જ્યારે જૂહી ચાવલાને લોકો કહેતા હતા કે તેણે પૈસા માટે બૂઢા સાથે લગ્ન કરી લીધા, પણ સાચું કારણ જાણીને લોકો રહી ગયા હેરાન…

Bollywood

જૂહી ચાવલા એક સમયે બોલિવૂડની ખૂબ જ ડિમાન્ડમાં રહેલી અભિનેત્રીઓમાંની એક છે. 90 ના દાયકામાં, દરેક નિર્માતાઓ તેની સાથે કામ કરવા માંગતા હતા. તેની સુંદરતા, ઉત્કૃષ્ટ અભિનય અને ચહેરા પર રહેલી માસૂમયતને કારણે, દરેક તેના માટે દિવાના હતા. જૂહીએ પહેલેથી જ 1984 માં મિસ ઇન્ડિયાનો તાજ જીતીને લોકોને તેની સુંદરતાથી દિવાના કરી દીધા હતા. આ ખિતાબ જીત્યાના લગભગ ચાર વર્ષ પછી તેણે બોલિવૂડની ફિલ્મોમાં પ્રવેશ કર્યો. તેણે કયામત સે કયામત તક ફિલ્મથી શરૂઆત કરી હતી.

જુહી ચાવલાને પહેલીવાર મોટા પડદે જોતા બધા તેની સુંદરતા અને અભિનયથી પ્રભાવિત થયા હતા. આ પછી જુહીને એક પછી એક ફિલ્મો મળવાનું શરૂ થયું. જુહી તેની કારકિર્દીની ટોચ પર પહોંચતાં જ તેણે પોતાનાથી પાંચ વર્ષ મોટા ગુજરાતી ઉદ્યોગપતિ જય મહેતા સાથે લગ્ન કરી લીધાં હતા. તેમના અચાનક લગ્નના સમાચાર સાંભળીને દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા લોકો સ્વીકારવા તૈયાર નહોતા કે જૂહીએ લગ્ન કરી લીધા છે.

જુહી ચાવલાના લગ્નના સમાચારોથી દરેક લોકોને આશ્ચર્ય થયું હતું, કારણ કે તેના પ્રણય વિશે કોઈને જાણ નહોતી. અને જયારે લગ્ન પછી જૂહી અને જય મહેતાની તસવીર પહેલીવાર બહાર આવી ત્યારે દેશની જનતાએ તેના પતિની ખૂબ મજાક કરી હતી. આટલું જ નહીં દેશના ઘણા લોકોએ જુહી માટે અવિચારી ટિપ્પણી પણ કરતા હતા અને એ વખતે તેના પતિને ડોસો કહીને બોલાવતા હતા. લોકોએ જુહીને એમ પણ કહ્યું કે તેણે પૈસા માટે લગ્ન કર્યાં છે. આટલી બધી વાતો થયા પછી પણ જુહીએ તેના અને જય મહેતા વિશે ક્યારેય વાત કરી નહીં.

જો તમને જુહી ચાવલાના પતિ જય મહેતા વિશે જણાવીએ તો તે ખૂબ મોટો ઉદ્યોગપતિ છે અને તે મૂળ ગુજરાતના છે, જય મહેતા મહેતા ગ્રુપના માલિક છે. તેમનો બિઝનસ આફ્રિકામાં ખુબજ મોટાપાયે ફેલાયેલો છે. જુહી ચાવલા જય મહેતાની બીજી પત્ની છે. જય મહેતાએ પહેલા લગ્ન સુજતા બિરલા સાથે કર્યા હતા. 1990 માં બેંગ્લોરમાં વિમાન અકસ્માત દરમિયાન સુજાતા બિરલાનું અવસાન થયુ હતું. આ દુર્ઘટનાના થોડા દિવસ પછી, જુહીની માતાનું પણ માર્ગ અકસ્માત દરમિયાન અવસાન થયું હતું. આવી સ્થિતિમાં જુહી અને જય એકલા થઈ ગયા હતા અને બંનેએ એકબીજાની ખુબ સંભાળ રાખી હતી.

આ પછી, બંને નજીક આવવા લાગ્યા, પછી જુહી ચાવલા અને જય મહેતાએ 1995 માં લગ્ન કરવાનું નક્કી કર્યું અને તેઓએ ખૂબ અંગત રીતે લગ્ન પણ કર્યાં હતા. આ લગ્નના થોડા સમય પછી જ જુહીની બહેન સોનિયાનું કેન્સરથી અવસાન થયું હતું. જુહી ચાવલા આ દુ:ખ માથી બહાર આવે એ પહેલા જ તેના ભાઈ બોબીને સ્ટ્રોક આવ્યો હતો અને તે લાંબી માંદગીમાં પટકાય ગયો હતો. સમાચારો અનુસાર જુહીનો ભાઈ બોબી શાહરૂખ ખાનના રેડ ચિલી પ્રોડક્શન હાઉસનો સીઈઓ હતો. થોડા સમય પછી જૂહીના ભાઈનું પણ અવસાન થયું હતું.

બોલીવુડની અભિનેત્રી જુહી અને જય મહેતાના જીવનમાં ખુશીનો માહોલ 2001 માં આવ્યો હતો જ્યારે જૂહી પહેલીવાર માતા બનવાની હતી. જુહીએ પહેલા એક દીકરીને જન્મ આપ્યો હતો અને તેનું નામ જાહવી રાખ્યું છે, પુત્રીના જન્મના બે વર્ષ પછી, તેનો પુત્ર જન્મ આપ્યો છે. આજે જુહી ચાવલા બોલિવૂડથી ઘણી દૂર રહે છે અને તેના બાળકો અને પરિવારની સંભાળ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *