આ જાપાની વોટર થેરેપી થી ચપટીમાં ઘટાડો વજન, બસ આ કામ કરવું પડશે સવારે…

Health

આજકાલ દરેક ત્રીજો વ્યક્તિ મેદસ્વીપણાથી પરેશાન છે. આવી સ્થિતિમાં, વજન ઓછું કરવા માટે તમે જાપાની પાણી થેરેપીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપચાર તમારા પાચનતંત્રને નિયમીત કરે છે અને વજન ઘટાડે છે, અને તમારી પાંચન પ્રણાલીને મજબૂત બનાવે છે. આ ઉપચારની મદદથી, પેટ સાથે સંકળાયેલી અન્ય ઘણી બીમારીઓ પણ દુર થઈ જાય છે. એ તમારા આંતરડા સાફ કરે છે. જે તમારું સ્વાસ્થ્ય સારું રાખે છે. જાપાનના લોકો આ ઉપચારને ખૂબ જ ગંભીરતાથી લે છે.

જાપાની પાણી થેરેપી શું છે?

આ વોટર થેરીપીની ચિકિત્સા હેઠળ, તમારે દરરોજ સવારે ઉઠીને વાસી મોઢેં અને ખાલી પેટે ચારથી છ ગ્લાસ પાણી (160-200 મિલી પાણી) પીવું પડશે. આ પાણી હળવું ગરમ અથવા સામાન્ય લઈ શકાય છે. આ પાણીમાં તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ પાણી પીધા પછી, તમારે બ્રશથી તમારા દાંત સાફ કરવા. પછી 45 મિનિટ સુધી કઈ પણ પીવું નહી અને ખાવું પણ નહી. આ રીતે બધું કર્યા પછી તમે તમારી નિયમિત રૂટિન લાઈફ ચાલુ રાખી શકો છો.

જો કોઈ વ્યક્તિ બીમાર અથવા વૃદ્ધ હોય, તો તેણે શરૂઆતમાં માત્ર એક ગ્લાસ પાણી પીવું જોઈએ. બાદમાં પાણીની માત્રામાં વધારો કરી શકાય છે. જો તમે એક સાથે ચાર ગ્લાસ પાણી પીઈ નથી શકતા, તો પછી એક એક ગ્લાસ પાણી પછી થોડો થોડો વિરામ લો. તેનાથી તમારા પેટને પણ થોડો આરામ મળશે. તમે આવી રીતે પણ પાણી પીવાનું શરૂ કરીને તમારી ક્ષમતામાં વધારો કરી શકો છો.

જાપાની પાણી થેરેપીના ફાયદા:

વજન ઓછું કરવા, આંતરડા સાફ કરવા, પાચન શક્તિને મજબૂત કરવા, પેટને લગતા રોગો દુર રાખવા, આખો દિવસ એર્નજી જાળવવા, પાચનતંત્રમાં સુધારો જેવા અન્ય કેટલાય ફાયદાઓ છે. આ ઉપચાર દરરોજ કરવાથી, તમને ક્યારેય આરોગ્ય સંબંધિત કોઈ સમસ્યા થતી નથી.

શું જાપાની વોટર થેરેપી ખરેખર કામ કરે છે?

જો કે જાપાની વોટર થેરેપીમાં કબજિયાતથી લઈને કેન્સર સુધીની બીમારીઓમાં ફાયદા થયો હોવાનો દાવાઓ કરવામાં આવે છે, તેમ છતાં હજી સુધી તેના કોઈ પુરાવા મળ્યા નથી. જો કે, ઘણા લોકો આ પાણી થેરેપીનો ઉપચાર કરે છે અને આ ઉપચારથી તેમને ફાયદો થયો હોવાથી તેની પ્રશંસા પણ કરે છે. આમ જોવામાં આવે તો, આ ઉપચારમાં તમારે ફક્ત દરરોજ સવારે પાણી પીવાનું હોય છે. આપણા આર્યુવેદમાં પણ પાણીથી ઉપચાર વિશે માહિતી મળે છે, ફરક ફક્ત આ પાણી પીવાના નિયમો નો છે, જેનું કડક પણે પાલન કરવામાં આવે તો તે જાપાની વોટર થેરેપી બની જાય છે.

આ જાપાની વોટર થેરેપી શરૂ કરતા પહેલા ડોકટરની સલાહ જરૂર લેવી જોઈએ, અમે તમને એક સલાહ આપીશું કે આ ઉપચારમાં ઠંડા પાણીનો ઉપયોગ ન કરવો. ઠંડુ પાણી તમારા શરીરના અંગોનું તાપમાનને ઘટાડી શકે છે અને તેનાથી તમારુ બ્લડ પ્રેશર વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *