જયારે એન્ટીબાયોટીક દવાની શોધ નહોતી થઇ એ પહેલા આ ભારતીય ડોકટરે આ બીમારી ની દવા શોધી કાઢી હતી.

Story

કોઈપણ રોગનો ઇલાજ શોધવો એ એક મોટી સિદ્ધિ છે. ઘણા ભારતીય તબીબે વિજ્ઞાનમા નોંધપાત્ર શોધો કરી છે, પરંતુ શું તમે એવા ભારતીય ડોક્ટરને જાણો છો કે જેમની એક સિધ્ધિએ તેમને ૧૯૨૯ માં નોબેલ પુરસ્કારની નજીક લાવ્યા હતા? કાલા-આઝારના ઇલાજ પર ડો બ્રહ્મચારીની શોધ ટ્રોપીકલ ચિકિત્સા વિજ્ઞાનમા સૌથી ઉત્કૃષ્ઠ રહી છે જેના કારણે આસામ પ્રાંતમા ત્રણ લાખ લોકોનો જીવ બચ્યો હતો. અમે ડો. ઉપેન્દ્રનાથ બ્રહ્મચારી વિશે વાત કરી રહ્યા છીએ, જેમણે યુરિયા સ્ટીબેમાઈન નામની દવા શોધી કાઢી, જેનો ઉપયોગ કાલા-આઝાર જેવા જીવલેણ રોગની સારવાર માટે થાય છે. કાલા-આઝાર એ એક રોગ છે જે આપણા આંતરિક અવયવો જેવા કે યકૃત, અસ્થિમજ્જા અને બરોળને અસર કરે છે.

કાલા-આઝાર રેતીની માખીઓ દ્વારા ફેલાય છે અને ૧૮૭૦ માં આસામ એ આ રોગ દ્વારા અસરગ્રસ્ત પ્રથમ રાજ્ય હતું. આને કારણે નાગાઓ, ગોલપરા, ગારો હિલ અને કામરૂપ જેવા વિસ્તારોમાં ઘણા લોકોના મોત થયા અને ધીમે ધીમે પશ્ચિમ બંગાળ અને બિહારમાં ફેલાવા માંડ્યો. વિશ્વભરના ચિકિત્સકોએ ઉપાય શોધવાનું શરૂ કર્યું, પરંતુ તેમાંના મોટા ભાગના નિષ્ફળ ગયા. અંતે ડોક્ટર બ્રહ્મચારી હતા જેમણે આને શક્ય બનાવ્યું અને તેમની શોધને કારણે આ રોગને કારણે મૃત્યુદર ૯૫% થી ઘટીને ૧૯૨૫ માં ૧૦% થઈ ગયો. ૧૯૩૬ માં આ દર ઘટીને ૭% થયો છે.

ડોક્ટર બ્રહ્મચારીનો જન્મ ૧૯ ડિસેમ્બર ૧૮૭૩ માં બિહારના જમાલપુરમાં થયો હતો. તેમના પિતા નિલમોની બ્રહ્મચારી પૂર્વ ભારતીય રેલ્વેમાં ડોક્ટર હતા અને માતા સૌરભ સુંદરી દેવી ગૃહિણી હતા. તેણે પૂર્વ રેલ્વે બોયઝ હાઇ સ્કૂલ, જમાલપુરથી અભ્યાસ કર્યો હતો. તેમણે ૧૮૯૩ માં હુગલીની મોહસીન કોલેજમાંથી ગણિત અને રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી. ત્યારબાદ રસાયણશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવવા માટે ૧૮૯૪ માં પ્રેસિડેન્સી કોલેજમાં ગયા.

ત્યારબાદ તેણે ફરીથી પોતાનો અભ્યાસક્રમ બદલ્યો અને ડોક્ટર ઓંફ મેડિસિનની ડિગ્રી મેળવવા માટે કલકત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. તેમણે આ ડિગ્રી ૧૯૦૨ માં પ્રાપ્ત કરી અને પછી ૧૯૦૪ માં તેમણે ‘હેમોલિસિસ’ પર થેસિસ લખીને પીએચડી મેળવી. ૧૮૯૯ મા તેમણે પ્રાંતીય તબીબી સેવામાં પેથોલોજી અને મેટેરિયા મેડિકાના પ્રોફેસરનું પદ સંભાળ્યું.

