જમ્યા પછી એક કપલે ટીપમાં આપ્યા દોઢ લાખ રૂપિયા, કારણ જાણીને તમે પણ હેરાન થઇ જશો…

News

રેસ્ટોરાં અથવા હોટલમાં જમ્યા પછી વેટરને લોકો ટીપ આપતા જોવા મળે છે. આ પાછળનું કારણ સારું ખોરાક અથવા સારી સેવા હોઈ શકે છે. તમે જોયું જ હશે કે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ઘણા લોકો વેઈટરને વધારે પૈસા ચૂકવે છે. જેની વિશ્વભરમાં ચર્ચા થાય છે. તાજેતરમાં, યુએસમાં શિકાગોથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહેવાલો અનુસાર, અહીં એક દંપતી જમવા માટે આવ્યું હતું. ખોરાક ખાધા પછી તેણે વેઈટરને ટીપ તરીકે 2 હજાર ડોલર આપ્યા. ખુદ રેસ્ટોરન્ટે તેના ફેસબુક એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે.

આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અમેરિકાના શિકાગોમાં એક રેસ્ટોરન્ટમાં એક દંપતીએ ટીપમાં બે હજાર ડોલર (લગભગ દોઢ લાખ રૂપિયા) આપ્યા. આ રેસ્ટોરન્ટનું નામ લકી કહેવામાં આવી રહ્યું છે. રેસ્ટોરેન્ટે તેની માહિતી તેના ફેસબુક એકાઉન્ટ પર શેર કરી છે. આ પછી, ક્લબ લકી રેસ્ટોરન્ટની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે. આ પોસ્ટને સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. લોકોને કપલનું એવું કરવું ખુબ જ ગમ્યું છે.

ટીપમાં આપ્યા 2000 ડોલર
રેસ્ટોરેન્ટે કહ્યું કે આ દંપતીની મુલાકાત 20 વર્ષ પહેલા 12 ફેબ્રુઆરીએ અહીં થઈ હતી. ત્યારથી, બંને દર વર્ષે 12 ફેબ્રુઆરીએ આ રેસ્ટોરન્ટમાં આવી રહ્યા છે. આ વર્ષે, તેમની બેઠકના 20 વર્ષ પૂરા થતાં, તેઓએ ઉજવણી કરી અને વેઈટરને બે હજાર ડોલરની ટીપ આપી. બિલની તસવીર શેર કરતી વખતે, રેસ્ટોરાંએ કેપ્શનમાં લખ્યું, મહેમાનનને તેમની પહેલી ડેટ અમારી રેસ્ટોરેન્ટમાં કરી હતી. તેઓ 20 વર્ષથી 12 ફેબ્રુઆરીએ ક્લબ લકીમાં આવે છે. તેઓ દર વર્ષે 7:30 વાગ્યે તે જ બૂથ 46 પર આવે છે. અમે દર વર્ષે તેમને આ બેઠકનું અપોઇન્મેન્ટ આપીએ છીએ. આ તારીખ તેમના જીવનમાં ખૂબ જ વિશેષ છે, જેની અમે પણ ઉજવણી કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં આ કરવાનું અમને હિંમત આપે છે. અમે તેમનો આભાર માનીએ છીએ.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.