દરેક વ્યક્તિ રાત્રે કોઈને કોઈ સ્વપ્નું જોતો જ હોય છે. સ્વપ્ન પણ 2 પ્રકારનાં હોય છે, એક કે જેને આપણે આપણી ખુલ્લી આંખોથી જોઈએ છીએ તે અને બીજું જે આપણે આપણી બંધ આંખોથી જોઈએ છીએ તે. કોઈ પણ સ્વપ્ન વ્યક્તિને ગમે ત્યારે આવી શકે છે. પછી ભલે તમે દિવસે સુતા હોવ કે રાત્રે.

આખા દિવસના થાક પછી, જ્યારે કોઈ વ્યક્તિ ઘરે પાછો આવે છે, ત્યારે તે રાતનું ભોજન કર્યા પછી સુઈ જાય છે. અને ત્યારે જ તે વ્યક્તિ ઘણા સપનાઓ જુએ છે. પરંતુ આપણે જયારે સવારે જાગી જઈએ છીએ ત્યારે આપણે તે સ્વપ્નાને ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે અને સવારે આવતા સપનાઓ આપણા જીવનને ઘણી અસર કરી શકે છે. આજે અમે તમને કેટલાક સ્વપ્નની સારી અસરો વિશે જણાવીશું, જેના વિશે તમે કદાચજ જાણતા હશો
1) સ્વપ્નમાં સંભળાય છે શંખનો અવાજ
ઘણી વાર લોકોને સપનામાં મંદિરો અથવા દેવી-દેવીઓ દેખાતા હોય છે. જો તમને પણ તમારા સ્વપ્નમાં શંખનો અવાજ સંભળાય છે, તો તેનો અર્થ એ કે માતા લક્ષ્મી તમારા ઘરે આવવાના છે. આ સિવાય જો તમે તમારા સપનામાં ફૂલ-છોડ અથવા પ્રકૃતિને લગતી કોઈ પણ વસ્તુઓ જોવો છો, તો સમજો કે તમને ખૂબ જલ્દી વધારે ધન મળવાનું છે.

2) સ્વપ્નમાં દેખાય છે ઉંદર
ઘણી વાર આપણને આપણાં સ્વપ્નમાં કોઈ પ્રાણી દેખાય જતો હોય છે, ત્યારે આપણે ઘણી બીક લાગે છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમને તમારા સ્વપ્નમાં કોઈ ઉંદર દેખાય છે તો તે તમારા માટે એક શુભ સંકેત છે. આવા સ્વપ્ન આવવાનો માત્ર એક જ અર્થ છે કે તમે ખૂબ જ જલ્દી શ્રીમંત(ધનવાન) બનવાના છો. એટલે કે, તમને અચાનક પૈસા મળવાના છે.
3) સ્વપ્નમાં દેખાય છે એક સુહાગન સ્ત્રી
જો તમે તમારા સ્વપ્નમાં કોઈ એક એવી સ્ત્રીને જોવો છો જેને લાલ રંગની સાડી પહેરી હોય અને માંગમાં સિંદૂર ભરેલું હોય તો, તમારે એવું સમજવું કે દેવી લક્ષ્મીએ તમને સાક્ષાત દર્શન આપ્યા છે. આ સાથે, જો તમે શુક્રવારે તમારા સ્વપ્નમાં કોઈ છોકરીને કોઈ સિક્કો આપતા જોવો છો, તો તમારા જીવનમાં ધનવર્ષ થવાની છે.

4) સ્વપ્નમાં થાય છે ગાયનાં દર્શન
જો તમને તમારા સ્વપ્નમાં ગાય દેખાય છે, તો તે તમારા માટે ખૂબ જ શુભ છે. સ્વપ્નમાં ગાયના દર્શન થવાનો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારા જીવનમાં પ્રવેશવાના છે. જેનાથી તમારા ઘરમાં ધનવર્ષ થઈ શકે છે. માનવામાં આવે છે કે ગાય માં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ છે. ગાયની પૂજા પણ કરવામાં આવે છે. તેથી જ ગાયને સ્વપ્નમાં જોવી એ શુભ છે.