહીંથી જ અમિતાભ અને રાજીવ ગાંધી વચ્ચે મિત્રતા શરૂ થઈ.
તેમની મિત્રતા એટલી મજબૂત હતી કે અમિતાભ બચ્ચન રાજીવ ગાંધીની થનારી પત્ની સોનિયા માઈનો ને લેવા માટે એરપોર્ટ પર ગયા હતા અને તેમના લગ્નમાં જોરદાર ડાન્સ કર્યો હતો. રાહુલ અને પ્રિયંકા અમિતાભને ‘મામા’ કહેતા હતા. તેમનો આખો પરિવાર ઘણીવાર સાથે ફરવા પણ જતા હતા. પણ સમય જેમ વહેતો ગયો તેમ તેમની મિત્રતામાં દરાર પડી ગઈ હતી. બચ્ચન અને ગાંધી પરિવારના સભ્યોએ એકબીજાને મળવાનું બંધ કરી દીધું હતું.
આ કારણે વધી ગઈ દુરી
ઈન્દિરા ગાંધીની નાની વહુ મેનકા ગાંધીના સંપાદનમાં પ્રકાશિત થતા સામયિક ‘સૂર્ય’ માં આ બંને પરિવારો વચ્ચેઆવેલી દુરીનાં કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સામયિક અનુસાર, 1980 માં, ઇન્દિરાએ તેજી બચ્ચન સાથેની મિત્રતા હોવા છતાં રાજ્યસભા બેઠક માટે નરગિસની પસંદગી કરી. તેજી બચ્ચનને આ વાત ગમતી નહોતી અને તે અહીંથી જ આ બંને પરિવારોના માર્ગો અલગ થયા હતા. પરંતુ તે સમયે ઇન્દિરા ગાંધીએ એમ કહીને તેમના સંબંધોને સુધાર્યા કે દિગ્ગજ અભિનેત્રી નરગીસ આ પદ માટે બીજા ની સરખામણીએ વધારે યોગ્ય છે.
એમ.એલ ફોતેદારની 2015 ના મેમોયર અનુસાર, તેમના મૃત્યુના થોડા દિવસો પહેલા જ ઇન્દિરા ગાંધીએ પોતાના દીકરા રાજીવ ગાંધીને અમિતાભને લઈને ચેતવણી પણ આપી હતી. ઇન્દિરાએ તેમના પુત્ર રાજીવ (એ વખતે રાજીવ ગાંધી AICCના જનરલ સેક્રેટરી હતા) અને અરૂણ નહેરુ, જે રાજીવના દૂરનો કર્ઝીન થાય છે તે અને ફોતેદારની એક મિટિંગ બોલાવી હતી. આ દરમિયાન, ઇન્દિરાએ લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી હતી.
ફોતેદારના કહેવા મુજબ, ઇન્દિરાજીએ તેમના પુત્રને કહ્યું કે તેજીના પુત્ર અમિતાભ બચ્ચનને ક્યારેય રાજકારણમાં ન લાવતો. રાજીવ ઈન્દિરા ગાંધીની આ વાત સાંભળીને હેરાન થઈ ગયા અને કંઈ બોલી પણ ન શક્યા. આ ઉપરાંત બીજી વાત જે ઇન્દિરા ગાંધીએ તેમના દીકરા રાજીવ ગાંધીને કહી હતી એ સિંધિયા પરિવાર સાથે જોડાયેલી હતી. ઇન્દિરાએ રાજીવ ગાંધીને કહ્યું હતું કે ગ્વાલિયરના પૂર્વ મહારાજા માધવરાવ સિંધિયાથી તારે અંતર રાખવું જોઈએ.
ફોતેદારે કહ્યું કે 1984 ની લોકસભાની ચૂંટણીમાં અમિતાભ બચ્ચનને પાર્ટીની ટિકિટ આપવામાં આવી હતી. ઇન્દિરા અમિતાભને રાજકારણમાં લાવવાની વિરુદ્ધ હતા. પરંતુ રાજીવ અમિતાભને ટિકિટ આપવા પર અડગ હતા. અમિતાભ બચ્ચનને અલ્હાબાદથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને અમિતાભ પણ આ ચૂંટણીમાં જીત્યા હતા. પરંતુ બોફોર્સ વિવાદ બાદ અમિતાભ બચ્ચને અલ્હાબાદના સાંસદ પદેથી રાજીનામું આપીને રાજકારણને અલવિદા કહી દીધું હતું. અમિતાભના પક્ષથી અલગ થવાના કારણે રાજીવને નુકસાન સહન કરવું પડ્યું. 1987 માં, કોંગ્રેસ અલ્હાબાદ બેઠક પરની પેટા-ચૂંટણી હારી ગઈ. આ રીતે આ બંને પરિવારોએ એકબીજા સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.