૧૯૦૧ માં તેમણે ઢાકા મેડિકલ સ્કૂલમાં ફિઝિશિયન તરીકે કામ કર્યું. ૧૯૦૫ માં તેઓ કોલકાતા ગયા જ્યાં તેઓ કમબેલ મેડિકલ સ્કૂલમાં શિક્ષક અને ચિકિત્સક તરીકે કામ કરતા. અહીંથી જ તેમણે કાલા-આઝારનો ઉપાય શોધવાની પ્રક્રિયા શરૂ કરી હતી. ૧૯૧૯ ના અંત સુધીમા ભારતીય સંશોધન ફંડ એસોસિએશને ડો. બ્રહ્મચારીને રોગની સારવાર અંગે સંશોધન ચાલુ રાખવાની મંજૂરી આપી.

તેમણે પોતાનું સંશોધન ચાલુ રાખ્યું અને ૧૯૨૨ માં, કેમ્પબેલ હોસ્પિટલના નાના ઓરડાઓ અને મર્યાદિત સંસાધનોની વચ્ચે સફળતા મેળવી. અહીં તેણે યુરીયા સોલ્ટ ઓફ પારા એમિનો ફિનાઇલ સ્ટીબનિક એસિડ ની શોધ કરી, જેમાં કાલા-આઝાર સામે લડવાની ક્ષમતા છે જેનું નામ તેણે યુરિયા સ્ટીબેમાઇન રાખ્યું છે.

એન્ટિબાયોટિક્સની શોધના ઘણા વર્ષો પહેલા ડો. બ્રહ્મચારીની સિદ્ધિ એ વિજ્ઞાન અને તબીબી સારવારના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ. ચિકિત્સા ક્ષેત્રે તેમનું યોગદાન અહીં સમાપ્ત થતું નથી. તે કાલા-આઝાર વાળા દર્દીઓમાં ચામડીના ચેપને માન્યતા આપનાર પ્રથમ વ્યક્તિ હતા અને તેથી આ રોગને બ્રહ્મચારી લેશ્મનોઈડ નામ આપવામાં આવ્યું હતું.

તેમને મેલેરિયા, બર્દવાન તાવ, ક્વાર્ટન મેલેરિયા, કાળાપાણી તાવ, સેરેબ્રોસ્પાઇનલ મેનિન્જાઇટિસ, રક્તપિત, હાથીપગો અને સિફિલિસ જેવા રોગોની સારવારના ક્ષેત્રે પણ તેમના કામ માટે યાદ કરવામાં આવે છે. ફીઝિયોલોજી અને મેડિસિનની કેટેગરીમાં નોબેલ પારિતોષિક માટે નામાંકિત થવા ઉપરાંત, તેમને ૧૯૨૧માં કોલકત્તા સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિન અને હાઇજીન દ્વારા ‘મિન્ટો મેડલ’ મળ્યો હતો.

૧૯૩૪ મા તેમને બ્રિટીશ સરકાર દ્વારા ‘નાઈટહૂડ’ જાહેર કરાયા. બંગાળની એશિયાટીક સોસાયટીએ તેમને સર વિલિયમ્સ જોન્સ મેડલ તેમજ કલકત્તા યુનિવર્સિટી દ્વારા ‘ગ્રિફિથ મેમોરિયલ ઇનામ’ આપ્યું હતું. આ મહાન વૈજ્ઞાનિક નુ ૬ ફેબ્રુઆરી ૧૯૪૬ ના રોજ ૭૨ વર્ષની વયે અવસાન થયું. તેમ છતાં ચિકિત્સા ક્ષેત્રે તેમના આ યોગદાન પૂરતા પ્રમાણમાં માન્યતા આપવામાં આવી નથી, તેમ છતાં, તે લાખો લોકોના જીવ બચાવનાર વૈજ્ઞાનિકો તરીકે યાદ કરવામા આવ્યા.

Leave a Reply

Your email address will not be published.