સામાન્ય મહિલા જો ધારે તો ગમે તેવી પરિસ્થિતિમાં સફળતાનાં શિખરે પહોંચી શકે છે, જાણો વિશ્વ ક્રિકેટમાં ધૂમ મચાવતી લક્ષ્મીની કહાની

cricket

ભારતની ભૂતપૂર્વ મહિલા ક્રિકેટર જી.એસ. લક્ષ્મી એ એક ખાસ મહિલા છે જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આઈસીસીની મેચ રેફરી બનીને નવો ઇતિહાસ રચ્યો છે. આંતરરાષ્ટ્રી ક્રિકેટ કાઉન્સીલ દ્વારા લક્ષ્મીને મેચ રેફરીના આંતરરાષ્ટ્રીય ટીમમા પસંદ કરવામાં આવી હતી. આવી ટીમ મા સિલેક્ટ થનારી તે પહેલી ભારતીય મહિલા છે.

જી.એસ.લક્ષ્મી એ રેલ્વે તરફથી પ્રથમ રમવાનું શરૂ કર્યું હતું. દેશની સૌથી સફળ સ્થાનિક મહિલા ક્રિકેટર જી.એસ. લક્ષ્મી રેલ્વે ટીમ સાથે પ્રથમવાર ક્રિકેટ રમી હતી તેમ છતાં તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી ન હતી.તે 1999 માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી મહિલા ક્રિકેટ ટીમની સભ્ય હતી. 23 મે 1968 ના રોજ આંધ્રપ્રદેશના રાજમુંદ્રીમાં જન્મેલી લક્ષ્મી જમશેદપુરમાં મોટી થઈ હતી.

તેને ક્રિકેટ રમવાનું એટલું જુનુન હતું કે 1986 માં તે ૧૦ મા ની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકી નહિ અને તેને કોલેજમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી. ત્યારબાદ તેના પિતાએ ક્રિકેટની રમતમાં તેની નિપુણતા જોઈને તેને સ્પોર્ટ્સ ક્વોટાથી કોલેજમા પ્રવેશ અપાવ્યો હતો અને કોલેજના ટ્રસ્ટી ને ખાતરી આપી હતી કે કોલેજની પહેલા નંબર ની ઝડપી બોલર બની શકે છે.

તેના પિતાએ કોલેજના ટ્રસ્ટી ને વચન આપ્યું હતું તે પૂર્ણ કરી ને બતાવ્યું હતું. લક્ષ્મીએ તેની બોલિંગથી બધાને પ્રભાવિત કર્યા તેના પરિણામે તેને 1989 માં દક્ષિણ મધ્ય રેલ્વેમાં નોકરી મળી અને હૈદરાબાદ આવી ગઈ. અહીંથી તેણે રેલ્વે ટીમ સાથે રમવાનું શરૂ કર્યું. 2008 માં બીસીસીઆઈએ મહિલા રેફરીઓને ઘરેલું ક્રિકેટમાં તક આપવાનું શરૂ કર્યું અને લક્ષ્મી આ નોકરી માટે પસંદ થયેલ પાંચ મહિલા રેફરીઓની ટીમમા જોડાયા . 2014 માં, બીસીસીઆઈએ રેફરી પરીક્ષાનુ આયોજન કર્યું તેમાં લક્ષ્મી સહિત 50 રેફરીઓની પસંદગી કરવા આવી હતી.

2004 માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. વર્ષ 2004 મા જી.એસ. લક્ષ્મી નિવૃત થતાની સાથે જ લક્ષ્મીએ દક્ષિણ મધ્ય રેલ્વે ની ટીમમા સેવા આપવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદથી લક્ષ્મી 19 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓને ક્રિકેટ શીખવાડતી હતી. આ ઉપરાંત તે આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રણ મહિલા વન-ડે અને ત્રણ મહિલા ટી -20 મેચોમાં રેફરી રહી હતી. ક્રિકેટના ક્ષેત્રમાં બંને ટીમોના 11-11 ખેલાડીઓ, અમ્પાયર અને હજારો પ્રેક્ષકો સિવાય, રેફરી એ એક એવી વ્યક્તિ છે જે રમતના બધાજ નિયમો ના જાણકાર હોય અને મેચ દરમિયાન નિયમોનુ ઉલ્લંઘન ન થાય તે તેની જવાબદાર હોય છે.

મેચ રેફરી પર મોટી જવાબદારી હોય છે. ક્રિકેટની રમતમાં મેચ રેફરી મેદાનમાં એક ક્ષણ પણ જોવા મળતો નથી, પરંતુ તે મેચની દરેક નાની મોટી પ્રવૃત્તિ પર નજર રાખે છે. તે મેચ દરમિયાન પરિણામ બદલી શકતો નથી કે ન તો ફેરફાર કરી શકે છે. મેચ રેફરી સુનિશ્ચિત કરે છે કે મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ આઈસીસીના નિયમોનુ પાલન કરે. જો કોઈ ખેલાડી દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવે તો સજા નક્કી કરવાનું મેચ રેફરીનું કામ છે. દરેક મેચ પછી મેચના રેફરી એ આઇસીસીને મેચ નો અહેવાલ રજૂ કરવો પડે છે , જેમાં મેચમાં રમતા તમામ ખેલાડીઓ અને અમ્પાયરો દ્વારા ક્રિકેટના નિયમોનું ઉલ્લંઘન કરનારી ઘટનાઓ બની હોય તો તે વિશે જાણ કરવાની હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *