જાણો દક્ષિણ ભારતના આ કોટીલીંગેશ્વર સ્વામી મંદિર વિષે કે જ્યાં શિવલિંગ ની સંખ્યા જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો.

Dharma

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભોલે શંકરને બ્રહ્માંડના સર્જક અને પાલનહાર તરીકે પૂજવામા આવે છે. ભગવાન શિવને પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ભારત સુધીમા મહાકાલ, મહાદેવ, મહાકાલેશ્વર, સંભુ, નટરાજ, ભૈરવ અને આદિયોગી વગેરે નામોથી ઓળખવામા આવે છે. તેમાંથી એક ‘શ્રી કોટીલીંગેશ્વરા સ્વામી મંદિર’ છે જે કર્ણાટકના કોલાર જિલ્લામા કામસમન્દ્ર ગામમા સ્થિત છે. આજે આ લેખમા અમે તમને કોટીલીંગેશ્વર સ્વામી મંદિર વિશે વધુ નજીકથી જણાવીશુ. આ લેખમાં અમે તમને એ પણ સમજાવીશુ કે ૧ કરોડ શિવલિંગ સ્થાપિત કરવા પાછળનુ કારણ શું હોઈ શકે છે! તો ચાલો જાણીએ આ મંદિર ના ઈતિહાસ વિષે.

ઈતિહાસ :- ઘણા માને છે કે આ પવિત્ર મંદિર ૧૯૮૦ ની આસપાસ સંભા શિવ મૂર્તિ અને તેમની પત્ની રુકમણી દ્વારા બનાવવામા આવ્યુ હતુ. એવુ કહેવામા આવે છે કે શરૂઆતમા આ સ્થાન પર પાંચ શિવલિંગ પછી સો શિવલિંગ અને પછી એક હજાર એમ કરીને આજે અહીં લગભગ ૧ કરોડ શિવલિંગ સ્થાપિત છે. જો કે વર્ષ ૨૦૧૮ મા સંભા શિવ મૂર્તિ એટલે કે સ્વામીજીનુ નિધન થઈ ગયુ હતુ. ત્યારથી અહી હાજર અન્ય અધિકારીઓ શિવલિંગ સ્થાપિત કરી રહ્યા છે. એવુ કહેવામા આવે છે કે સ્વામીજી અહી કરોડોની સંખ્યામા શિવલીંગની સ્થાપના કરવા માંગતા હતા.

માન્યતા :- આ મંદિર વિશે ઘણી માન્યતાઓ છે પરંતુ જો કોઈ પણ માન્યતા વિશે સૌથી વધુ વાત કરવામાં આવે તો કહેવામા આવે કે ભગવાન ઇન્દ્રએ ગૌતમ ઋષિના શ્રાપથી મુક્ત થવા માટે અહીં શિવલિંગની સ્થાપના કરી હતી એમ કહેવાય છે. આ પછી આ સ્થળ ભારતભરમા કોટીલીંગેશ્વર તરીકે જાણીતુ બન્યુ હતુ. એવુ કહેવામા આવે છે કે કોઈપણ ભક્ત અહી પોતાના નામનુ શિવલિંગ સ્થાપિત કરી શકે છે.

તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે મૂર્તિના રૂપમા સ્થાપિત શિવલિંગની ઉચાઈ લગભગ ૧૦૮ ફૂટ છે. એવુ કહેવામા આવે છે કે જો શિવ ભક્તો આ મંદિરના સંકુલમાં શિવલિંગની સ્થાપના કરવા માંગતા હોય તો તેઓ તેમના નામે ૧ ફૂટથી ૩ ફૂટ સુધીની શિવલિંગ સ્થાપિત કરી શકે છે. અહી મહાશિવરાત્રીના દિવસે લાખો ભક્તોની ભીડ આશ્ચર્યચકિત કરે છે.

એવુ કહેવામા આવે છે કે મહાશિવરાત્રીના દિવસે ભક્તોની સંખ્યા ૨ લાખથી વધુ પહોંચી જાય છે. એવુ માનવામા આવે છે કે અહી વૃક્ષો પર પીળો દોરો બાંધવાથી ઈચ્છા પૂર્ણ થાય છે.
અહી કોતીલીંગેશ્વર મંદિર પ્રખ્યાત છે. મુખ્ય મંદિરની સાથે-સાથે અન્ય ૧૧ મંદિરો પણ ખૂબ પ્રખ્યાત છે. આ ૧૧ મંદિરોમાં બ્રહ્માજી, વિષ્ણુજી, રામ-લક્ષ્મણ-સીતા અને વેંકટરમણિ સ્વામી વગેરે આ સંકુલમા મુખ્ય મંદિરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *