જાણો ભારતની પ્રથમ મહિલા સિવિલ એન્જિનિઅર કે જેણે કાશ્મીરથી અરુણાચલ સુધી ૬૯ પુલ બનાવ્યા હતા.

Story

ભારતના પ્રથમ મહિલા સિવિલ એન્જિનિયર શકુંતલા એ ભગત જેમણે કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ૬૯ પુલ બનાવ્યા અને તેમણે પુલ નિર્માણના સંશોધન અને વિકાસમાં મોટી ભૂમિકા નિભાવી છે. તેમણે પતિ અનિરૂધ એસ ભગત સાથે મળીને આ ક્ષેત્રમાં પહેલીવાર ‘ટોટલ સિસ્ટમ’ પદ્ધતિ વિકસાવી.

આજે અમે તમને એક એવી સ્ત્રીની વાર્તા જણાવીશું જેણે કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ૬૯ પુલ બનાવ્યા છે. આ વાત ભારતની પ્રથમ મહિલા સિવિલ એન્જિનિયર શકુંતલા એ ભગતની છે. પુલની ઘણી નવી ડિઝાઇન બનાવવામા શકુંતલાનું મહત્વનું કાર્ય રહ્યું છે. તેમણે મુંબઈમાં બ્રિજ કન્સ્ટ્રક્શન ફર્મ ‘ક્વાડ્રિકન’ ની સ્થાપના પણ કરી હતી. પે ફર્મે યુકે, યુએસએ અને જર્મની સહિત વિશ્વભરમાં ૨૦૦ બ્રિજની રચના કરી છે.

શકુંતલા એ ભગત 1953 માં મુંબઈની વીરમાતા જીજાબાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓંફ ટેકનોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવનારી પહેલી મહિલા હતી. શકુંતલા એ ભગતે પુલ નિર્માણના સંશોધન અને વિકાસમાં મોટી ભૂમિકા નિભાવી છે. શકુંતલાએ અનિરુધ એસ ભગત સાથે લગ્ન કર્યાં હતાં. અનિરુધ મિકેનિકલ એન્જિનિયર હતા.

આ દંપતીએ મળીને આ ક્ષેત્રમાં પ્રથમ વખત ‘ટોટલ સિસ્ટમ’ પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિમાં, એસેમ્બલી પ્રક્રિયામાં પુલો બનાવતી વખતે, પ્રમાણભૂત મોડ્યુલર ભાગો, જે ટ્રાફિકની પહોળાઈ અને લોડ વહન ક્ષમતા પર આધાર રાખે છે, વિવિધ પ્રકારના પુલો બનાવવામાં વપરાય છે. ક્વાડ્રિકન સ્ટીલ પુલ હિમાલયના પ્રદેશમાં લોકપ્રિય તરીકે જોવા મળે છે, જ્યાં પુલ બનાવવાની અન્ય તકનીકોનો અમલ કરવો અશક્ય છે. હવે સવાલ એ છે કે તે બધાની શરૂઆત કેવી થઈ?

કોંક્રિટ બિઝનેસ :– ૧૯૬૦ મા શકુંતલાએ પેનસિલ્વેનીયા યુનિવર્સિટીમાંથી ‘સિવિલ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ’ માં માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારબાદ તે મુંબઇની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમા સિવિલ એન્જિનિયરિંગમાં સહાયક પ્રોફેસર અને ‘હેવી સ્ટ્રક્ચર્સ લેબોરેટરી’નાં વડા બન્યાં.૧૯૭૦ માં શકુંતલા અને તેના પતિએ પોતાની ફર્મે ‘ક્વાડ્રિકન’ સ્થાપિત કરી. તે એક બ્રિજ કન્સ્ટ્રક્શન ફર્મ છે અને આ ફર્મની વિશેષતા એ છે કે તેમની પેટન્ટ, પૂર્વ નિર્મિત આધુનિક ડિઝાઇન.

કેટલાક અહેવાલો અનુસાર તેમણે સમાજની ઘણી મહત્વપૂર્ણ જરૂરિયાતોની નોંધ લીધી. સિવિલ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં સુધારણાના અવકાશનું મૂલ્યાંકન કર્યું અને તેઓ પૂર્ણ વિકાસ કરવામાં સક્ષમ થયા. શકુંતલાએ યુનાઇટેડ સ્ટેટ, જર્મની અને યુનાઇટેડ કિંગડમના પ્રોજેક્ટ્સ સહિત વિશ્વભરના સેંકડો પુલની ડિઝાઇન અને બાંધકામ પર કામ કર્યું છે. તેણે લંડનની ‘સિમેન્ટ અને કોંક્રિટ એસોસિએશન’ માટે સંશોધન કર્યું હતું અને તે ઇન્ડિયન રોડ કોંગ્રેસની સભ્ય પણ હતી.

ક્વાડ્રિકોન દ્વારા કરવામાં આવેલા પ્રોજેક્ટ્સ :- ‘ટોટલ સિસ્ટમ મેથડ’ એ કંપનીની પેટન્ટ શોધ છે. આ શોધ સાથે, કંપનીએ ૧૯૭૨ માં હિમાચલ પ્રદેશના સ્પીતીમાં પહેલો પુલ બનાવ્યો. ચાર મહિનામાં તેઓ બે નાના પુલ બનાવવામાં સક્ષમ થયા. ટૂંક સમયમાં આ નવી તકનીક વિશેની માહિતી અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાં પણ આવવાનું શરૂ થયું. ૧૯૭૮ સુધીમાં કંપનીએ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ૬૯ પુલ બનાવ્યા હતા.

 

કેટલાક અહેવાલો અનુસાર આ તમામ પ્રોજેક્ટ્સ વ્યક્તિગત જોખમે એકત્રિત કરાયેલા ભંડોળ સાથે પૂર્ણ થયા હતા. સરકારી વિભાગો સહિત ઘણાં રોકાણકારો તેમાં રોકાણ કરવા તૈયાર ન હતા કારણ કે તેવા આવા જટિલ સંશોધન અને વિકાસ પર કામ કરવાનું વિચારી રહી હતી. ૧૯૯૩ માં શકુંતલાને ‘વુમન ઓફ ધ યર’ નો ખિતાબ પણ મળ્યો હતો. ૨૦૧૨ માં ૭૯ વર્ષની ઉંમરે તેમણે વિશ્વને અલવિદા કહ્યું હતુ.

Leave a Reply

Your email address will not be published.