શાસ્ત્રો પ્રમાણે બધાજ દિવસ શુભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે અઠવાડિયાના સાત દિવસ માટે અમુક વિશેષ ઉપાય બતાવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી દરેક તેના જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવી શકે છે.

૧) સોમવારે કરો આ કામ :- જ્યોતિષ શાસ્ત્ર મુજબ સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. ભગવાન શિવને સફેદ કપડા ખુબજ ગમે છે અને સફેદ કપડા પહેરી ને ભગવાન શિવજી ની પૂજા કરવાથી જીવન મા આવનારી તમામ મુશ્કેલી દુર થાય છે.
૨) મંગળવારે કરો આ કામ :- મંગળવારના દિવસે જે લોકો લાલ અથવા કેસરી કપડા પહેરી ને હનુમાનજીને ભોગ ધરે છે તેના જીવનમા દરેક ક્ષેત્રમા સફળતા મળે છે.
૩) બુધવારે કરો આ કામ :- બુધવાર નો દિવસ ભગવાન ગણેશ ને અર્પણ થાય છે . આ દિવસે લીલા કપડા પહેરી ને મંદિરે જવાનું શુભ ગણાય છે. બુધવાર ના દિવસે લીલા કપડા પહેરી ને મંદિરે જવાથી બધી ઈચ્છા પૂર્ણ થાય છે . તમે આ દિવસે લીલા રંગ ના કપડા ગરીબ લોકો ને દાન કરી શકો છો.

૪) ગુરુવારે કરો આ કામ :- ગુરુવાર નો દિવસ એ ભગવાન વિષ્ણુ અને સાઈંબાબા નો દિવસ છે .આ દિવસે પીળા રંગ ના કપડા પહેરવા એ શુભ ગણાય છે. પીળો રંગ એ બુધ ગ્રહ નો પ્રિય ગણવામા આવે છે. જેનો બુધ ગ્રહ મજબુત હોય તેના મનની બધી મનોકામના પૂરી થાય છે.
૫) શુક્રવારે કરો આ કામ :- શુક્રવાર નો દિવસ એ લક્ષ્મી માતા નો દિવસ ગણવામા આવે છે .આ દિવસે લાલ રંગ ના કપડા પહેરી ને માતાજી ને ભોગ ચડાવા થી માતાજી ની કૃપા થાય છે. આ દિવસે કોઈ ગરીબ બાળકને લાલ રંગ ના કપડા નુ દાન આપવામા આવે તો લક્ષ્મીમાં ની કૃપા આપણી ઉપર બની રહે છે.

૬) શનિવારે કરો આ કામ :- શનિવાર નો દિવસ શનિદેવ નો દિવસ છે. શનિદેવ ને વાદળી ને કાળો રંગ પ્રિય છે. આ દિવસે તમે કાળો અને વાદળી રંગ ના કપડા પહેરોતો શનિ દેવ ની કૃપાથી બધા કાર્યોમા સફળતા મળે છે.
૭) રવિવારે કરો આ કામ :- રવિવાર એ સૂર્યદેવ નો દિવસ ગણવામા આવે છે. આ દિવસે લાલ કપડા પહેરીને સૂર્યદેવ ને જળ ચડાવામાં આવે તો તેની કુંડળી મા સૂર્ય નુ સ્થાન મજબુત થાય છે.