રાજેશ ખન્નાના મોઢેંથી અમિતાભ વિશે અપશબ્દો સાંભળીને ભડકી ગઈ હતી જયા, કહ્યું તારા કરતા પણ મોટો સ્ટાર બનશે….

Bollywood

બોલિવૂડમાં કાકા ના નામે ઓળખાતા રાજા ખન્નાની આજે 78 મી જન્મજયંતિ છે. રાજેશ ખન્નાને આજે તેમના જન્મદિવસ પર બધા જ યાદ કરે છે. નેતા, અભિનેતા અને સામાન્ય લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા બોલીવુડના પહેલા સુપરસ્ટારને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જેમ, રાજેશ ખન્ના અને તેના સ્ટારડમને લગતી ઘણી કહાનીઓ પ્રખ્યાત છે. આમાંની જ એક કહાની છે કે જ્યારે રાજેશ ખન્નાને જયા બચ્ચનના ગુસ્સાનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

હા, એકવાર રાજેશ ખન્નાએ અમિતાભ બચ્ચનને જોઈને કંઈક કહ્યું હતું, જેના પછી જયા તેમનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા નહીં, અને તેમણે રાજેશ ખન્નાને બધાની સામે ખૂબ મોટો અવાજે ખખડાવી નાંખ્યા હતા.

1972 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાવરચી’ ના શૂટિંગ દરમિયાન બનેલો આ કિસ્સો છે. આ ફિલ્મમાં રાજેશ ખન્ના સાથે મુખ્ય ભૂમિકામાં જયા ભાદુરી હતી. જ્યારે અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં માત્ર વાર્તાકારની ભૂમિકા નિભાવી રહ્યા હતા.

આ પહેલા અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાએ ફિલ્મ ‘આનંદ’ માં કામ કર્યું હતું. નવોદિત અમિતાભને ‘આનંદ’ સુપરસ્ટાર રાજેશ ખન્નાની સમાન ભૂમિકા મળી. હર્ષિકેશ મુખર્જીના આ નિર્ણયથી રાજેશ ખન્ના નારાજ થયા હતા, પરંતુ તે પછી તેઓ કંઈ બોલ્યા નહીં. આ પછી, જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે રાજેશ ખન્નાની પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારે નવા આવેલા અમિતાભ બચ્ચનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવે છે કે રાજેશ ખન્ના અમિતાભ બચ્ચનને મળેલા અભિનંદની ઈર્ષ્યા કરતા હતા. સુપરસ્ટાર રાજેશ ખન્નાએ અમિતાભને તેના સ્ટારડમ માટે ખતરો માનવાનું શરૂ કર્યું હતું.

જ્યારે ‘બાવર્ચી’માં લેખકની ભૂમિકા માટે ઋષિકેશ મુખર્જીએ અમિતાભને સાઈન કર્યો હતો અને આ વાત રાજેશ ખન્નાને ગમી ન હતી. રાજેશ ખન્નાના કહેવા પ્રમાણે, આ નાના રોલ માટે અમિતાભને સાઇન કરવાની જરૂર નહોતી. અને આ જ કારણ હતું કે જ્યારે પણ અમિતાભ ફિલ્મના સેટ પર જયા ભાદુરી લેવા આવતા ત્યારે રાજેશ ખન્ના અમિતાભને ખુબજ ખરાબ રીતે અવગણતા હતા.

જયા બચ્ચન પણ તે સમયે મોટી સ્ટાર હતી, અને તેને રાજેશ ખન્નાની આ અવગણનાની રમત અને તેના ઇરાદા વિશે જાણ થઈ ગઈ હતી. એક દિવસ જ્યારે અમિતાભ હંમેશની જેમ જયા બચ્ચનને લેવા આવ્યા, ત્યારે રાજેશ ખન્નાએ અમિતાભ તરફ જોયું અને થોડી હલકી કક્ષાની વાતો કહી. જે અમિતાભે તો સાંભળ્યું ન હતું પરંતુ આ શબ્દો ચોક્કસપણે જયાના કાન સુધી પહોંચી ગયા હતા. આ સાંભળીને જયા ખૂબ ગુસ્સે થઈ ગઈ.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજેશ ખન્નાએ તે દિવસે અમિતાભને જોઈને ‘આવી ગયો મનહુસ’ શબ્દો ઉચ્ચાર્યા હતા. જો કે, કોઈએ આ શબ્દોની ખાત્રી કરી નથી. પરંતુ જયા ભાદુરીને તે દિવસે રાજેશ ખન્ના પર એટલો ગુસ્સો આવી ગયો હતો કે તેણે રાજેશ ખન્નાને વાસ્તવિકતાનો અરીસો દેખાડી દીધો હતો. જયાએ રાજેશ ખન્નાને કહ્યું, “જોઈ લેજે આ માણસ એક દિવસ કેટલો મોટો સ્ટાર્સ બનશે, અને જે માણસ પોતાને ભગવાન માને છે, તે ક્યાંયનો નહી રહે”

અને પછી તેવું જ થયું. બાદમાં રાજેશ ખન્નાનો સ્ટારડમ પુરો થયો અને અમિતાભ બચ્ચનની કિસ્મતનો તારો ચમક્યો. સમય જતા રાજેશ ખન્ના સંપૂર્ણપણે સાઇડલાઈન થઈ ગયા અને અમિતાભ દરેક ફિલ્મોમાં સફળતા મેળવતા ગયા.

Leave a Reply

Your email address will not be published.