શું તમે કોઈ દિવસ શાકાહારી મગર જોયો છે અને એ પણ મંદિર ની રક્ષા કરતો? તો જાણો તેની પાછળ નું રહસ્ય.

Dharma

અનંતપુર મંદિર એ કેરળનાં કાસરગોડમાં સ્થિત એક માત્ર તળાવ મંદિર છે અને તે બબીઆ નામના દૈવી મગરની દંતકથા માટે પ્રખ્યાત છે. લોકો એમપણ કહે છે કે તળાવમા રહેલી મગર મંદિરની રક્ષા કરે છે. લોકો એ પણ કહે છે કે તળાવમા રહેલી મગર મ્રત્યુ પામે ત્યારે રહસ્યમય રીતે બીજી મગર પ્રગટ થઈ જાય છે. આ મંદિર ભગવાન અનંતપદ્મનાભસ્વામી (ભગવાન વિષ્ણુ) ને સમર્પિત છે. તે ૨ એકર વિશાળ તળાવની મધ્યમાં આવેલું છે.

મંદિર સંકુલના મૂળ શિલ્પો ધાતુ અને પથ્થરથી બનેલા ન હતા, પરંતુ ૭૦ થી વધુ ઓષધીય સામગ્રીના સમાવેશથી બનાવવામાં આવ્યા હતા, જેને ‘કાદુ-શર્કરા-યોગ’ તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૬૨ માં આ મૂર્તિઓની બદલી પંચલાઉહાદતુની બનેલી મૂર્તિઓથી કરવામાં આવી.

આજકાલ તેમની જગ્યાએ ‘કાદુ-શર્કરા-યોગ’ ની બનેલી મૂર્તિઓ મૂકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અનંતપુર તળાવ મંદિર એ તિરુવનંતપુરમના અનંતપદ્મનાભસ્વામીનું મૂળ સ્થાન છે. અહીં અધ્યક્ષ દેવતા ભગવાન અનંતપદ્મનાભ, સાપ દેવતા, વગેરે ટોચ પર બિરાજમાન છે. સ્થાનિક લોકો માને છે કે ભગવાન અહીં મૂળ સ્થાયી થયા હતા.

મંદિરની દિવાલો પેઇન્ટિંગ્સથી ઘેરાયેલી છે અને એક ગુફા છે જેનો ચહેરો એક તળાવ તરફ ખુલે છે જ્યાં પાણીનું સ્તર હંમેશાં સરખું રહે છે તે હવામાનથી પ્રભાવિત નથી. એવુ માનવામાં આવે છે કે મંદિરની રક્ષા કરતા મગર ૪૦ વર્ષથી આ તળાવમાં છે. દેવતાની પૂજા કર્યા પછી ભક્તો તરફથી મળેલી તકોમાં ‘બબિયા’ ને ભોજન આપવામાં આવે છે, જે મંદિર મેનેજમેન્ટ મંડળ દ્વારા ચડાવવામાં આવે ત્યારે જ તેને સ્વીકારે છે.

હાથીની જેમ બબીઆને પણ મોમાં ખોરાક મૂકીને ખવડાવવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ મગર શાકાહારી છે અને કોઈને નુકસાન કરતી નથી પછી ભલે તે તળાવની અન્ય પ્રજાતિઓ હોય. કહેવામા આવે છે કે ૧૯૪૬ મા એક અંગ્રેજ સિપાહીએ મગરને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. સિપાહી થોડા દિવસોમાંજ સપના કરડવાથી મ્રત્યુ પામ્યો.

જોત જોતામા મૃત મગરની જગ્યા બીજા મગરે લઈ લીધી. જો તમે ભાગ્યશાળી હો તો તમે આજે પણ તે જોઈ શકો છો. મંદિરના ટ્રસ્ટી કહે છે કે મગર ભગવાનનો દૂત છે અને જયારે પણ મંદિરના પરિસર પર અથવા તેની આસપાસની જગ્યાએ ન બનવાની ઘટના બનવાની હોય ત્યારે મગર સૂચિત કરી દે છે.

જો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો, તો તમે કાસરગોડ ઉતરો રિક્ષા અથવા ટેક્સી લઇને મંદિરમાં જઈ શકો છો. મંદિર કાસરગોડથી ૧૪ કિમી દૂર છે. જો તમે વિમાન દ્વારા આવો છો તો મંગ્લોર એ સૌથી નજીકનું એરપોર્ટ છે. મંદિર ત્યાંથી લગભગ ૫૦ કિ.મી.દુર છે અને ત્યાંથી તમે બસ કે ટ્રેન પકડી અહીં પહોંચી શકો છો.

Leave a Reply

Your email address will not be published.