.JEE Main 2022 ની પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારોની સોશિયલ મીડિયાની સતત વધતી માંગ આખરે પૂરી થઈ ગઈ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેઇન 2022 ના એપ્રિલ સત્રની તારીખો લંબાવવાની ઉમેદવારોની માંગને પહોંચી વળવા એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાની તારીખોમાં ફેરફારની જાહેરાત કરી છે.
વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી:
JEE Main એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને NTA દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં માંગ કરી રહ્યા હતા કે તૈયારી માટે થોડો વધુ સમય આપવામાં આવે ત્યારે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા તારીખોમાં બદલાવ કરીને નવી તારીખો જાહેર કરવામાં આવી છે.
JEE (Main)dates rescheduled to enable students across the country to prepare well for the exams. @dpradhanbjp @EduMinOfIndia pic.twitter.com/QYABHnd7SC
— National Testing Agency (@DG_NTA) April 6, 2022
બુધવારે મોડી રાત્રે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું:
હવે JEE મેઈન 2022 ની પરીક્ષાનું પ્રથમ સેશન જૂનમાં અને બીજું સેશન 2 જુલાઈએ લેવામાં આવશે. પહેલા આ પરીક્ષાઓ એપ્રિલ અને મે મહિનામાં યોજાવાની હતી. હવે JEE મેઇન 2022ની પરીક્ષાના જૂન સત્ર 20 થી 29 જૂન સુધી સતત 10 દિવસ સુધી કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં લેવામાં આવશે. તેવી જ રીતે જુલાઈ સત્રની પરીક્ષા પણ 21 થી 30 જુલાઈ દરમિયાન લેવામાં આવશે.
JEE એડવાન્સ પરીક્ષા પણ ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે:
JEE મેઇન 2022 પરીક્ષાની તારીખોમાં ફેરફારને કારણે, હવે એડવાન્સ પરીક્ષાની તારીખો પણ બદલવાની તૈયારી છે. જેઇઇ મેઇન 2022ના માત્ર ટોપ 2.5 લાખ વિદ્યાર્થીઓ જ એડવાન્સ માટે ક્વોલિફાય થશે અને એડવાન્સ માટે નોંધણી JEE MAIN પરીક્ષાના પરિણામ પછી જ શરૂ થાય છે.
અગાઉના સમયપત્રક મુજબ, JEE એડવાન્સ્ડ પરીક્ષા 3 જુલાઈએ યોજાવાની હતી તથા તેનું પરિણામ 18 જુલાઈએ જાહેર થવાનું હતું. પરંતુ હવે JEE મેઇનની તારીખમાં ફેરફારને કારણે આ પરીક્ષા ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બર મહિનામાં યોજવામાં આવી શકે છે.