બધા લોકો રામાયણના બધા એપિસોડ એટલા ધ્યાનથી જોતા હોય કે તેમને બધા ચરિત્રો વિશે જાણકારી હશે. બધાને ખબર જ હશે કે રામના ત્રણ ભાઈ હતા લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન. પણ ખુબજ ઓછા લોકોને ખબર હશે કે ભગવાન રામની એક બહેન પણ હતી અને તેનું નામ શાંતા હતું. રામાયણમાં શાંતા નો ખુબજ ઓછો ઉલ્લેખ થયો છે.

શાંતા કોણ હતી ? :- રાજા દશરથ અને કૌશલ્યા ની એક પુત્રી શાંતા એ ચારેય ભાઈઓ માંથી એક લાડકી મોટી બહેન હતી. પરંતુ જન્મના થોડા સમય પછી વર્ષીણી અને તેના પતિ રોમપદે તેને ખોળે લઇ લીધી હતી. શાંતા મોટી થઇ ગઈ પછી તેના લગ્ન શ્રુંગ ઋષિ સાથે કરવામાં આવ્યા જે શ્રુંગના વંશજ સેંગર રાજપૂત હતા. તેમને એકને જ ઋષિ વંશી રાજપૂત કહેવામાં આવતા હતા.
કથાઓ અનુસાર વર્ષીણી ને કોઈ સંતાન ન હતું. એકવારવર્ષીણી તેની બહેનને તેના પતિ સાથે મળવા અયોધ્યા આવી ત્યારે તેણે મજાકમાં શાંતાને દત્તક લેવાની ઇચ્છા વ્યક્ત કરી. તેની બહેનની વાત સાંભળ્યા પછી રાજા દશરથે તેની પુત્રી શાંતાને તેમને આપવાનું વચન આપ્યું અને આ રીતે તે અયોધ્યાથી શાંતા અંગની રાજકુમારી બની ગઈ.

શાંતા પછી રાજા દશરથ ને કોઈ સંતાન ન હતું. રાજવંશ ને આગળ વધારવા માટે તેમેને એક પુત્ર જોઈતો હતો એટલા માટે તેમેણે ઋષિ શ્રુંગ ને પુત્રકામેષ્ટિ યજ્ઞ કરવા માટે બોલાવ્યા. ત્યારપછી રામ, ભરત અને જુડવા લક્ષ્મણ અને શત્રુધ્ન નો જન્મ થયો.
વેદ, કળા અને શિલ્પમાં નિપૂર્ણ શાંતા ખુબજ સુંદર હતી. એક દિવસ રાજા રોમપદ શાંતા સાથે વાતચીત કરતા હતા ત્યારે એક બ્રાહ્મણ રાજા પાસે ખેતીની મદદ માંગવા માટે આવ્યો પરંતુ રાજા રોમપદે બ્રાહ્મણ ની વાત પર ધ્યાન ન આપ્યું અને બ્રાહ્મણ ત્યાંથી નારાજ થઈને ચાલ્યા ગયા. ઈન્દ્રદેવ પણ તેના ભક્તના અપમાનથી ખુબજ નારાજ થયા અને ચોમાસામાં ત્યાં ખુબજ ઓછો વરસાદ થયો ને ત્યાં દુકાળ પડ્યો. ત્યારે રાજા રોમપદ ઋષિ શ્રુંગની પાસે મદદ માંગવા માટે ગયા અને તેમને યજ્ઞ કરવાનું કહ્યું.ઋષિ શ્રુંગના યજ્ઞ પછી આ દેશમાં વરસાદ થયો અને ત્યાં દુકાળ દુર થયો. આનાથી પ્રસન્ન થઈને રોમપદે તેની પુત્રી શાંતાના લગ્ન ઋષિ શ્રુંગ સાથે લગ્ન કરાવ્યા.

ઘણાલોકોનું એવું માનવું છે કે ટીવીમાં આવતી સીરીઅલમાં એવું બતાવામાં આવ્યું છે કે શાંતા ને કોઈએ ખોળે નહોતી લીધી. અયોધ્યામાં એક વાર ભયંકર દુકાળ પડ્યો અને ઋષિ શ્રુંગ ત્યાં યજ્ઞ કરવા આવ્યા. તેના દ્વારા યજ્ઞ કરવાથી ખુબજ વરસાદ આવ્યો હતો અને ત્યારેજ રાજા દશરથ ઋષિ શૃંગ ને સન્માનિત કરવા માંગતા હતા અને તેણે ઋષિ શ્રુંગ સાથે શાંતાના લગ્ન કરાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.