આ જન્માષ્ટમીએ 27 વર્ષ પછી થઇ રહ્યો છે મહાસંયોગ, આ 3 ભાગ્યશાળી રાશિને થશે લાભ.

આ વર્ષે 11 ઓગસ્ટ મંગળવારે જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવશે. જો કે, આ વખતે અષ્ટમી તિથિ 11-12 ઓગસ્ટએ બે દિવસ રહેશે. તેથી, 12 ઓગસ્ટ બુધવારે કેટલીક જગ્યાએ લોકો જન્માષ્ટમીની ઉજવણી કરશે. જન્માષ્ટમીનો તહેવાર આ વખતે પણ વિશેષ છે, કારણ કે 27 વર્ષ પછી એક ખૂબ જ આશ્ચર્યજનક સંયોગ બનવા જઈ રહ્યો છે. 1993 પછી જન્માષ્ટમી પર પહેલીવાર બુધ્ષ્ટમી અને સર્વાર્થ સિદ્ધિ યોગની રચના થઇ રહી છે. જ્યોતિષીઓનું કહેવું છે કે તુલા, મકર અને મીન રાશિના લોકો તેનો વધુ ફાયદો આ સંયોગમાં થઇ શકે છે.

મેષ – મેષ રાશિના લોકોની લાંબા સમયથી ચાલતી કામગીરી પૂર્ણ થશે અને પ્રેમ સંબંધોમાં આવતી અડચણો દૂર થશે. ભગવાન શ્રીકૃષ્ણની ગાયના દૂધથી પૂજા કરો. શ્રી કૃષ્ણની પંચામૃતથી પૂજા કરવાથી તમને લાભ થશે.

વૃષભ- વૃષભ રાશિના લોકોની ખુશહાલીમાં વધારો થશે. આનંદ ઘરે બેઠા આવશે. દહીં થી બાલ ગોપાલ નો અભિષેક કરશો તો લાભ થશે. આ રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને સફેદ માખણ અર્પન કરવું જોઇએ. શ્રી કૃષ્ણને સફેદ રંગ પસંદ છે અને તમારી રાશિનો સ્વામી શુક્ નો પણ આ રંગ હોવાથી તે રાજી થશે.

મિથુન- લાંબા સમયથી ચાલતી ઇચ્છાઓ પૂર્ણ થશે. તમારા બધા અધૂરા કાર્યો પૂરા થશે. મિથુન રાશિના જાતકોએ શ્રીકૃષ્ણને ધરાવેલ પ્રસાદનું સેવન કરવું જોઈએ. તમે શેરડીના રસથી ભગવાનનો અભિષેક પણ કરી શકો છો.

કર્ક – જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. તમને રોગોથી રાહત મળશે અને તમે કોઈ યોજનાઓ લાભ લઇ શકશો. કર્ક રાશિના જાતકોએ દૂધમાં તુલસી નાખી ભગવાનને અર્પણ કરવી જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણની પૂજા પવિત્રતા કાચા દૂધથી કરો.

સિંહ- લગ્નજીવનમાં વિલંબની સમસ્યા સમાપ્ત થશે. વિવાહિત જીવનમાં સુખ આવશે. સિંહ રાશિના જાતકોએ શ્રી કૃષ્ણને હીંચકે જરૂર જુલાવજો. કેસર બરફી નો પ્રસાદ અર્પણ કરો અને ગુલાબ જળથી ભગવાનનો અભિષેક કરો.

કન્યા – કન્યા રાશિ લોકોનું ભાગ્યોદય થશે. વર્તનમાં સકારાત્મક પરિવર્તન આવશે. કન્યા રાશિના જાતકોએ ભગવાનને લાડુથી પ્રસાદ જરૂર અર્પણ કરવો જોઈએ. શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરો.

તુલા – તુલા રાશિના લોકોની પૈસાની સમસ્યાઓ દૂર થશે. પૈસા તંગી અને પૈસાની ચિંતા દૂર થશે. ભગવાન શ્રીકૃષ્ણને ગાયનું માખણ અર્પણ કરો. દહીંથી શ્રી કૃષ્ણનો અભિષેક કરો.

વૃશ્ચિક- તમારા બધા કાર્યો ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. દુશ્મનોના કાવતરાં નિષ્ફળ જશે. વૃશ્ચિક રાશિના જાતકોએ ભગવાન શ્રીકૃષ્ણને ગાયના દૂધ અર્પણ કરવું જોઈએ અને પંચામૃતથી અભિષેક કરો.

ધનુ – ધનુ રાશિના લોકો સ્વજનો તરફથી સારા સમાચાર મળી શકે છે. પરિચિતો સાથેનો વાદ-વિવાદ સમાપ્ત થઈ શકે છે. શ્રી કૃષ્ણને ધનુ રાશિના જાતકોએ બરફી અર્પણ કરવી જોઈએ અને બાલ ગોપાલને હળદરનાં દૂધથી અભિષેક કરો.

મકર – મકર રાશિના લોકો શિક્ષણમાં સારી કામગીરી કરશે. એકાગ્રતામાં વધારો થશે અને કારકિર્દીમાં પ્રગતિ મળશે. મકર રાશિના જાતકોએ કૃષ્ણને હીંચકે જરૂર જુલાવવા જોઈએ સાથે કૃષ્ણનો ગંગા જળ થી અભિષેક જરૂર કરવો જોઈએ

કુંભ – કુંભ રાશિના લોકોના તમામ અવરોધો દૂર થશે. ઘરમાં ખુશીઓ રહેશે. ઘરના સભ્યો રાજી અને સુખી રહેશે. કુંભ રાશિના જાતકોએ શુદ્ધ ઘી મીઠાઈઓ દ્વારિકાધીશ અર્પણ કરવી જોઈએ અને પંચામૃતથી અભિષેક કરવાનું ભૂલશો નહીં.

મીન – મીન રાશિના લોકોને વ્યવસાયમાં સફળતા મળશે અને નાની મોટી મુશ્કેલીઓ દૂર થશે. મીન રાશિના જાતકોએ મોહનથાળનો પ્રસાદ શ્રીકૃષ્ણને અર્પણ કરવો જોઈએ અને કેસરના દૂધથી અભિષેક કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarat Live